SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪ | ગાથા-૧૦ થી ૧૩ “પર્વ=આ રીતે=સમ્મતિ'ની પ્રસ્તુત ગાથાથી પૂર્વની ગાથામાં કહ્યું એ રીતે, મFપન્ના =અર્થપર્યાયમાં, સત્તવમuો વયાપદો દો સાત વિકલ્પોરૂપ વચનપથ થાય. વિંનપજ્ઞાણ પુF=વળી, વ્યંજનપર્યાયમાં, સવગણો બ્રિમણો =સવિકલ્પ અને નિવિકલ્પ – બે વિકલ્પ છે.” (સમ્મતિ, પ્રથમ કાંડ, શ્લોક-૪૧) એનો અર્થ=સમ્મતિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે. આ રીતે=પૂર્વોક્ત પ્રકારે સમ્મતિની આ ગાથાથી પૂર્વની ગાથામાં કહ્યું એ રીતે, સાત વિકલ્પ–સાત પ્રકારે, વચનપથ=સપ્તભંગીરૂપ વચનમાર્ગ, તે અર્થપર્યાયવિષયક અસ્તિત્વ-નાસ્તિત્વરૂપના વિષયક, થાય. વ્યંજનપર્યાયવિષયક જે ઘટકુંભાદિની શબ્દવાચ્યતા, તેના વિષયમાં, સવિકલ્પ=વિધિરૂપ, અને નિર્વિકલ્પ=નિષેધરૂપ, એ બે જ ભાંગા થાય, પરંતુ અવક્તવ્યાદિ ભાંગાઓ થાય નહીં. અવક્તવ્યાદિ ભાંગાઓ કેમ થાય નહીં ? તેથી કહે છે – જે માટે અવક્તવ્ય અને શબ્દનો વિષય="અવક્તવ્ય ભાંગો અને કુંભાદિ શબ્દની વાચ્યતારૂપ શબ્દનો વિષય, કહીએ તો વિરોધ થાય. અથવા, સવિકલ્પ=વ્યંજનપર્યાયમાં સવિકલ્પરૂપ ભાંગો, શબ્દનય અને સમભિરૂઢનયના મતે અને નિર્વિકલ્પરૂપ ભાંગો એવંભૂતનયતા મતે એમ બે ભાંગા જાણવા=વ્યંજનપર્યાયના બે ભાંગા જાણવા. અર્થનય વ્યંજનપર્યાયને સ્વીકારનાર વ્યંજનનય કરતાં ભિન્ન એવો અર્થમય, પ્રથમ ચારને સ્વીકારે છે=ૌગમાદિ પ્રથમના ચાર નયને સ્વીકારે છે, તે તો વ્યંજલપર્યાય માટે નહીં પ્રથમના ચાર નયો વ્યંજનપર્યાય માને નહીં. તે માટે તે તયની=પ્રથમના ચાર નથની, અહીં વ્યંજનપર્યાયમાં, પ્રવૃત્તિ નથી. અધિક અનેકાત્ત વ્યવસ્થા'થી જાણવું. ભાવાર્થ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સપ્તભંગીનો નિયમ બતાવ્યો અને જ્યાં પ્રદેશ, પ્રસ્થાકાદિના વિષયમાં ભિન્ન ભિન્ન વિચારો છે ત્યાં અનેક સપ્તભંગી છે તેમ કહ્યું. હવે એ વિષયમાં પોતાને શું લાગે છે ? તે બતાવે બધા નયોના અર્થના પ્રતિપાદનના તાત્પર્યથી બોલાયેલું અધિકરણવાક્ય એ પ્રમાણવાક્ય છે. આ લક્ષણને સામે રાખીને વિચારીએ તો પ્રદેશના વિષયમાં “સ્યા છના પ્રદેશો છે, ચાતુ પાંચના પ્રદેશો છે, સાત્ પંચવિધ પ્રદેશો છે, સ્યાત્ ભાજ્ય પ્રદેશો છે, સ્યાત્ ધર્મનો પ્રદેશ છે અથવા પ્રદેશ જ ધર્મ છે, સ્યા પ્રદેશ જ ધર્મ છે, સ્યાતું અખંડ જ દ્રવ્ય છે, પ્રદેશ નથી” એ પ્રમાણવાક્ય થાય. આ રીતે કોઈ પણ વસ્તુનો સર્વનયોથી અર્થ કરીને સ્વાત્કારપૂર્વક કહેવામાં આવે તો તે પ્રમાણવાક્ય બને. આથી જ સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યગું ચારિત્રને મોક્ષમાર્ગ કહેનાર વાક્ય પ્રમાણવાક્ય બને છે; કેમ કે “જ્ઞાત્વી અગ્રુત્ય કેરળ" એ શાસ્ત્રવચન અનુસાર કોઈ પુરુષ મોક્ષમાર્ગને અનુકૂળ ઉચિત જ્ઞાન મેળવીને “આ જ માર્ગ સેવવા જેવો છે તેવી રુચિ કરીને તે પ્રકારની અંતરંગ પરિણતિ થાય એવી ઉચિત પ્રવૃત્તિ કરે તો તે ત્રણના સમુદાયરૂપ મોક્ષગમનને અનુકૂળ માર્ગ બને છે.
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy