________________
દ્રવ્યગુણપર્યાયનો રસ ભાગ-૧/ ઢાળ-૩ | ગાથા-૮-૯ અભિન્ન હતી અને તે માટીમાંથી ઘટ આવિર્ભાવ પામે છે, ત્યારે તે માટીના ઘટપર્યાયમાં આવિર્ભાવપર્યાય દેખાય છે અને તે આવિર્ભાવપર્યાય માટીકાળમાં શક્તિરૂપે હતો તેમ અનુભવથી જણાય છે; કેમ કે જો ઘટમાં આવિર્ભાવપર્યાય શક્તિરૂપે ન હોય તો દર્શનનો નિયામક એવો આવિર્ભાવપર્યાય ઘટમાં પ્રગટ થઈ શકે નહીં.
અહીં વિશેષ એ છે કે, પ્રસ્તુત ઢાળમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ બતાવવો છે અને તે અભેદ બતાવવા માટે દ્રવ્યરૂપ કારણથી પર્યાયરૂપ કાર્યનો અભેદ છે તે બતાવવો છે અને તે બતાવવા માટે સત્કાર્યવાદની દૃષ્ટિ જ કારણ છે. વસ્તુતઃ જૈન દર્શન એકાંત સત્કાર્યવાદી પણ નથી અને એકાંત અસત્કાર્યવાદી પણ નથી. પરંતુ નિશ્ચયનયથી સત્કાર્યવાદી પણ છે અને વ્યવહારનયથી અસત્કાર્યવાદી પણ છે, જ્યારે તૈયાયિક તો એકાંત અસત્કાર્યવાદી છે. તેથી કારણથી કાર્યને એકાંત ભિન્ન માને છે માટે સત્કાર્યવાદની દૃષ્ટિએ કાર્યથી કારણનો અભેદ સ્થાપન કરીને તૈયાયિકની યુક્તિનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું છે. ll૩/૮ અવતરણિકા :
ગાથા-૮માં દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ સ્થાપવા માટે ગ્રંથકારશ્રીએ સત્કાર્યવાદને સ્વીકારનાર નયદષ્ટિથી દ્રવ્યમાં વિદ્યમાન જ ગુણપર્યાય સામગ્રીથી અભિવ્યક્ત થાય છે તેમ સ્થાપન કરીને દ્રવ્યથી ગુણપર્યાયનો અભેદ સિદ્ધ કર્યો. ત્યાં અસત્કાર્યને સ્વીકારનાર તૈયાયિક જે કહે છે તે હવે બતાવે છે –
ગાથા :
નવયવ ભાષઇ ઈસ્યું છે, “જિમ અછતાનું રે જ્ઞાન; હોવઇ વિષય અતીતનું જી, સિમ કારય સહિ નાણ રે.”
ભવિકા II3/લા ગાથાર્થ :
નૈયાયિક આ પ્રમાણે કહે છે: “જેમ અતીત વિષય એવાં અછતાનું જ્ઞાન થાય છે તેમ કાર્ય સહી અછતનું કાર્ય થાય છે, એમ નાણ રે એમ તું જાણ.” II3/૯II રબો - - ઈહાં તૈયાયિક એહવું ભાષઈ કઈ– જિમ અતીત વિષય જે ઘટાદિક અછતા જઈ, તેહનું જિમ જ્ઞાન હોઈ, તિમ ઘટાદિક કાર્ય અછતાં જ, કૃતિકાદિક દલથકી સામગ્રી મિલ્યઈ નીપજસ્થઈ. અછતાંની જ્ઞપ્તિ હોઈ તો અછતની ઉત્પત્તિ કિમ ન હોઈ? ઘટનું કારણ દંડાદિક અર્પે કહું છું, તિહાં લાઘવ છઈ, તુમ્હારિ મતિ ઘટાભિવ્યક્તિનું