________________
-૯૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૯ દંડાદિક કારણ કહવું, તિહાં ગૌરવ હોઈ. બીજુ અભિવ્યક્તિનું કારણ ચક્ષપ્રમુખ છઈ, પણિ દંડાદિક નથી. તે માટિ અભેદ પક્ષ જ ઘટઈ. દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડાદિભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ, તિહાં ગૌરવ છઈ, તે ન ઘટઈ. ૩/૯IL ટબાર્થ -
અહીં પૂર્વગાથામાં સત્કાર્ય થાય છે એમ સ્થાપન કર્યું એમાં, તૈયાયિક એવું બોલે છે. “અતીત વિષય છે જેને, એવાં જે ઘટાદિ અછત છે તેનું, જેમ જ્ઞાન થાય છે, તેમ ઘટાદિ કાર્ય અછતા જ=ધટનિષ્પત્તિ પૂર્વે અવિદ્યમાન જ, માટી આદિ દળ થકી માટી આદિ ઉપાદાન સામગ્રીથી, સામગ્રી મળેથી–નિમિત્ત સામગ્રી મળે ત્યારે, ઉત્પન્ન થાય છે.
હવે તૈયાયિક ફલિતાર્થ કહે છે –
અછતાની અતીત એવાં અવિદ્યમાન ઘટતી, જ્ઞપ્તિ થાય=બોધ થાય, તો અછતાની=માટી અવસ્થામાં અવિદ્યમાન એવાં ઘટતી, ઉત્પત્તિ કેમ ન થાય? અર્થાત્ અસત્ એવાં ઘટાદિ ઉત્પન્ન થઈ શકે.
વળી, નૈયાયિક પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
“ઘટનું કારણ અમે દંડાદિ કહીએ છીએ એમાં લાઘવ છે. તમારા મતે સત્ એવાં ઘટની નિષ્પત્તિ સ્વીકારનાર એવાં જૈનના મતે, ઘટઅભિવ્યક્તિનું ઘટતું નહીં પણ ઘટઅભિવ્યક્તિનું, દંડાદિ કારણ કહેવું તેમાં ગૌરવ છે. બીજું, અભિવ્યક્તિનું કારણ=ઘટની અભિવ્યક્તિનું કારણ, ચલ વિગેરે છેઃચક્ષ, પ્રકાશ વિગેરે છે. પરંતુ દંડાદિ નથી, તે માટે ઘટનું કારણ દંડાદિ સ્વીકારી શકાય નહીં તે માટે, ભેદ પક્ષ જ છે= માટીમાં ઘટતો ભેદપક્ષ જ ઈષ્ટ છે.”
વળી, નૈયાયિક ભેદપક્ષ સ્થાપન કરે છે ત્યાં જૈનદર્શન કહે કે – માટીમાં દ્રવ્યઘટ સત્ છે અને તેને દંડાદિ અભિવ્યક્ત કરે છે માટે દ્રવ્યઘટઅભિવ્યક્તિનું કારણ દંડાદિ છે અને ઘટ નિષ્પન્ન થયા પછી તે ભાવઘટ છે તેને “આ ઘટ છે એ પ્રકારના બોધરૂપ ઘટઅભિવ્યક્તિનું કારણ ચક્ષુઆદિ છે, માટે સત્કાર્યવાદને સ્વીકારી શકાશે. ત્યાં તૈયાયિક કહે છે કે –
દ્રવ્યઘટની અભિવ્યક્તિનું કારણ=પિંડ અવસ્થામાં દ્રવ્યરૂપે રહેલ ઘટની અભિવ્યક્તિનું કારણ, દંડાદિ છે અને ભાવઘટની અભિવ્યક્તિનું કારણ ચક્ષુઆદિ છે એમ સ્વીકારવામાં ગૌરવ દોષ છે. માટે તે ઘટે નહીં તે પ્રકારનો કાર્યકારણભાવ ઘટે નહીં. ૩/૯ ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સત્કાર્યવાદ નયનું અવલંબન લઈને દ્રવ્યથી ગુણપર્યાયનો અભેદ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં તૈયાયિક કહે છે. “જેમ ભૂતકાળના ઘટાદિ પદાર્થો અત્યારે નથી, છતાં ભૂતકાળમાં જોયેલા ઘટાદિનું વર્તમાનમાં સ્મરણ થાય છે. તેથી અસત્ એવાં પણ ઘટાદિનું જ્ઞાન થઈ શકે છે, તેમ માટી આદિમાં