________________
૧૬૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ | ગાથા-૧
વળી, નયવાદી એકાંશવાદી છે, પરંતુ એકાંતવાદી નથી; કેમ કે એકાંતવાદી એ દુર્નયવાદી છે જ્યારે સ્યાદ્વાદને જાણનાર પણ કોઈક પ્રયોજનથી એક જ અંશને કહેનારા તાત્પર્યને કહે ત્યારે તે નયવાદી કહેવાય છે. તેથી નયવાદી પણ કોઈ ઘટપટાદિ અર્થ કે જીવઅજવાદિ અર્થને ત્રયરૂપેકદ્રવ્યગુણપર્યાયરૂપે, જાણે છે. આમ છતાં જે નયની દૃષ્ટિથી તે બોલે છે, તે નયની દૃષ્ટિથી ત્રણમાંથી જે નયનું કથન છે તે પ્રધાન બને છે. અને અન્ય બે ગૌણ બને છે. જેમ ઘટરૂપ પદાર્થને જોવા માટે દ્રવ્યનયની દૃષ્ટિ, ગુણનયની દૃષ્ટિ અને પર્યાયનયની દૃષ્ટિ પ્રવર્તે છે અને પ્રયોજન અનુસાર સ્યાદાદી પર્યાયનયની દૃષ્ટિથી “આ ઘટ છે એમ કહે છે ત્યારે ઘટપર્યાયનો બોધ મુખ્યવૃત્તિથી થાય છે અને માટીદ્રવ્ય અને રૂપાદિ ગુણોનો બોધ ગૌરવૃત્તિથી અર્થાત્ ઉપચારવૃત્તિથી થાય છે; કેમ કે “પંતાનર્પિતસિદ્ધ એ પ્રકારના કથન અનુસાર પર્યાયનયની અર્પણા કરવાથી દ્રવ્ય અને ગુણને જોનારી નદૃષ્ટિના અનર્પિતાની સિદ્ધિ છે. તેથી “આ ઘટ છે' એ પ્રકારના ઘટપર્યાયને જોનારી દૃષ્ટિથી બોલનારના વચનથી ઘટપર્યાયની મુખ્યરૂપે ઉપસ્થિતિ થાય છે અને મૃદ્રવ્ય અને રૂપાદિ ગુણોની ઉપચારથી ઉપસ્થિતિ થાય છે.
જો કે નયવાદીની એક અંશના વચનની શક્તિ એક જ અર્થને કહે છે તોપણ લક્ષણારૂપ ઉપચારથી બીજા બે અર્થ પણ જણાય છે. તેથી નયવાદી પર્યાયાસ્તિક નયથી “આ ઘટ છે” એમ કહે ત્યારે દ્રવ્ય અને ગુણ બે અર્થો પણ જણાય છે.
અહીં પ્રશ્ન થાય કે, એક વખતે વૃત્તિક્ય ન હોય અર્થાત્ “આ ઘટ છે' એમ કોઈ કહે તો ઘટ અર્થની શક્તિથી ઘટપર્યાયની ઉપસ્થિતિ થઈ શકે પરંતુ લક્ષણારૂપ ઉપચાર દ્વારા બીજા બે અર્થ જણાય નહીં એમ કોઈ કહે છે અને ગ્રંથકારશ્રી કહે છે – “એ પણ તંત નથી'=એ વચન પણ સારવાળું નથી.
એ વચન સારવાળું કેમ નથી ? તેથી અનુભવને અનુરૂપ દૃષ્ટાંત બતાવે છે –
ગંગામાં મત્સ્ય અને ઘોષ છે-એ પ્રકારના પ્રામાણિક શિષ્ટ પુરુષના વ્યવહારના સ્થાનમાં બે વૃત્તિ પણ સ્વીકારાયી છે.
આશય એ છે કે “ગંગામાં મત્સ્ય અને ઘોષ છે” એમ કહેવામાં આવે ત્યારે “ગંગા' પદનો અર્થ “પાણીનો પ્રવાહ' મુખ્યવૃત્તિથી કરીને “ગંગામાં મત્સ્ય છે તેની સંગતિ કરાય છે અને “ગંગામાં ઘોષ છે તે અર્થની સંગતિ કરવા માટે “ગંગા' પદનો અર્થ “પાણીના પ્રવાહ સાથે સંકળાયેલું ગંગાનું તીર” ગ્રહણ કરવામાં આવે છે, જ્યાં “ગંગા' શબ્દને અર્થ લક્ષણાથી તીરરૂપે ઉપસ્થિત થાય છે અને તે ગંગાના તીરમાં ઘોષ છે તેમ સંગતિ કરવામાં આવે છે. તેથી જેમ “ગંગામાં મત્સ્ય અને ઘોષ છે એ પ્રકારના વચનમાં ગંગા' શબ્દનો અર્થ મુખ્યવૃત્તિથી અને લક્ષણારૂપ ઉપચારવૃત્તિથી ગ્રહણ થાય છે, તેમ સ્યાદ્વાદીના વચનથી બોલાયેલ નયવાદમાં પણ મુખ્યવૃત્તિ અને ઉપચારવૃત્તિ દ્વારા પૂર્ણ અર્થનો બોધ થાય છે, ફક્ત પ્રમાણદૃષ્ટિથી પૂર્ણ અર્થનો બોધ ઉપચારના પરિહારપૂર્વક મુખ્યવૃત્તિથી જ થાય છે અને નયવાદના વચનથી મુખ્યવૃત્તિ અને ઉપચારવૃત્તિથી પૂર્ણ અર્થનો બોધ થાય છે.