________________
२४०४ ० भवबालदशानिवृत्तिः
૨૬/૭ (२) षोडशक(४/११)-योगदृष्टिसमुच्चय(८६-८७)दर्शितं दृष्टिसंमोह-कुतर्क-कदाग्रहादिकं निवर्त्तते । (३) आत्मस्वभावविरोधिबललक्षणं सहजमलं प्रशिथिलं भवति । (४) निरुक्तत्रिविधभवाभिनन्दिता क्षुद्रता-लाभरति-दीनतादिदोषानुविद्धा हीयते। (५) अशुद्धभावानुस्यूता पापानुबन्धपात्रता क्रमेण अपगच्छति । (६) विंशिकाप्रकरणा(४/१९)द्युक्ता भवबालदशा निवर्त्तते धर्मयौवनदशा च प्रवर्त्तते ।
(७) अयं पापगोचरतीव्रबहुमानविरहादिसमनुविद्धां वर्धमानगुणयुक्ताम् अपुनर्बन्धकतां प्रतिपद्यते । क (८) षोडशक(४/२)-योगदृष्टिसमुच्चय(३२ + ३३ + ४२ + ४५ + ४८)-योगबिन्दु(१८६)-द्वात्रिंशिकाप्रकरण णि (१४/१ + ७)प्रभृतिदर्शिता औदार्य-दाक्षिण्य-पापजुगुप्सा-निर्मलबोध-दुःखिदया-गुणिगोचराऽद्वेष का-सार्वत्रिकौचित्याऽऽसेवन-'योगकथाविषयकाऽविच्छिन्नप्रीति-योगिबहुमान-कृतज्ञता-प्रकृतिभद्रकता शान्ततोदात्तता- विनीतता-मृदुता-नम्रता-सरलता-क्षमा-सन्तोष-निर्भयता-प्रमोद-गुणानुराग
કદાગ્રહ-સહજમળ-ભવાભિનંદીદશા વગેરેની વિદાય !! (૨) ષોડશકમાં દર્શાવેલ દષ્ટિસંમોહ, યોગદષ્ટિ સમુચ્ચય વગેરેમાં જણાવેલ કુતર્ક, કદાગ્રહ, પૂર્વગ્રહ, હઠાગ્રહ, ખોટી પક્કડ પણ હવે જીવમાંથી વિદાય લે છે.
(૩) આત્માને પોતાના સ્વરૂપમાં કરવામાં અટકાયત કરનાર, અંતર્મુખતામાં પ્રતિબંધક બનનાર એવું આત્મસ્વભાવવિરોધી બળ “સહજમળ' તરીકે ઓળખાય છે. તે સહજમળ ત્યારે પ્રચુર પ્રમાણમાં શિથિલ થાય છે. સહજમળનો રેચ થવાની પૂર્વભૂમિકા રચાય છે.
(૪) પૂર્વે જણાવેલ ત્રિવિધ સંસારને અભિનંદવાની પાત્રતા આ જીવમાંથી હવે ઘટતી જાય છે. ક્ષુદ્રતા, લાભરતિ, દીનતા વગેરે દોષોથી વણાયેલી ભવાભિનંદિતાનો હ્રાસ થાય છે. . (૫) અશુદ્ધ ભાવોથી વણાયેલી એવી પાપનો અનુબંધ પડવાની પાત્રતા ક્રમશઃ રવાના થાય છે.
દીર્ઘકાલીન સાનુબંધ એવા પાપ કર્મના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા ખતમ થતી જાય છે. પાપના Mી તીવ્ર અનુબંધ પાડનારી આત્મદશા ખલાસ થતી જાય છે. 21 (૬) વિંશિકા પ્રકરણ વગેરેમાં વર્ણવેલ ભવબાલદશા જાય છે, ધર્મયૌવનદશા પ્રવર્તે છે.
(૭) વર્ધમાન ગુણોથી યુક્ત બનતી એવી અપુનબંધકદશાને જીવ પ્રાપ્ત કરે છે. પાપને વિશે તીવ્ર બહુમાન ભાવ, સંસારની આસક્તિ વગેરે દોષો અપુનબંધકદશામાં હોતા નથી.
# મિત્રા-તારાષ્ટિના ગુણવૈભવને નિહાળીએ જ (૮) પોડશક, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, ત્રિશિકા પ્રકરણ વગેરેમાં દર્શાવેલ (A) ઔદાર્ય, (B) દાક્ષિણ્ય, (C) પાપજુગુપ્સા, (D) નિર્મળ બોધ, (E) દુઃખી જીવોની દયા, (F) ગુણવાનને વિશે અદ્વેષ (ઈર્ષાનો ત્યાગ), (G) સાર્વત્રિક ઔચિત્યસેવન, (H) યોગની કથામાં અખંડ પ્રીતિ, (I) યોગી પ્રત્યે બહુમાન-આદરભાવ, (૭) કૃતજ્ઞતા, (6) પ્રકૃતિની ભદ્રકતા, (L) શાંતતા, (M) ઉદાત્તતા, (N) વિનીતતા, (O) મૃદુતા, (P) નમ્રતા, () સરળતા, (R) ક્ષમા, (S) સંતોષ, (T) નિર્ભયતા, (U) પ્રમોદ