________________
૯૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૩/ ગાથા-૮ વર્તતો હોય ત્યારે ઘટનું દર્શન થતું નથી છતાં તે માટીને જોઈને વિચારક કહી શકે છે કે, “આ માટીમાં ઘટની યોગ્યતા છે'. તેથી યોગ્યતારૂપે જણાતો ઘટપર્યાય તેમાં અદર્શનનિયામક તિરોભાવપર્યાય રૂપે વર્તે છે અને જ્યારે તે માટી ઘટરૂપે પરિણમન પામે છે, ત્યારે તે માટીમાં ઘટપર્યાય પ્રત્યક્ષથી દેખાય છે. તેથી તે ઘટરૂપ કાર્યમાં દર્શનનિયામક આવિર્ભાવ-પર્યાય વર્તે છે. આ પ્રકારે કહેવાથી નૈયાયિક કહે છે તે દૂષણ આવતું નથી. દૂષણ કેમ આવતું નથી તેને સ્પષ્ટ કરવા માટે પ્રથમ નૈયાયિક કઈ રીતે દૂષણ આપે છે તેની સ્પષ્ટતા આવશ્યક છે. તેથી તૈયાયિકના દૂષણની સ્પષ્ટતા કરીને તે દૂષણની અપ્રાપ્તિની સ્પષ્ટતા નીચે પ્રમાણે કરેલ છે.
નૈયાયિક દ્વારા દૂષણની પ્રાપ્તિ આ પ્રકારે છે – નિયાયિક અસત્કાર્યવાદી છે. તેથી કહે છે કે માટીમાં ઘટ નિષ્પત્તિ પૂર્વે ઘટ અસ છે અને ઘટની સામગ્રીથી માટીમાંથી ઘટ પ્રગટ થાય છે. તેથી માટીથી ઘટ પૃથક છે અને સમવાય સંબંધથી માટીમાં ઘટ રહેલો છે. માટે માટીની સાથે ઘટપર્યાયનો અભેદ છે તેમ કહી શકાય નહીં. તેને ગ્રંથકારશ્રીએ સત્કાર્યવાદની દૃષ્ટિને સામે રાખીને કહેલ કે, જો માટીમાં સર્વથા ઘટ અસતું હોય તો ઘટની સામગ્રીથી પણ ઘટ નિષ્પન્ન થઈ શકે નહીં. જેમ ઘટને અયોગ્ય એવાં જલને દંડ, ચક્ર, ચીવરાદિ સામગ્રી પ્રાપ્ત થાય તોપણ ઘટરૂપ કાર્ય પ્રાપ્ત થઈ શકે નહીં. માટે માટીરૂપ કારણમાં ઘટની સત્તા છે અને ઘટની સામગ્રીથી માટીમાંથી ઘટરૂપ કાર્ય આવિર્ભાવ પામે છે.
આ રીતે સત્કાર્યવાદનું આલંબન લઈને માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યની સત્તા છે તેમ બતાવીને માટીરૂપ દ્રવ્યની સાથે ઘટપર્યાયનો અભેદ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યો. ત્યાં તૈયાયિક પ્રશ્ન કરે છે, તિરોભાવ અને આવિર્ભાવ શું છે ? તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રીએ કહ્યું કે, તિરોભાવ ઘટરૂપ કાર્યનો અદર્શનનિયામક પર્યાય છે અને આવિર્ભાવ ઘટરૂપ કાર્યનો દર્શનનિયામક પર્યાય છે. ત્યાં તૈયાયિક કહે કે માટીમાં જ્યારે ઘટ દેખાતો નથી તે વખતે માટીમાં દ્રવ્યરૂપે ઘટ રહેલો છે અને સામગ્રીથી તેનો આવિર્ભાવ થાય છે તેમ તમે સ્વીકારો છો તો તે આવિર્ભાવ ઘટની નિષ્પત્તિ પૂર્વે સત્ હતો કે અસતુ હતો ? જો ઘટની નિષ્પત્તિ પૂર્વે તે આવિર્ભાવ સતું હોય તો ઘટ દેખાવો જોઈએ અને જો ઘટની નિષ્પત્તિ પૂર્વે તે આવિર્ભાવ અસતું હોય તો અસત્ એવો આવિર્ભાવ થાય છે તેમ અસત્ એવો ઘટ થાય છે તેમ સ્વીકારવામાં શું દોષ છે ? તેમ કહીને તૈયાયિક અસત્કાર્યવાદનું સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, જેમ માટીમાં ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટપર્યાય શક્તિરૂપે હતો તેમ તે ઘટપર્યાયમાં દર્શનનિયામક એવો આવિર્ભાવ પણ શક્તિરૂપે છે. આથી જ માટીને જોઈને વિવેકી પુરુષ કહી શકે છે કે, “આ માટીમાંથી ઘટનો આવિર્ભાવ થઈ શકે છે.” તેથી તૈયાયિક આવિર્ભાવપર્યાયને સતુ-અસતુના વિકલ્પથી દૂષણ આપીને અસત્કાર્યવાદનું સ્થાપન કરે છે, તે ઉચિત નથી; કેમ કે અનુભવને અનુસારે પર્યાયની કલ્પના કરાય છે અર્થાત્ માટીને જોઈને અનુભવ અનુસાર કલ્પના કરાય છે કે, “આ માટીમાં ઘટની તિરોભાવશક્તિ છે અને સામગ્રીથી તે આવિર્ભાવ પામી શકે તેમ છે.” માટે માટીકાળમાં માટીમાં રહેલી ઘટની તિરોભાવની શક્તિ એ માટીથી