________________
૧૪૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪| ગાથા-૧૦ થી ૧૩ (૫) પ્રથમ પર્યાયાર્થિકનયની અર્પણા અને ઉત્તરમાં ઉભયનયની અર્પણાથી વિચારણા કરવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય પ્રાપ્ત થાય.
(૯) પ્રથમ દ્રવ્યાર્થિકનયની અર્પણા અને ઉત્તરમાં ઉભયનયની અર્પણાથી વિચારણા કરવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાય કથંચિતું અભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય પ્રાપ્ત થાય.
(૭) અનુક્રમથી પ્રથમ બેઉ નયની અર્પણ અને ઉત્તરમાં ક્રમ વગર એકસાથે બેઉ નયની અર્પણાથી વિચારણા કરવામાં આવે ત્યારે દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન અને કથંચિત્ અવક્તવ્ય પ્રાપ્ત થાય.
આ સાત ભાંગાનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે –
(૧) પર્યાયાર્થિકનય ભેદને સ્વીકારનાર છે. તેથી કોઈ એક વસ્તુને તેના દ્રવ્યગુણપર્યાયરૂપ લક્ષણને આશ્રયીને પર્યાયાર્થિકનયથી જોવામાં આવે તો તે દ્રવ્યગુણપર્યાયનો ભેદ જ પ્રાપ્ત થાય; કેમ કે દ્રવ્યનું લક્ષણ જુદું છે, ગુણનું લક્ષણ જુદું છે અને પર્યાયનું લક્ષણ જુદું છે. તેથી તે લક્ષણોને ભિન્ન રીતે જોનારી પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી તે વસ્તુ દ્રવ્યગુણપર્યાયરૂપે કથંચિત્ ભિન્ન છે એ રૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય.
(૨) દ્રવ્યાર્થિકનય અભેદને સ્વીકારનાર છે. તેથી કોઈ એક વસ્તુ દ્રવ્યગુણપર્યાયરૂપ હોવા છતાં અભિન્ન જ છે. કેમ દ્રવ્યગુણપર્યાય અભિન્ન છે ? તેને ટબામાં સ્પષ્ટ કરે છે. ગુણ અને પર્યાય એ દ્રવ્યના જ આવિર્ભાવ અને તિરભાવ છે અર્થાત્ તે દ્રવ્ય કોઈક સ્વરૂપે આવિર્ભાવ પામે છે અને કોઈક સ્વરૂપે તિરોભાવ પામે, તે દ્રવ્યનો પર્યાય છે. માટે દ્રવ્યથી પૃથફ નથી અને ગુણ પણ તે દ્રવ્યસ્વરૂપ જ છે, પરંતુ દ્રવ્યથી પૃથફભૂત નથી. તેથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્યગુણપર્યાય કથંચિતું અભિન્ન છે. એ રૂપ બીજો ભાંગો પ્રાપ્ત થાય.
(૩) કોઈ વ્યક્તિને જિજ્ઞાસા થાય કે વસ્તુમાં રહેલ દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદ છે કે અભેદ છે? એ જિજ્ઞાસામાં પર્યાયાર્થિકનયની અર્પણ કરીએ ત્યારે દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન છે તેમ પ્રાપ્ત થયું; કેમ કે પર્યાયાર્થિકનયની અર્પણ કરીએ ત્યારે દ્રવ્યાર્થિકનયની અનર્પણા છે તે બતાવવા માટે કથંચિતુ ભિન્ન છે એમ કહેવું આવશ્યક છે અને દ્રવ્યાર્થિકનયની અર્પણ કરીએ ત્યારે પર્યાયાર્થિકનયની અનપણા છે તે બતાવવા માટે કથંચિત્ અભિન્ન છે એમ કહેવું આવશ્યક છે. હવે બેઉ નયની ક્રમસર અર્પણ કરીએ તો, પ્રથમ દ્રવ્યાર્થિકનયની અર્પણાથી કથંચિત્ અભિન્ન પ્રાપ્ત થાય અને પછી પર્યાયાર્થિકનયની અર્પણાથી કથંચિત્ ભિન્ન પ્રાપ્ત થાય. તેથી બેઉ નયની ક્રમસર અર્પણા દ્વારા દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે એ રૂપ ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય.
આ ભાંગામાં પણ પ્રથમ દ્રવ્યાર્થિકનયની અર્પણ કરીએ ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ બને છે અને પછી પર્યાયાર્થિકનયની અર્પણ કરીએ ત્યારે દ્રવ્યાર્થિકનય ગૌણ બને છે. તે બતાવવા માટે કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન એમ કહેલ છે.