________________
૧૪૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪/ ગાથા-૧૦ થી ૧૩
ગુરુ કહઈ છઈતિહાં પણિ-એક નવાર્થનો મુખ્યપણ વિધિ, બીજા સર્વનો નિષેધ, ઈમ લેઈ પ્રત્યેષ્ઠિ અનેક સપ્તભંગી કી જઈ. ટબાર્થ
શિષ્ય પૂછે છે – જયાં બે જ નયના વિષયની વિચારણા છે=દ્રવ્યાર્થિકાય અને પર્યાયાધિકતય આદિ પ્રતિસ્પર્ધી એવાં બે જ વયની વિચારણા છે, ત્યાં એકને મુખ્ય અને એકને ગૌણ ભાવે ગ્રહણ કરીએ તો સપ્તભંગી થાય. પણ જ્યાં પ્રદેશ, પ્રસ્થક આદિ= આદિ' પદથી વસતિની વિચારણા છે, ત્યાં સાત, છ, પાંચ વગેરે નયના ભિન્ન ભિન્ન વિચારો છે ત્યાં, સાતથી અધિક ભાંગા પ્રાપ્ત થાય તે વખતે સપ્તભંગીનો નિયમ કઈ રીતે રહે? અર્થાત્ રહી શકે નહીં.
તેને ગુરુ કહે છે –
ત્યાં પણ= પ્રદેશાદિ સ્થાનોમાં પણ, એક નયનો અર્થ મુખ્યપણે વિધિરૂપે અને બીજા સર્વનો નિષેધરૂપે, એ પ્રમાણે ગ્રહણ કરીને પ્રત્યેકની=પ્રદેશ પ્રસ્થાદિ પ્રત્યેકની, અનેક સપ્તભંગી કરવી જોઈએ.
ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આદિ પ્રતિસ્પર્ધી એવાં બે નયોને ગ્રહણ કરીને સપ્તભંગી બતાવી. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે, કોઈ એક વસ્તુનો પરિપૂર્ણ બોધ કરવા અર્થે બે નયની વિચારણા હોય ત્યાં દરેક ભાંગામાં એક નયને મુખ્ય કરીને અને બીજા નયને ગૌણ કરીને ભાંગા કરવામાં આવે છે. તે રીતે સાત ભાંગા પ્રાપ્ત થાય છે. તે સાત ભાંગાથી તે વસ્તુનો પરિપૂર્ણ યથાર્થ બોધ થાય છે. માટે પરિપૂર્ણ યથાર્થ બોધ કરવા અર્થે સપ્તભંગીની વિચારણા બે નયોને સામે રાખીને થઈ શકે, પરંતુ પ્રદેશ, પ્રસ્થક અને વસતિના વિષયમાં નૈગમાદિ નયોના ભિન્ન ભિન્ન વિચારો પ્રાપ્ત થાય છે. તે સ્થાનમાં પ્રદેશનો પરિપૂર્ણ યથાર્થ બોધ કરવા માટે સાતથી અધિક ભાંગાની પ્રાપ્તિ થશે. તે આ રીતે :
અહીં પ્રદેશાદિ વિષયક નયોની માન્યતા આ પ્રમાણે છે. (૧) પ્રદેશવિષયક નયોની માન્યતા :
(૧) નૈગમનય – ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના, આકાશાસ્તિકાયના, જીવાસ્તિકાયના અને પુદ્ગલના સ્કંધોના અને તે પાંચેયના દેશના એમ છએના પ્રદેશને સ્વીકારે છે.
(૨) સંગ્રહનય – ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના, આકાશાસ્તિકાયના, જીવાસ્તિકાયના અને પુદ્ગલના સ્કંધોના એ પાંચના પ્રદેશને સ્વીકારે છે.
(૩) વ્યવહારનય પાંચના પ્રદેશને સ્વીકારતો નથી, પરંતુ પંચવિધ પ્રદેશને=પાંચ પ્રકારના પ્રદેશને સ્વીકારે છે.
(૪) ઋજુસૂત્રનય ભાજ્યપ્રદેશને સ્વીકારે છે. અર્થાત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, અધર્માસ્તિકાયનો