________________
૧૭૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ / ગાથા-૧-૨ ભાંગાથી બતાવ્યું. (૧) એક મુખ્યવૃત્તિ અને અન્ય લક્ષણારૂપ ઉપચારથી દ્રવ્યગુણપર્યાયનો બોધ થાય છે એમ બતાવ્યું. (૨) ક્રમિક વાક્યરાથી પણ નયાત્મક વચનથી દ્રવ્યગુણપર્યાયનો બોધ થાય છે. (૩) એક બોધ શબ્દમાં અને એક બોધ અર્થમાં એ રીતે પણ નય દ્વારા દ્રવ્યગુણપર્યાયનો અર્થ થાય છે. એમ અનેક વિકલ્પો નયાત્મક દૃષ્ટિથી દ્રવ્યગુણપર્યાયના બોધવિષયક જાણવા.
આ પ્રમાણે=ગાથામાં પ્રમાણદષ્ટિ અને નયદૃષ્ટિ બતાવી એ પ્રમાણે, જ્ઞાનદૃષ્ટિથી જગતના ભાવોને= જગતના સર્વભાવોને, જોવા જોઈએ. જેથી જિનવચનાનુસાર જગતના પદાર્થોની વ્યવસ્થાનો સમ્યક્ બોધ થાય. પ/૧ અવતરણિકા :
કહિ અર્થ તેહ જ સ્પષ્ટપણé જણાવઈ છઈ – અવતરણિકાર્ચ -
કહિયો અર્થ-પૂર્વ ગાથામાં કહેલો અર્થ, તેને જ સ્પષ્ટપણે જણાવે છે – ભાવાર્થ :
પ્રથમ ગાથામાં કહ્યું કે, પ્રમાણથી મુખ્યવૃત્તિએ એક અર્થ દ્રવ્યગુણપર્યાયરૂપે જણાય છે અને નયથી મુખ્યવૃત્તિ અને ઉપચાર દ્વારા એક અર્થ દ્રવ્યગુણપર્યાયરૂપે જણાય છે, તે કહેલો અર્થ મુખ્યવૃત્તિથી અને ઉપચારથી કઈ રીતે જણાય છે ? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
મુખ્ય વૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણઈ રે;
ભેદ પરસ્પર એહનો, તે ઉપચારઈ જાણઈ રે. ગ્યાન આપવા ગાથાર્થ -
મુખ્યવૃત્તિ="શબ્દની શક્તિ' એ શબ્દનો અર્થ છે તેમ સ્વીકારનાર મુખ્યવૃત્તિ, દ્રવ્યર્થ નય તેના દ્રવ્યગુણપર્યાયના, અભેદને વખાણે છે-અભેદને કહે છે. એહનો દ્રવ્યગુણપર્યાયનો, પરસ્પર ભેદ, તે ઉપચારથી જણાય છે=લક્ષણથી જણાય છે. પ/ચા ટબો :
મુખ્ય વૃતિ કહતાં શક્તિ શબ્દાર્થ કહર્તા, જે દ્રવ્યાર્થના, તે. તાસ કહતાં-દ્રવ્ય, ગુણ, પર્યાયનઈ અભેદ વખાણઈં; જે માટઈં ગુણપર્યાયાભિન્ન મૃદુદ્ધાદિકનઈં વિષયૐ ઘટાદિપદની શક્તિ છઈ. એહનો પરસ્પર કહતાં-માંહોમાહિં, ભેદ છઈ, તે ઉપચાર કહિતાં-લક્ષણાઈં જાણઈ; જે માર્ટિ-દ્રવ્યભિન્નકંબુગ્રીવાદિપર્યાયનઈં વિષઈં તે ઘટાદિપદની