________________
૧૪૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪/ ગાથા-૧૦ થી ૧૩ પ્રદેશ છે, આકાશાસ્તિકાયનો પ્રદેશ છે, જીવાસ્તિકાયનો પ્રદેશ છે અને પુદ્ગલના સ્કંધોનો પ્રદેશ છે. એ પ્રમાણે પાંચેના ભાજ્યપ્રદેશને સ્વીકારે છે.
(૫) શબ્દનય ધર્મમાં ધર્મનો પ્રદેશ છે એમ સ્વીકારે છે અર્થાતુ ધર્માસ્તિકાયમાં ધર્મનો પ્રદેશ છે અથવા પ્રદેશ ધર્મ છે=પ્રદેશ ધર્મરૂપ જ છે એમ સ્વીકારે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાયમાં અધર્મનો પ્રદેશ છે અથવા પ્રદેશ અધર્મરૂપ જ છે, આકાશાસ્તિકાયમાં આકાશનો પ્રદેશ છે અથવા પ્રદેશ આકાશરૂપ જ છે, જીવાસ્તિકાયમાં જીવનો પ્રદેશ છે અથવા પ્રદેશ જીવરૂપ જ છે અને સ્કંધમાં સ્કંધનો પ્રદેશ છે અથવા પ્રદેશ સ્કંધરૂપ જ છે એ પ્રમાણે પ્રદેશને સ્વીકારે છે.
(૯) સમભિરૂઢનય પ્રદેશ ધર્મ જ છે=ધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ જ છે, એમ સ્વીકારે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયરૂપ જ છે, આકાશાસ્તિકાયનો પ્રદેશ આકાશાસ્તિકાયરૂપ જ છે, જીવનો પ્રદેશ નો જીવ છે, સ્કંધનો પ્રદેશ નોસ્કંધ છે એ પ્રમાણે પ્રદેશને સ્વીકારે છે.
(૭) એવભૂતનય કહે છે કે દેશ, પ્રદેશની કલ્પનાથી રહિત અખંડ જ વસ્તુ છે.
(૨) પ્રસ્થક વિષયક નયોની માન્યતા - મગધ દેશમાં ધાન્યને માપવાના પ્રસિદ્ધ એવાં સાધનવિશેષને પ્રસ્થક કહેવાય છે.
(૧) નૈગમનય :- પ્રસ્થક માટે કોઈ પુરુષ વનમાં ગમન કરતો હોય, લાકડાને છેદતો હોય, લાકડું લાવીને પ્રસ્થક આકાર માટે ક્ષણન કરતો હોય=લાકડાને છોલતો હોય, ઉત્કિરણ કરતો હોય, લેખન કરતો હોય – એ બધા પ્રસ્થક પર્યાયના આવિર્ભાવને અનુકૂળ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરના શુદ્ધ નગમનયના ભેદો છે. તેથી તે સર્વ પ્રવૃત્તિને નગમનય “પ્રસ્થક કરું છું એમ કહે છે.
(૨) વ્યવહારનય :- વ્યવહારનયનો પણ આ જ માર્ગ છે. અર્થાત્ વનગમનાદિકાળમાં અશુદ્ધ વ્યવહારનય “પ્રસ્થક કરું છું એમ સ્વીકારે છે અને લાકડાને લઈને પ્રસ્થક બનાવવાની ક્રિયાકાળમાં શુદ્ધ વ્યવહારનય “પ્રસ્થક કરું છું' એમ સ્વીકારે છે.
(૩) સંગ્રહનય :- સંગ્રહનય વિશુદ્ધ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર સ્વીકારતો નથી અને કાર્યના અકરણકાળમાં પ્રસ્થક સ્વીકારતો નથી. તેથી પ્રસ્થકના કાર્યના કરણકાળમાં જ પ્રસ્થક સ્વીકારે છેસંપન્ન થયેલ પ્રસ્થક ધાન્ય માપવાની ક્રિયા કરતું હોય ત્યારે જ તેને પ્રસ્થક સ્વીકારે છે.
(૪) ઋજુસૂત્રનય :- નિષ્પન્ન સ્વરૂપવાળું, ધાન્ય માપવાની ક્રિયાનો હેતુ એવો પ્રસ્થક અને પ્રસ્થ કથી મપાયેલા ધાન્ય બંનેને ઋજુસૂત્રનય પ્રસ્થક સ્વીકારે છે.
(૫) શબ્દનય, (૯) સમભિરૂઢનય અને (૭) એવંભૂતનય - પ્રસ્થકના જાણનારનો પ્રસ્થકનો ઉપયોગ અથવા પ્રસ્થક બનાવનારનો પ્રસ્થકનો ઉપયોગ એ પ્રસ્થક છે તેમ આ ત્રણે નયો સ્વીકારે છે.
(૩) વસતિ વિષયક નિયોની માન્યતા :- વસતિ એટલે આધારતા. (૧) નૈગમનય અને (૨) વ્યવહારનયઃ- લોકમાં, તિર્યલોકમાં, જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ભરતક્ષેત્રના