________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૪| ગાથા-૧૦ થી ૧૩.
૧૪૩ નયની અર્પણ કરાય, પછી બેઉ નયની એક સાથે અર્પણ કરીએ તે વખતે “કથંચિત ભિન્ન અભિન્ન અવક્તવ્ય' એમ કહેવાય=એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન, કથંચિત અભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય છે' એમ સાતમો ભાંગો પ્રાપ્ત થાય.
એ ભેદભેદ પર્યાયમાં સપ્તભંગી જોડી, એમ સર્વત્ર જોડવીનિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ, એક-અનેક આદિમાં જોડવી.
ગાથા-૧૦થી શરૂ કરીને ગાથા-૧૩ના ઉપર્યુક્ત ટબા સુધી ભેદભેદની સપ્તભંગી બતાવી છે. તેથી તેનો ભાવાર્થ સંયુક્ત રીતે હવે બતાવવામાં આવે છે. ગાથા-૧૩નો બાકીનો ટબો પાછળથી બતાવવામાં આવશે.
ભાવાર્થ :
સપ્તભંગી “અસ્તિનાસ્તિ'ની, “ભેદભેદ'ની, “શુદ્ધાશુદ્ધની, નિત્યાનિત્યની, અને “એક-અનેક'ની થાય છે, તેમાં “અસ્તિનાસ્તિની સપ્તભંગી “પદાર્થ ભાવાભાવાત્મક છે” તેને આશ્રયીને થાય છે; કેમ કે દરેક પદાર્થો પોતાના સ્વરૂપે ભાવાત્મક છે, પરસ્વરૂપે અભાવાત્મક છે અને આ “અસ્તિનાસ્તિી યુપ્તભંગીમાં નયની દૃષ્ટિથી “અસ્તિનાસ્તિ'નો વિકલ્પ નથી, પરંતુ સ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ વિકલ્પ છે. તેથી તે સપ્તભંગી ગાથા-૯માં બતાવેલ તે રીતે કોઈપણ પદાર્થને ત્રેવડીને જ થઈ શકે, અન્ય રીતે થઈ શકે નહીં અને “ભેદભેદની સપ્તભંગી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને આશ્રયીને થાય છે. તેથી ત્યાં કોઈ પદાર્થને ત્રેવડીને ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ દ્રવ્યાર્થિકનયની અને પર્યાયાર્થિકનયની ક્રમસર અર્પણા કે એકદા અર્પણાને આશ્રયીને થાય છે. તેથી પ્રથમ ભાંગામાં કેવલ પર્યાયાર્થિકનયની અર્પણ કરાય છે, બીજા ભાગમાં કેવલ દ્રવ્યાર્થિકનયની અર્પણ કરાય છે, ત્રીજા ભાંગામાં દ્રવ્યાર્થિકનયની અને પર્યાયાર્થિકનયની ક્રમસર અર્પણ કરાય છે. પરંતુ “અસ્તિનાસ્તિમાં જેમ એક અંશસ્વરૂપે અને એક અંશ પરરૂપે ગ્રહણ થાય છે તેમ અહીં ‘ભેદભેદમાં પદાર્થનો અંશ ગ્રહણ કરીને ભાંગા થતા નથી. વળી, ચોથા ભાંગામાં એકદા ઉભયનયની અર્પણ કરાય છે. પાંચમા ભાંગામાં ક્રમસર પર્યાયાર્થિકનય અને ઉભયનયની અર્પણ કરાય છે. છઠ્ઠા ભાંગામાં કમસર દ્રવ્યાર્થિકનય અને ઉભયનયની અર્પણ કરાય છે. સાતમા ભાંગામાં ક્રમસર બે નયની અર્પણા અને ઉભયનયની અર્પણ કરાય છે.
આ રીતે કોઈ એક વસ્તુને ગ્રહણ કરીને તે વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાયના ભેદભેદને આશ્રયીને સાત ભાંગાઓ પ્રાપ્ત થાય છે. તે આ રીતે :
(૧) પર્યાયાર્થિકનયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન છે. (૨) દ્રવ્યાર્થિકનયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાય કથંચિત્ અભિન્ન છે. (૩) ક્રમસર પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક બંને નયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્નભિન્ન છે.
(૪) ક્રમ વગર એકસાથે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાય ભેદભેદરૂપે અવાચ્ય બને છે.