________________
૬/૭
पारमार्थिकाऽऽन्तरिकमोक्षमार्गाऽभिमुखदशाप्रारम्भः ० २३९९ ऽखण्डपिण्डत्वादिना अनुपलब्धस्य निजात्मनः प्रत्यक्षानुभूतेः प्रगुणः पन्थाः प्रदर्श्यते प्रकृतग्रन्थ प -तदन्यग्रन्थ-गुरुपरम्परा-स्वानुभवानुसारेणाऽनतिविस्तर-सङ्खपतः ऐदंयुगीनमुमुक्षुहितकृते। ___तथाहि - चरमावर्त्तप्रवेशोत्तरकालं शुभाऽशुभप्रकृष्टनिमित्तद्वारा स्वकर्मोदयजन्याऽऽघात-प्रत्याघातोत्पादे भवितव्यताऽऽनुकूल्येन स्वकर्मगणितमीमांसा-दोषारोपणत्याग-समाधानवृत्त्यादितः कश्चित् । शुक्लपाक्षिको जीवः स्वस्य निराधार-निःसहायाऽशरणाऽशुचिमयावस्थां प्रत्येति । ततश्चानादिकालीनौ श रजस्तमोगुणोद्रेको प्रक्षीयते । ततः अध्यात्मसारे (२०/४) दर्शितं रजोगुणप्रधानं 'क्षिप्तं चित्तं રંગે રંગાયેલા છે, ભીંજાયેલા છે. (F) તે તમામમાં વણાયેલ શુદ્ધ ચૈતન્ય એ જ મારું પારમાર્થિક સ્વરૂપ છે. (G) મારા તમામ શુદ્ધ ગુણો ચૈતન્યપ્રકાશથી ઝળહળતા છે. (H) ઔદયિક ભાવવાળા ક્ષમા વગેરે ગુણો પણ મારું તાત્ત્વિક સ્વરૂપ નથી. (I) હું તો કેવળ જ્ઞાન-દર્શનઉપયોગસ્વરૂપ છું.”
(૧૦) “હું શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છું. સંકલ્પ-વિકલ્પાદિથી ચૈતન્યપિંડ કદાપિ ખંડિત-વિભક્ત થતો નથી. રાગાદિથી અશુદ્ધ બનેલી ચેતના એ મારું મૂળભૂત સ્વરૂપ નથી. કામ, ક્રોધ વગેરેથી અશુદ્ધ બનેલી કાર્મિક ચેતનાથી હું નિરાળો છું. ખંડ-ખંડ, ત્રુટક-ગુટક શુદ્ધ ઉપયોગ પણ મારું પૂર્ણ સ્વરૂપ નથી. મારામાંથી પ્રગટ થતી આંશિક શુદ્ધ ક્ષણિક જ્ઞાનચેતનામાં સમગ્રતયા હું સમાવિષ્ટ થતો નથી. હું તો પરિશુદ્ધ, પરિપૂર્ણ ચૈતન્યનો અખંડ, શાશ્વત, શાંત, પરમતૃપ્ત, સહજ, સૌમ્ય, સ્વસ્થ પિંડ છું.”
| (S નિજરવરૂપ જિનસ્વરૂપ તુલ્ય અનુભવીએ CS આમ ઉપરોક્ત દસ પ્રકારે આપણા આત્માનો અનુભવ અનાદિ કાળમાં પ્રાયઃ ક્યારેય થયો નથી. આ શાસ્ત્રાધારે પરમાત્માના સ્વરૂપનો ઉપરોક્ત રીતે ઉપર-છલ્લો બોધ હજુ થયો હશે. પરંતુ “આપણા આત્માનું પણ સ્વરૂપ ખરેખર પરમાત્મા જેવું જ છે' - તેવો બોધ કે તેવી ઓળખાણ થઈ નથી. કદાચ ! ગુરુગમથી આપણું પરમાત્મતુલ્યસ્વરૂપ બુદ્ધિમાં હજુ પકડાય. સત્સંગથી બૌદ્ધિક કક્ષાએ કદાચ નિજસ્વરૂપ જિનસ્વરૂપતુલ્યપણે સમજાયું હશે. પરંતુ તેવા પ્રકારે આપણા આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ નથી. તેથી આત્મસાક્ષાત્કારનો પ્રકૃષ્ટમાર્ગ, સરળમાર્ગ અહીં જણાવવામાં આવે છે. (A) પ્રસ્તુત ગ્રંથ મુજબ, (B) અન્ય ગ્રંથ અનુસાર, (C) ગુરુ પરંપરા મુજબ તથા (D) સ્વાનુભવ અનુસાર, અત્યંત વિસ્તારથી નહિ કે અત્યંત સંક્ષેપથી નહિ પણ મધ્યમ પ્રકારે સ્પષ્ટપણે આત્મસાક્ષાત્કારનો માર્ગ જણાવાય છે.
દો બહિર્મુખી ચિત્તવૃત્તિના પ્રવાહનો વેગ ઘટાડીએ (તથા.) તે માર્ગ આ મુજબ સમજવો :- ચરમાવર્તકાળમાં પ્રવેશ કર્યા બાદ, શુભ કે અશુભ બળવાન નિમિત્તના માધ્યમથી પોતાના કર્મના ઉદયના લીધે જીવને આઘાત-પ્રત્યાઘાત લાગે છે. પોતાના કર્મની ઘેરી ચોટ લાગતાં નિયતિ સાનુકૂળ હોવાથી કોઈક શુક્લપાક્ષિક જીવ પોતાના કર્મના ગણિતને ગહનતાથી વિચારે છે, બીજા ઉપર દોષારોપણ કરવાની વૃત્તિનો ત્યાગ કરે છે, પોતાના ચિત્તનું સમાધાન વગેરે કરે છે. તેથી એવા જીવને પોતાની નિરાધાર-નિઃસહાય-અશરણ-અશુચિમય અવસ્થાની અંતરમાં તાત્ત્વિક પ્રતીતિ થાય છે. તેના લીધે અનાદિ કાળથી જે રજોગુણનો ઉછાળો અને તમોગુણનો ઉછાળો પ્રવર્તતો હતો, તે પુષ્કળ પ્રમાણમાં ક્ષય પામે છે. રજોગુણનો ઉદ્રક જવાથી અધ્યાત્મસારમાં વર્ણવેલ રજોગુણપ્રધાન બહિર્મુખી “ક્ષિપ્ત” ચિત્ત મોટાભાગે રવાના થાય છે. તથા તમોગુણનો ઉદ્રક જવાથી અધ્યાત્મસારમાં