________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩
ગાથા-લ
અસત્ એવાં ઘટાદિ થઈ શકે છે; કેમ કે માટી આદિ, ઘટની ઉપાદાન સામગ્રી છે અને તે સામગ્રીથી ઘટનિષ્પત્તિ માટે દંડાદિ વિવિધ સામગ્રી મળે તો ઘટ ઉત્પન્ન થઈ શકે છે.”
ככ
પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે નૈયાયિક કહે છે કે, અછતાનું જ્ઞાન થઈ શકે તો, અછતાની ઉત્પત્તિ કેમ ન થઈ શકે ? આ પ્રમાણે કહીને અસત્કાર્યવાદનું સ્થાપન નૈયાયિક કરે છે અને તેમ સ્વીકારવાથી માટીની સાથે ઘટનો ભેદ સિદ્ધ થાય; કેમ કે માટીની સામગ્રીમાંથી માટીથી ભિન્ન એવો ઘટ નિષ્પન્ન થયો છે તેમ ફલિત થાય અને માટીથી ઘટને ભિન્ન સ્વીકારવામાં આવે તો માટીરૂપ દ્રવ્યથી ઘટરૂપ પર્યાયનો ભેદ સિદ્ધ થાય અને તેમ સ્વીકારીએ તો, દ્રવ્યગુણપર્યાયનો અભેદ સિદ્ધ થાય નહીં અને નૈયાયિકને દ્રવ્યગુણપર્યાયનો એકાંત જ ભેદ ઇષ્ટ છે. તેથી પોતાના કથનની પુષ્ટિ ક૨વા અર્થે કહે છે. ઘટનું કારણ અમે દંડાદિ કહીશું તેમાં લાઘવ છે અને ઘટાદિની અભિવ્યક્તિનું કારણ દંડાદિ છે તેમ તમે સ્વીકારો છો તેમાં ગૌરવ છે. એ આ રીતે –
ઘટને કાર્યરૂપે સ્વીકારવાથી કાર્યતાઅવચ્છેદક માત્ર ઘટત્વ થાય અને તેનું કારણ દંડાદિ થાય. તેથી કાર્યતાઅવચ્છેદક શરીર નાનું પ્રાપ્ત થાય છે, તેથી લાઘવ છે.
ઘટઅભિવ્યક્તિનું કારણ દંડાદિ સ્વીકારીએ તો ઘટઅભિવ્યક્તિરૂપ કાર્ય સ્વીકારવું પડે. તેથી કાર્યતાઅવચ્છેદક ઘટત્વ ન બને, પરંતુ ઘટઅભિવ્યક્તિત્વ બને. તેથી કાર્યતાઅવચ્છેદક શરીર મોટું પ્રાપ્ત થાય છે.
માટે લાઘવથી ઘટનું કારણ દંડાદિ છે તેમ જ સ્વીકારવું જોઈએ, પરંતુ ઘટઅભિવ્યક્તિનું કારણ દંડાદિ છે તેમ સ્વીકારવું ઉચિત નથી. વળી, પોતાના કથનનું સમર્થન કરવા અર્થે નૈયાયિક અનુભવ અનુસાર કહે
છે
ઘટ અંધારામાં પડ્યો હોય ત્યારે ઘટ દેખાતો નથી અને પ્રકાશ હોય છતાં ચક્ષુ સાથે ઘટનો સંયોગ થાય નહીં ત્યાં સુધી ઘટનો બોધ થાય નહીં. તેથી વિદ્યમાન એવાં ઘટની અભિવ્યક્તિનું કારણ ચક્ષુ, પ્રકાશ વિગેરે છે, પરંતુ ઘટની અભિવ્યક્તિમાં દંડાદિ કારણ નથી. આ પ્રકારે અનુભવ અનુસાર પોતાનું કથન કરીને નૈયાયિક ફલિતાર્થ કહે છે, “માટે ભેદપક્ષ જ સ્વીકારવો જોઈએ”=માટીથી ઘટનો ભેદ છે તેમ જ સ્વીકારવું જોઈએ.
-
અહીં સત્કાર્યવાદની દૃષ્ટિથી સ્યાદ્વાદી કહે છે – માટીમાં ઘટ દ્રવ્યરૂપે સત્ છે અને તેની અભિવ્યક્તિનું કારણ દંડ છે અને ભાવઘટ જ્યારે નિષ્પન્ન થાય છે, ત્યારે તે ભાવઘટની અભિવ્યક્તિનું કારણ ચક્ષુ વિગેરે છે, દંડાદિ નથી -તેમ સંગત થઈ શકે; કેમ કે ચક્ષુ વિગેરે ભાવઘટની અભિવ્યક્તિનું કારણ છે અને દંડાદિ દ્રવ્યઘટની અભિવ્યક્તિનું કારણ છે તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
ત્યાં નૈયાયિક કહે છે કે, તેમ સ્વીકારવામાં ગૌરવ દોષ છે. માટે તેમ સ્વીકારી શકાય નહીં.
નૈયાયિકનો આશય એ છે કે ઘટનું કારણ દંડાદિ હોવાથી કાર્યતાઅવચ્છેદક ઘટત્વ થશે, જે લધુધર્મ છે અને દ્રવ્યઘટ અભિવ્યક્તિનું કારણ દંડાદિ કહેવાથી દ્રવ્યઘટ અભિવ્યક્તિત્વ ધર્મ કાર્યતાઅવચ્છેદક