________________
૧૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪| ગાથા-૯ તે ઘટમાં નથી. તેથી પર-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ગ્રહણ કરીએ ત્યારે ઘટ નથી' એમ કહેવાય છે.
આમ, એકના એક ઘટને આશ્રયીને “કોઈક અપેક્ષાએ ઘટ છે અને કોઈક અપેક્ષાએ ઘટ નથી એમ બે ભાંગાની પ્રાપ્તિ થાય છે.
(૩) હવે તે જ ઘટને ગ્રહણ કરીને સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ બંનેને સામે રાખીને એકસાથે કહેવાની વિવાથી પ્રયત્ન કરવામાં આવે ત્યારે તે ઘટ કોઈ શબ્દોથી કહી શકાતો નથી તેથી તે ઘટ અવક્તવ્ય બને છે.
અહીં પ્રશ્ન થાય કે, એક સાથે બે કેમ કહી શકાય નહીં ? તેથી કહે છે –
તે ઘટમાં વર્તતા સ્વદ્રવ્યાદિરૂપ પર્યાયો અને પરદ્રવ્યાદિરૂપ પર્યાયો એ બંને પર્યાયો એકસાથે એક શબ્દથી મુખ્યરૂપે કહી શકાતા નથી.
આ રીતે એક પૂર્ણ ઘટને આશ્રયીને ત્રણ ભાંગાઓની પ્રાપ્તિ થઈ.
(૪) હવે તે ઘટને ગ્રહણ કરીને તે ઘટના બે અંશની કલ્પના કરવામાં આવે અને તે ઘટના એક અંશમાં સ્વરૂપથી વિરક્ષા કરવામાં આવે અને બીજા અંશમાં પરરૂપથી વિવક્ષા કરવામાં આવે ત્યારે ‘ઘટ છે' અને “ઘટ નથી” એમ ચોથો ભાંગો પ્રાપ્ત થાય.
(૫) વળી, તે ઘટના બે અંશોને જ ગ્રહણ કરીને એક અંશમાં સ્વરૂપથી વિવક્ષા કરવામાં આવે અને તેના બીજા અંશમાં એકસાથે સ્વરૂપથી અને પરરૂપથી એમ ઉભયથી વિવક્ષા કરવામાં આવે ત્યારે તે ઘટ છે અને ઘટ અવાચ્ય છે' એમ પાંચમો ભાંગો પ્રાપ્ત થાય.
() વળી, તે ઘટના આ બે અંશોને જ ગ્રહણ કરીને તે ઘટના એક અંશને પરરૂપથી વિરક્ષા કરવામાં આવે અને તેના બીજા અંશમાં એકસાથે સ્વરૂપથી અને પરરૂપથી એમ ઉભયથી વિવક્ષા કરવામાં આવે ત્યારે તે ઘટ નથી અને ઘટ અવાચ્ય છે' એમ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય.
આ રીતે ઘટના બે અંશોને ગ્રહણ કરીને ત્રણ ભાંગા થાય.
(૭) હવે તે ઘટને ફરી ગ્રહણ કરીને ત્રણ અંશો પાડવામાં આવે અને એક અંશને સ્વરૂપથી વિવક્ષા કરવામાં આવે, બીજા અંશને પરરૂપથી વિવક્ષા કરવામાં આવે અને ત્રીજા અંશને એકસાથે સ્વરૂપથી અને પરરૂપથી એમ ઉભયથી વિવક્ષા કરવામાં આવે ત્યારે ઘટ છે, ઘટ નથી અને ઘટ અવાચ્ય છે' એમ સાતમો ભાંગો પ્રાપ્ત થાય.
અહીં વિશેષ એ છે કે કોઈપણ વસ્તુમાં રહેલા એક પર્યાયને સામે રાખીને શ્રુતના બળથી તેનું સ્વરૂપ જાણવામાં આવે તે વિચારકને સાત પ્રકારની જિજ્ઞાસા થઈ શકે છે. તે સાત પ્રકારની જિજ્ઞાસાને અનુરૂપ સાત પ્રશ્નો થાય છે અને તે સાત પ્રશ્નોના સાત ઉત્તર પ્રાપ્ત થાય છે, જે સાત ઉત્તરો આ સાત ભાંગારૂપ છે અને આ સાત ભાંગાથી તે વસ્તુમાં રહેલા એક પર્યાયનો પરિપૂર્ણ બોધ થાય છે અને તેં એક વસ્તુમાં રહેલા અન્ય અન્ય પર્યાયોને આશ્રયીને અન્ય અન્ય સપ્તભંગીઓ થાય છે અને એક વસ્તુમાં રહેલા અનંત પર્યાયોને આશ્રયીને અનંત સપ્તભંગીઓ થાય છે. ll૪/લા