________________
૧૭૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫| ગાથા-૧ પૂર્વમાં “ગંગામાં મત્સ્ય અને ઘોષ છે' એ અનુભવસિદ્ધ દૃષ્ટાંતથી “ગંગા'નો અર્થ એક જ પ્રયોગમાં મુખ્યવૃત્તિથી અને ઉપચારવૃત્તિથી કઈ રીતે સ્વીકારાય છે તે બતાવ્યું. તેથી હવે કહે છે કે અહીં પણ=નયવાદીના વચનમાં પણ, મુખ્ય અને અમુખ્યપણાથી=મુખ્ય અને ઉપચારપણાથી, અનંતધર્માત્મક વસ્તુ જણાવવાના પ્રયોજનથી એક “નય' શબ્દની બે વૃત્તિ માનવામાં વિરોધ નથી=મુખ્યવૃત્તિ અને ઉપચારવૃત્તિ, એ વૃત્તિ માનવામાં વિરોધ નથી.
જો કે અહીં પ્રમાણદષ્ટિથી અને નયદૃષ્ટિથી એક અર્થને દ્રવ્યગુણપર્યાયરૂપ બતાવે છે. તેથી વસ્તુ ત્રણ સ્વરૂપ છે એવો જ બોધ થાય છે. “અનંત ધર્માત્મક વસ્તુ છે તેવું સ્થૂલથી જણાતું નથી, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો તે દ્રવ્યગુણપર્યાયની ઉપસ્થિતિથી “અનંત ધર્માત્મક વસ્તુ છે તેવી ઉપસ્થિતિ થાય છે; કેમ કે તે દ્રવ્ય, તે ગુણ અને તે પર્યાય એ ત્રણેયની ભેદાભદાત્મક વિચારણા કરવામાં આવે ત્યારે એ દ્રવ્યરૂપ વસ્તુ માત્ર એક ગુણરૂપ નથી, પરંતુ અનંત ગુણરૂપ છે. માટે તે વસ્તુમાં રહેલા અનંત ધર્મોની ઉપસ્થિતિ થાય છે, ફક્ત પ્રમાણદષ્ટિથી તે અનંત ધર્મો મુખ્યરૂપે ભાસે છે અને નયેષ્ટિથી કોઈ એક ધર્મ મુખ્ય જણાય છે, અન્ય સર્વ અમુખ્યરૂપે જણાય છે.
અથવા - નયાત્મક શાસ્ત્રમાં ક્રમિકવાક્યત્વે પણ એ અર્થને જણાવે છે. જેમ કોઈ સ્યાદ્વાદી પુરુષ દ્રવ્યગુણપર્યાયાત્મક એવાં ઘટરૂપ અર્થને દ્રવ્યાર્થિકનયથી કહે ત્યારે પ્રથમ મૃદુરુપદ્રવ્યની ઉપસ્થિતિ થાય છે અને ત્યારપછી પર્યાયાર્થિકનયથી કહે ત્યારે મૃદ્રવ્યમાં વર્તતા ઘટપર્યાય અને રૂપાદિ ગુણોની ઉપસ્થિતિ થાય છે. તેથી નયાત્મક શાસ્ત્ર દ્વારા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ ક્રમિક વાક્યરાને ગ્રહણ કરીને શ્રોતાને બોધ કરાવવામાં આવે ત્યારે શ્રોતાને દ્રવ્યગુણપર્યાયરૂપ ત્રયાત્મક વસ્તુનો બોધ થાય છે.
અથવા એક બોધ શબ્દમાં અને એક બોધ અર્થમાં એમ કહેવાથી પણ દ્રવ્યગુણપર્યાયરૂપ પદાર્થની ઉપસ્થિતિ નયાત્મક વચનથી થાય છે.
આશય એ છે કે, કોઈ સ્યાદ્વાદી વક્તા દ્રવ્યાર્થિકનયથી એક વસ્તુનું કથન કરે ત્યારે જે શબ્દથી કથન કર્યું હોય તે શબ્દથી તે અર્થનો બોધ થાય છે, તે એક બોધ શબ્દમાં છે=તે શબ્દથી વાચ્ય અર્થમાં છે અને બીજો એક બોધ શબ્દથી વાચ્ય અર્થમાં નથી, પરંતુ અર્થથી પ્રાપ્ત અર્થમાં છે. જેમ કોઈ પુરુષને કહેવામાં આવે કે, “દ્રવ્યાર્થિકનયથી તારો આત્મા નિત્ય છે' ત્યારે શબ્દથી તેની નિત્યતાનો બોધ થાય છે અને અર્થથી પર્યાયાર્થિકનયથી તેની અનિત્યતાનો બોધ થાય છે. તે રીતે દ્રવ્યગુણપર્યાય-ત્રયાત્મક વસ્તુમાંથી જેનો શબ્દથી બોધ કરાવવામાં આવે તે નયવચનથી એક બોધ શબ્દથી થાય છે અને જે અન્ય બેનું શબ્દથી કથન કર્યું નથી તેનો બોધ અર્થથી થાય છે. તેથી નયદૃષ્ટિથી પણ શબ્દથી અને અર્થથી દ્રવ્યગુણપર્યાયનો બોધ થાય છે.
એમ અનેક ભંગ જાણવા=નયદષ્ટિથી દ્રવ્યગુણપર્યાયનો બોધ કઈ રીતે થાય ? તેમ પૂર્વમાં ત્રણ