________________
૧૦૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫| ગાથા-૯-૧૦ રબો -
કવાર્થના ૧: પર્યાયાર્થિનય ૨: નૈગમન ૩; સંગ્રહના ૪; વ્યવહારના ૫: ઋજુસૂત્રના ક; શબ્દના ૭; સમભિરૂઢના ૮; એવંભૂતનય ૯-એ નવ નાનાં નામ. તિહાં પહિલ દ્વવ્યાર્થિકન-સ્નેહના દસ પ્રકાર જાણવા. તે દ્રવ્યાર્થિકનાથના દસ ભેદમાંહિં ધરિ કહતાં પહિલા, અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિક મનમાંહિ આણ. શપથરદિતઃ શુદ્ધવ્યિથા.' એ પ્રથમ ભેદ. I/પ/ટી.
ટબાર્થ :
દ્રવ્યાર્થિકાય, પર્યાયાર્થિકનય, નૈગમય, સંગ્રહાય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ નવ વયનાં નામો છે. તેમાંeતે નવ વયોમાં, પહેલો દ્રવ્યાર્થિકાય છે. તેના દસ પ્રકાર જાણવા–તેના દસ ભેદો જાણવા. તે દ્રવ્યાર્થિકનયતા દસ ભેદમાંથી ધુરિ કહેતાં પહેલો ભેદ અકર્મઉપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિકાય મનમાં આણો અર્થાત્ કર્મઉપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકાય એ પ્રથમ ભેદ છે. પ/લ. ભાવાર્થ :
દિગંબરો નવ નો માને છે, તેમાંથી પહેલો નય દ્રવ્યાર્થિકનય છે. તેના દસ ભેદો છે અને તે દસ ભેદમાંથી પહેલો ભેદ કર્મઉપાધિથી રહિત એવાં શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિરૂપ નય છે અર્થાત્ આ નય માત્ર જીવને જોવા માટે પ્રવૃત્ત છે અને સંસારી જીવ કર્મવાળા છે, છતાં કર્મઉપાધિથી રહિત એવાં સંસારી જીવોમાં વર્તતા શુદ્ધ આત્મદ્રવ્યને જોનારી જે દૃષ્ટિ તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો પહેલો ભેદ છે. પ/લા અવતરણિકા :
એહનો વિષય દેખાડશેં કઈં –
અવતરણિયાર્થઃ
એહનો કર્મઉપાધિરહિત એવાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય દેખાડે છે –
ગાથા -
જિમ-સંસારી પ્રાણિઆ, સિદ્ધ સમોવડિ ગણિઈ રે;
સહજભાવ આગલિ કરી, ભવપર્યાય ન ગણિઈ રે. ગ્યાન //પ/૧ના ગાથાર્થ :
જેમ, સંસારી જીવો સિદ્ધ સમોવડિયા ગણે છે આ દ્રવ્યાર્થિકનયનો પ્રથમ ભેદ સંસારી જીવોને સિદ્ધતુલ્ય ગણે છે. સહજ ભાવને આગળ કરીને જીવનો જે સહજ ભાવ છે તેને આગળ કરીને, ભવપર્યાયને ગણતો નથી. પ/૧૦II.