________________
૧૩૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૯ ભાવોનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, રૂપવિશિષ્ટઘટને સ્વ કરીને અને રસવિશિષ્ટઘટને પાર કરીને વિવક્ષા કરીએ, ત્યારે પણ, સ્વ અને પારને આશ્રયીને અલગ સપ્તભંગીઓ પ્રાપ્ત થાય.
(૪) વળી, ક્ષેત્રઘટને સ્વ કરીને અને દ્રવ્યઘટને પાર કરીને વિવશ કરીએ ત્યારે સ્વ અને પારને આશ્રયીને એક સપ્તભંગી થાય.
અહીં જે ક્ષેત્રમાં ઘડો રહેલો છે તે ક્ષેત્રને પ્રધાન કરીને તે ક્ષેત્રથી વિશિષ્ટ એવાં ઘટને સ્વ કરીને અને તે ક્ષેત્રમાં વિદ્યમાન મૃદ્ધવ્યથી વિશિષ્ટ એવાં ઘટને પર કરીને વિવક્ષા કરીએ ત્યારે ક્ષેત્ર અને દ્રવ્યને આશ્રયીને આ સપ્તભંગી થાય.
(૫) વળી, ક્ષેત્રઘટને સ્વ કરીને અને કાળઘટને પાર કરીને વિવક્ષા કરીએ ત્યારે સ્વ અને પારને આશ્રયીને એક સપ્તભંગી થાય.
અહીં જે ક્ષેત્રમાં કોઈ ઘડો રહેલો હોય તે ક્ષેત્રથી વિશિષ્ટ તે ઘડો છે તેમ કહીએ ત્યારે તે ઘડો જે કાળમાં રહેલો છે તે કાળમાં તે ઘડો હોવા છતાં તે કાળઘટને પરરૂપે, વિવફા કરીએ અને ક્ષેત્રઘટને સ્વરૂપે વિવક્ષા કરીએ ત્યારે “ક્ષેત્રઘટ છે, કાળઘટ નથી.” એમ ‘અસ્તિ-નાસ્તિ'ના વિકલ્પની પ્રાપ્તિ થાય અને એ રીતે આ સપ્તભંગી થાય.
આ રીતે અન્ય પણ પરસ્પર સંયોગોથી ‘અસ્તિનાસ્તિના જે વિકલ્પો સંભવિત હોય તે ગ્રહણ કરવામાં આવે તો ‘અસ્તિનાસ્તિના ઘણા વિકલ્પો પ્રાપ્ત થાય. તેથી તેને આશ્રયીને પણ ‘અસ્તિનાસ્તિ'ના વિકલ્પોની પ્રાપ્તિ થાય.
આ રીતે અસ્તિનાસ્તિના બે વિકલ્પોની પ્રાપ્તિ કર્યા પછી ગ્રંથકારશ્રી સ્વયં ઘટદ્રવ્યમાં એક સપ્તભંગીને જોડીને બતાવે છે. તે રીતે પૂર્વમાં જે “અસ્તિનાસ્તિ'ના વિકલ્પો પ્રાપ્ત થયા ત્યાં પણ સાત ભાંગાની પ્રાપ્તિ થાય. માટે અનેક સપ્તભંગીઓ પ્રાપ્ત થાય છે. તેથી જ ટબમાં કહ્યું કે, “એમ પ્રત્યેક સપ્તભંગી પણ ક્રોડો પ્રાપ્ત થાય છે.”
હવે લોકમાં કંબુગ્રીવાદિ પર્યાયથી યુક્ત ઘટ પ્રસિદ્ધ છે તે ઘટમાં સપ્તભંગી જોડીને ગ્રંથકારશ્રી બતાવે છે અને આ સપ્તભંગી કરવા અર્થે એક ઘટને ત્રણ વખત ગ્રહણ કરવામાં આવે છે.
(૧) સૌ પ્રથમ તે ઘટને ગ્રહણ કરીને સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ તે ઘટ છે તેમ અસ્તિત્વનો એક ભાગો પ્રાપ્ત થાય છે. જેમાં તે ઘટમાં વર્તતા મૃદુના પુદ્ગલોરૂપ દ્રવ્ય, જે ક્ષેત્રમાં તે ઘટ ઉત્પન્ન થયો હોય તે ક્ષેત્ર, જે કાળમાં તે ઘટ વિદ્યમાન હોય તે કાળ અને તે ઘટમાં વર્તતા જે ભાવો હોય તે ભાવો-સર્વને સ્વ કરીને ગ્રહણ કરીએ ત્યારે “ઘટ છે' એમ કહેવાય છે.
(૨) વળી, તે જ ઘટને ગ્રહણ કરીને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ તે ઘટ નથી તેમ નાસ્તિત્વનો બીજો ભાંગો પ્રાપ્ત થાય છે, જેમાં તે ઘટ માટીના જે પુદ્ગલોથી બન્યો છે તેનાથી અન્ય પુદ્ગલોરૂપ દ્રવ્ય નથી, જે ક્ષેત્રમાં તે ઘટ નિષ્પન્ન થયો છે તેનાથી અન્ય ક્ષેત્રનો તે ઘટ નથી, જે કાળમાં તે ઘટ છે તેનાથી અન્ય કાળમાં તે ઘટ નથી અને તે ઘટમાં જે ભાવો વર્તે છે તેનાથી અન્ય ભાવો