________________
૧૦૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩ | ગાથા-૧૧-૧૨ અને ઘટપટાદિ આકારરૂપ જ જ્ઞાન છે, જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નથી તેમ સ્વીકારીએ તો માત્ર જ્ઞાન સ્વીકારવાથી અનુભવની સંગતિ થાય છે. તેમાં તે દૃષ્ટાંત આપે છે કે સ્વપ્નમાં બાહ્ય પદાર્થો વગર ઘટપટાદિનું જ્ઞાન થઈ શકે છે તેમ સંસારી જીવોને બાહ્ય પદાર્થો વગર ઘટપટાદિ આકારવાળું જ્ઞાન થાય છે અને તેનું જ્ઞાન થવાને કારણે સંસારી જીવો ક્લેશને પામે છે અને દુઃખી થાય છે પરંતુ જ્યારે યોગમાર્ગની સાધનાથી અનાદિની અવિદ્યાની વાસના નાશ પામે છે, ત્યારે ઘટપટાદિ બાહ્ય આકારવાળું જ્ઞાન થતું નથી, માત્ર શુદ્ધ જ્ઞાન, બાહ્યઆકારથી શૂન્ય વર્તે છે. આમ કહીને બાહ્ય પદાર્થોનો યોગાચાર અપલોપ કરે છે.
હવે જો નૈયાયિક કહે કે જ્ઞાનના સ્વભાવને કારણે અતીત ઘટ અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનમાં ભાસે છે, તો તૈયાયિકે સ્વીકારવું જોઈએ કે જ્ઞાનના સ્વભાવને કારણે દેખાતા બાહ્ય પદાર્થો પણ અછતા ભાસે છે, જેમ સ્વપ્નના દૃષ્ટાંતથી યોગાચાર સ્વીકારે છે અને તેમ સ્વીકારવાથી યોગાચારનો મત જ જીતે, જે નૈયાયિકને ઇષ્ટ નથી. તેથી તે મતના નિરાકરણ અર્થે નૈયાયિકે કહેવું જોઈએ કે બાહ્ય પદાર્થ ન હોય તો જ્ઞાન થઈ શકે નહીં. તેથી અતિત ઘટ પણ પર્યાયરૂપે નથી અને દ્રવ્યરૂપે છે માટે તેનું જ્ઞાન થાય છે અને સ્વપ્નમાં પણ સર્વથા અછતા પદાર્થ દેખાતા નથી, પરંતુ જગતમાં વિદ્યમાન જ પદાર્થો જોઈને તે પદાર્થોવિષયક સંસ્કારો આત્મામાં પડેલા છે અને તે સંસ્કારો જાગ્રત થવાથી ઊંઘમાં ઘટપટાદિ દેખાય છે અને તે ઘટપટાદિ જગતમાં વિદ્યમાન છે, સર્વથા અસતું નથી. ફક્ત ચક્ષુથી પ્રત્યક્ષ કરવા માટે પુરોવર્તી ઘટપટાદિની આવશ્યકતા છે. સ્મૃતિ માટે પુરોવર્તી ઘટ ન હોય તો પણ તેની સ્મૃતિ થઈ શકે છે તેમ ઊંઘમાં પણ પુરોવર્તી અવિદ્યમાન જ એવાં કોઈકરૂપે કોઈક સ્થાને વિદ્યમાન જ એવાં ઘટાપટાદિ પદાર્થો દેખાય છે અને તેમ સ્વીકારવાથી સર્વથા અસતુનું જ્ઞાન થતું નથી તેમ સિદ્ધ થાય અને તેમ સિદ્ધ થવાથી સર્વથા અસતું એવાં ઘટાદિ ઉત્પન્ન થતા નથી તેમ સિદ્ધ થાય. તેથી દ્રવ્યમાં સત્ જ એવાં ઘટાદિ ઉત્પન્ન થાય છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારવાથી દ્રવ્યગુણપર્યાયનો અભેદ સિદ્ધ થાય છે. ll૩/૧૫
અવતરણિકા :
અછતાનું જ્ઞાન ન હોઈ, તો “હવણાં મઈ અતીત ઘટ જાણ્ય" ઈમ-કિમ કહવાઈ છઈ?” તે ઉપરિ કહઈ છ0 – અવતરણિતાર્થ -
જો અછતાનું જ્ઞાન ન થાય તો હમણાં મને અતીત ઘટ જણાય છે" એમ કેમ કહેવાય છે? તે ઉપર કહે છે –
ભાવાર્થ :
પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, ભૂતકાળની વસ્તુ સર્વથા અસત્ હોય અને જ્ઞાનમાં ભાસે છે તેમ સ્વીકારીએ તો, સર્વસંસારને જ્ઞાનાકાર માનતો યોગાચાર મત જીતશે. આમ કહીને એ સ્થાપન કર્યું કે, સર્વથા અસત્ પદાર્થનું જ્ઞાન થતું નથી. ત્યાં કોઈ શંકા કરે છે કે જો અછતાનું જ્ઞાન ન થતું હોય તો