________________
૧૦૨
ગાથા :
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૩ | ગાથા-૧૧
અછતું ભાસĚ ગ્યાનનઈં જી, જો “સ્વભાવિ સંસાર;
કહતો જ્ઞાનાકાર” તો જી, જીપઇ યોાચાર રે. ભવિકા॰ ||૩/૧૧//
ગાથાર્થ ઃ
જો અછતું જ્ઞાનમાં ભાસે છે=અછતો એવો અતીત ઘટ જ્ઞાનમાં ભાસે છે, તો સ્વભાવિ=સ્વભાવથી, જ્ઞાનાકાર સંસારને કહેતો યોગાચાર જીતે. II૩/૧૧||
ટબો ઃ
જો જ્ઞાનનઈં સ્વભાવઈ, અછો અર્થ, અતીત ઘટ પ્રમુખ ભાસઈ, એહવું માનિઈં, તો- સારો સંસાર જ્ઞાનાકાર જ છઈ. બાહ્ય આકાર અનાદિ અવિઘા વાસનાઈં અછતા જ ભાસઈ છઈ, જિમ સ્વપ્નમાંહિ અછતા પદાર્થ ભાસઈ છઈ. બાહ્યાકારરહિત શુદ્ધ જ્ઞાન, તે બુદ્ધનઈં જ હોઈ,” ઈમ કહો યોગાચાર નામઈં ત્રીજો બૌદ્ધ જ જીપઈ; તે માટઈ અછતાનું જ્ઞાન ન હોઈ. II૩/૧૧||
>>
ટબાર્થ :
જો જ્ઞાનના સ્વભાવથી અછતો અર્થ=અતીત ઘટ વગેરે અર્થ, ભાસે છે એવું માનીએ=નૈયાયિક કહે છે એવું માનીએ, તો સારો સંસાર જ્ઞાનાકાર જ છે=જ્ઞાનથી અતિરિક્ત દેખાતા બાહ્ય પદાર્થો પરમાર્થથી નથી, પરંતુ સ્વસંવેદનરૂપ જ્ઞાનસ્વરૂપ જ સંસાર છે. બાહ્ય આકાર અનાદિની અવિદ્યા વાસના એ અછતા જ ભાસે છે, જેમ સ્વપ્નમાં અછતા પદાર્થો ભાસે છે. બાહ્ય આકાર રહિત શુદ્ધ જ્ઞાન તે બુદ્ધને જ હોય-એમ કહેતો યોગાચાર નામનો ત્રીજો બૌદ્ધ જીતે=યોગાચાર નામના ત્રીજા બૌદ્ધ મત પ્રમાણે તૈયાયિકે જ્ઞાન અદ્વૈતમત સ્વીકારવો જોઈએ. તે માટે=યોગાચારનો જ્ઞાનઅદ્વૈતમત તૈયાયિકને માન્ય નથી તે માટે, અછતાનું જ્ઞાન થાય નહીં તેમ માનવું જોઈએ. ।।૩/૧૧/
ભાવાર્થ:
બૌદ્ધના ચાર મતો છે. તેમાંથી યોગાચાર નામનો ત્રીજો બૌદ્ધ જ્ઞાનઅદ્વૈતવાદી છે. તેના મતે સંસારી જીવોને અવિદ્યાવાસનાથી બાહ્યઆકારરૂપ જ્ઞાનની સંતતિ પ્રવર્તે છે અને બાહ્યઆકારથી રહિત શુદ્ધ જ્ઞાનની સંતતિ બુદ્ધને પ્રવર્તે છે. વળી, બાહ્યઆકારની જ્ઞાનની સંતતિરૂપ આ સંસાર છે અને સાધના કરીને જેઓ મુક્ત થાય છે, તેઓને શુદ્ધ જ્ઞાનની સંતતિ રહે છે. બાહ્યઆકારવાળી જ્ઞાનની સંતતિ રહેતી નથી. વળી, જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નથી તેમ સ્વીકારવામાં યોગાચાર યુક્તિ આપે છે આત્માને ઘટપટાદિનું જ્ઞાન થાય છે, તેના જ બળથી ઘટપટાદિ બાહ્ય પદાર્થો છે, તેમ લોકો સ્થાપન કરે છે અને તેમ સ્વીકારવામાં ઘટપટાદિ આકારવાળું જ્ઞાન અને ઘટપટાદિ પદાર્થો એમ બે પદાર્થની કલ્પના કરવી પડે છે
-