________________
૧૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧૦ થી ૧૩ તે તે મનુષ્યમાં વિશ્રાંત એવી તેની આકૃતિ આદિનો પરસ્પર ભેદ છે ત્યાં પણ મનુષ્યના ભેદાભેદને આશ્રયીને સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, જેમ મનુષ્યને આશ્રયીને ભેદાભેદની વિચારણા કરી તેમ દરેક જીવોમાં ચૈતન્યરૂપે સાદશ્ય છે. તેથી દ્રવ્યાર્થિકનયથી સર્વ આત્મામાં અભેદ છે અને પર્યાયાર્થિકનયથી સર્વ આત્મામાં પરસ્પર ભેદ છે. તેથી ‘આત્માના ભેદાભેદને' આશ્રયીને પણ સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સર્વ દ્રવ્યોમાં દ્રવ્યત્વરૂપ સાદૃશ્ય છે. તેથી જગતનાં સર્વ દ્રવ્યોમાં પણ પરસ્પર અભેદ છે અને પર્યાયાર્થિકનયથી સર્વ દ્રવ્યોમાં પરસ્પર ભેદ છે. તેથી ‘દ્રવ્યના ભેદાભેદને’ આશ્રયીને પણ સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, એક આત્માને આશ્રયીને વિચારીએ તો દ્રવ્યથી આત્મા એક છે અને તે આત્મામાં વર્તતા ગુણોથી તે આત્મા અનેક છે અથવા તે આત્મામાં વર્તતા પ્રદેશોથી તે આત્મા અનેક છે. તેથી એક આત્માને આશ્રયીને દ્રવ્યાર્થિકનયથી એક અને પર્યાયાર્થિકનયથી અનેક સ્વીકારીને ‘એક-અનેક’ની સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, સર્વ આત્માઓમાં સાદ્દશ્ય છે. તેથી દ્રવ્યાર્થિકનયથી સર્વ આત્માઓને એક સ્વીકારીએ અને પર્યાયાર્થિકનયથી સર્વ આત્માઓમાં વિશ્રાંત એવું તેમનું સ્વરૂપ ભિન્ન છે તેથી આત્મા અનેક છે. તેથી સર્વ આત્માને આશ્રયીને ‘એક-અનેક’ની સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, સંસારી જીવો શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધ છે અને વ્યવહારનયથી અશુદ્ધ છે અથવા સંસારી જીવો પર્યાયાર્થિકનયને અવલંબી એવાં નિશ્ચયનયથી શુદ્ધ છે અને વ્યવહારનયથી અશુદ્ધ છે. તેથી કોઈ સંસારી જીવને આશ્રયીને બે નયોને ગ્રહણ કરીને ‘શુદ્ધાશુદ્ધ'ની સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, સિદ્ધના આત્માઓ વર્તમાનમાં સર્વથા કર્મરહિત હોવા છતાં ભૂતપૂર્વ નયની દૃષ્ટિથી અર્થાત્ પૂર્વમાં થયેલા તેઓના સંસારી પર્યાયને જોનારી દૃષ્ટિથી અશુદ્ધ છે અને વર્તમાનમાં સર્વ નયોથી શુદ્ધ છે. તેથી સિદ્ધના આત્માને આશ્રયીને ‘શુદ્ધાશુદ્ધ'ની સપ્તભંગી પ્રાપ્ત થાય છે.
વળી, દરેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તેથી કોઈ પણ જીવ કે કોઈપણ દ્રવ્યને ગ્રહણ કરીને દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને આશ્રયીને ‘નિત્યાનિત્ય'ની સપ્તભંગી પ્રાપ્ત થાય છે. ||૪/૧૦-૧૧-૧૨||
ઢબો ઃ
શિષ્ય પુછઈ છઈં—જિહાં બે જ નયના વિષયની વિચારણા હોઈ, તિહાં એક એક ગૌણ-મુખ્યભાવઈ સપ્તભંગી થાઓ, પણિ જિહાં પ્રદેશ, પ્રસ્થકાદિ વિચા સાત, છ, પાંચ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હોઈ, તિહાં અધિક ભંગ થાઈ, તિવાર સપ્તભંગીનો નિયમ કિમ રહઈ ?
-