________________
२३९८ ० दशविधात्मस्वरूपविमर्शः ।
૨૬/૭ प -पर्यायाः अपरोक्षतयाऽनुभूताः। अतः अधुना अनादिकालाद् 'देहेन्द्रिय-वचन-नाम-संस्थान सरा -रूप-मनः-कर्म-पुद्गल-तद्धर्म-तत्क्रियादिभिन्न- परमनिष्कषाय-निर्विकार-निष्प्रपञ्च-शाश्वतशान्तस्वरूप - सहजसमाधिमय- परमानन्दपरिपूर्णाऽपरोक्षाऽतीन्द्रियस्वयंप्रकाशात्मक- केवलचैतन्यस्वरूप-'शुद्धचैतन्या
પરંતુ ‘(૧) હું (A) દેહ, (B) ઈન્દ્રિયો, (C) વાણી, (D) નામ, (E) દેહાકૃતિ, (F) મુખાકૃતિ, (G) શરીરનું રૂપ, (H) મન, (I) કર્મ, (4) અન્યવિધ પુદ્ગલ વગેરેથી તદ્દન ભિન્ન છું. (K) પુદ્ગલસ્વરૂપ દેહાદિના ગુણધર્મો, જેમ કે તગડાપણું, કૃશપણું, લાંબા-ટૂંકાપણું વગેરેથી પણ અત્યંત નિરાળો છું. (L) પુદ્ગલસ્વરૂપ દેહાદિની હલન-ચલન-ભોજન-શયન આદિ જે ક્રિયા વગેરે છે, તેનાથી પણ હું સાવ જ જુદો છે. આફ્રિકાના જંગલ વગેરેથી જેટલો હું જુદો છું, તેટલો જ પૌદ્ગલિક દેહાદિથી ભિન્ન છું' - આ સ્વરૂપે આપણા આત્માની આપણને ક્યારેય પ્રત્યક્ષ અનુભૂતિ થઈ નથી.
(૨) “હું ક્રોધ, માન, માયા, લોભ - આ ચાર કષાયથી અત્યન્ન ભિન્ન છું અને તેનાથી શૂન્ય છું. હું પરમ નિષ્કષાયસ્વરૂપ છું’ - આવો અનુભવ પણ આ જીવે કદિ કર્યો નથી. તે જ રીતે નીચે મુજબની પણ અનુભૂતિ આ જીવને કદાપિ થઈ નથી કે :
(૩) “હું પરમ નિર્વિકાર છું. વિકારભિન્ન અને વિકારરહિત છું.”
(૪) (A) આધિ, (B) વ્યાધિ, (C) ઉપાધિ, (D) રાગાદિ વિભાવપરિણામ, (E) સંકલ્પ-વિકલ્પ, (F) વિચારવાયુ, (G) સારા-નરસા સંસ્કાર, (H) દેહાદિમાં શાતા વગેરેની સંવેદના વગેરે તમામ પ્રપંચથી 2 હું ભિન્ન છું તથા તેનાથી હું શૂન્ય છું.”
(૫) “મારું સ્વરૂપ કાયમ (A) શાન્ત, (B) પ્રશાન્ત, (c) ઉપશાંત, (D) પરમ શાન્ત, (E) વા પરિપૂર્ણપણે શાંત છે. ઉકળાટ, આક્રોશ, આવેશ, આવેગ, ઉદ્ધતાઈ વગેરે પણ મારું સ્વરૂપ નથી જ.”
(૬) “હું સહજ સમાધિમય છું. (A) કૃત્રિમ સમાધિ, (B) નિમિત્તાધીન સમાધિ, (c) કર્માધીન સે સમાધિ, (D) ક્ષણભંગુર સમાધિ કે (E) કાલ્પનિક સમાધિ એ પણ મારું મૂળભૂત સ્વરૂપ નથી.'
. (૭) “હું (A) પરમાનંદથી પરિપૂર્ણ છું. (B) પૂર્ણાનંદનો નાથ છું. (C) અનંત આનંદથી હું સંપૂર્ણ છું. (D) સ્વાધીન આનંદનો હું સ્વામી છું. (E) શાશ્વત આનંદધામ છું. (F) અનંતાનંદ આનંદનો હું ભોક્તા છે. (૯) હું તો પરમાનંદથી છલકાતો છું. (H) મારા પ્રત્યેક આત્મપ્રદેશમાં પરમાનંદ ઠાંસી -ઠાંસીને ભરેલો છે. ખરેખર I) દુઃખ, પીડા, વેદના, વ્યથા, વિડંબના, હેરાનગતિ, ક્લેશ, સંક્લેશ, અશાંતિ, રોગ, શોક, અરતિ, ઉપદ્રવ, ઉદ્વેગ, ખેદ વગેરેનો એક અંશ પણ મારામાં નથી.”
(૮) “હું (A) અપરોક્ષ અને (B) અતીન્દ્રિય એવા સ્વયંપ્રકાશ સ્વરૂપ છું. પૌદ્ગલિક પ્રકાશથી રહિત એવા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છું. પરમાણુ, પ્રેત, પિશાચ વગેરેની જેમ હું પરોક્ષ નથી. મારા માટે હું પ્રત્યક્ષ છું. છતાં પણ ઘટ, પટ વગેરેની જેમ હું ઈન્દ્રિયગોચર નથી. પરંતુ અતીન્દ્રિય જ્ઞાનથી ગમ્ય છું. હું ખુદ જ મારી જાતને પ્રકાશનાર છું. હું સ્વયમેવ અતીન્દ્રિયજ્ઞાનપ્રકાશસ્વરૂપ છું.”
૯) “હું (A) કેવલ ચૈતન્યસ્વરૂપ છે. (B) માત્ર શુદ્ધ ઉપયોગાત્મક છું. (C) નિર્મળ ચેતના એ જ મારું સાચું સ્વરૂપ છે, (D) આંતરિક શાંતિ, સમાધિ, આનંદ વગેરે મારા ગુણો પણ ચૈતન્યમય છે. (E) મારા ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે સર્વ પરિપૂર્ણ ક્ષાયિક શુદ્ધગુણો મારી આદ્ર ચેતનાના