________________
૧૦૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩| ગાથા-૧૨ અતીત ઘટ હમણાં નથી છતાં “હમણાં મેં તે અતીત ઘટને જાણ્યો છે” એ પ્રકારનો પ્રમાણિક વ્યવહાર થાય છે તે કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં, એ પ્રકારની શંકા ઉપર ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
“હવડાં જાણ્યો અરથ તે જી”, ઇભ અતીત જે જણાઈ;
વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઇ રે. ભવિકા ll૩/૧શા ગાથાર્થ :
“હમણાં જાણ્યો અર્થ તે અતીત છે” એમ જે જણાય છે. વર્તમાન પર્યાયથી=વર્તમાનમાં વિધમાન એવાં ફોયાકારરૂપ પર્યાયથી, વર્તમાનતા થાય તે અતીત ઘટમાં વર્તમાનતા થાય. 13/1રા ટબો :
ર્ત અતીત ઘટ મર્દ હવણાં જાણ્ય”ઈમ જે જણાઈ છઈ, તિહાં દ્રવ્યથી છતા= અતીત, ઘટનઈ વિષઈ, વર્તમાનર્ણથાકારરૂપ-પર્યાયથી “હવણાં” અતીત ઘટ જાર્યો જાઈ છઈ.
અથવા તૈગમનથથી અતીતનઈ વિષઈં વર્તમાનતાનો આરોપ કીજઈ છઈ, પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઈ. [૩/૧થી ટબાર્થ -
“તે અતીત ઘટ મેં હમણાં જાણ્યો" એમ જે જણાય છે, ત્યાં દ્રવ્યથી છતા=અતીત ઘટ તૂટી ગયા પછી માટીરૂપ દ્રવ્યમાં ઠીકરારૂપે વિદ્યમાન છતા, એવાં અતીત ઘટમાં વર્તમાન યાકારરૂપ પર્યાયથી વર્તમાનમાં ઘટરૂપે શેયનો આકાર ઉપસ્થિત કરાવે એ રૂપ પર્યાયથી, હમણાં અતીત ઘટ જાણ્યો જાય છે.
અથવા, વૈગમનયથી અતીતને વિષે અતીત ઘટના વિષયમાં, વર્તમાનતાનો આરોપ કરાય છે તેથી “અતીત ઘટ મેં હમણાં જાણ્યો” એમ બોલાય છે પણ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાય. li૩/૧૨
ભાવાર્થ :
પૂર્વપક્ષી શંકા કરે છે કે જો અછતાનું જ્ઞાન ન થાય તો, વર્તમાનમાં અતીત ઘટ નથી છતાં તૂટેલા ઘટને જોઈને કહેવાય છે કે, “હમણાં મેં અતીત ઘટ જાણ્યો છે” અર્થાત્ “હમણાં મને આ ઠીકરામાં રહેલા ભૂતકાળના ઘટનું જ્ઞાન થાય છે... અને તે વખતે “ઘટ નથી માટે અતીત ઘટનું જ્ઞાન થાય છે તેમ માનવું જોઈએ.” તેને ગ્રંથકારશ્રી કહે છે –