________________
२३८६
0 ज्ञानयोगेन समापत्तिः सुलभा । ___अथार्हद्ध्यानभावनयैव समापत्तिः सम्भवेत्, तस्याः तदनुकूलत्वात् । “एष हि भावनाप्रकर्षस्य - महिमा, यत् चिन्त्यमानं रूपं साक्षादेव भावयितुः पुरस्ताद् उपस्थाप्यते” (वा.द.वि.) इति वासवदत्ताटीकायां रा विमर्शिन्यां श्रीकृष्णोक्तिः अपि अस्मदभिप्रायानुकूलैव । इत्थमर्हद्ध्यानभावनयैव समापत्तिसिद्धौ किं म प्रमाण-नयगर्भद्रव्यानुयोगपरिशीलनेनेति चेत् ? है न, यतः प्रमाण-नयपरिशीलनं विना यथावस्थितार्हदादिवस्तुतत्त्वनिश्चयाऽयोगेनार्हद्ध्यानभावनायां " सत्यामपि आराधकत्वमेव दुर्लभं किं पुनः समापत्तिफलकवचनानुष्ठानम् ? तदुक्तं द्रव्यस्वभावप्रकाशे क. "झाणस्स भावणे वि य ण हु सो आराहओ हवे णियमा। जो ण विजाणइ वत्थु पमाण-णयणिच्छयं 4. किच्चा ।।” (द्र.स्व.प्र.१७८) इति । ज्ञानयोगे वर्तमानस्यैव समापत्तिः सुलभा । इदमेवाऽभिप्रेत्य अध्यात्मसारे
यशोविजयवाचकैः “समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ।।” (अ.सा. R) 9૧/૧૨) રૂત્યુમ્ | ‘યં = જ્ઞાનયો' રૂતિ બાવનીયમ્
શંકા:- (મથા) અરિહંત પરમાત્માના ધ્યાનની ભાવનાથી જ સમાપત્તિ સિદ્ધ થઈ જશે. કારણ કે અરિહંતના ધ્યાનની ભાવના સમાપત્તિને અનુકૂળ છે. આ અંગે વાસવદત્તા ગ્રંથની વિમર્શિની નામની વ્યાખ્યામાં શ્રીકૃષ્ણની એક વાત અમારા મન્તવ્યને અનુકૂળ જ છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “ભાવનાની પરાકાષ્ઠાનો આ મહિમા છે કે જે સ્વરૂપની વિચારણા કરવામાં આવે છે, તે સ્વરૂપ ભાવુકની સામે ભાવના દ્વારા ઉપસ્થિત થાય છે. આથી જિનધ્યાનભાવનાથી જ સમાપત્તિ નિષ્પન્ન થઈ શકશે. તો પછી પ્રમાણથી અને નયથી ગર્ભિત એવા દ્રવ્યાનુયોગના પરિશીલનની જરૂર શી છે ? શા માટે સરળ માર્ગ વિદ્યમાન હોય તો અઘરા માર્ગે જવું ?
! પ્રમાણ-નવ બોધ વિના આરાધકભાવ દુર્લભ છે સમાધાન :- (ન, યતિ.) ના. તમારી આ શંકા વ્યાજબી નથી. કારણ કે પ્રમાણના અને નયના C પરિશીલન વિના યથાવસ્થિત રીતે અરિહંત પરમાત્મા વગેરે પદાર્થના સ્વરૂપનો નિશ્ચય જ નહિ થઈ
શકે. તેથી અરિહંત પરમાત્માના ધ્યાનની ભાવના હોવા છતાં પણ આરાધકપણું જ દુર્લભ બની જશે. ૧. તો પછી સમાપત્તિને લાવનાર વચનાનુષ્ઠાનની તો શી વાત કરવી ? તે તો ક્યાંથી સુલભ હોય ?
માટે પ્રમાણ-નયગર્ભિત દ્રવ્યાનુયોગનો અભ્યાસ જરૂરી જ છે. તેથી જ દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે માણસ પ્રમાણનો અને નયનો નિશ્ચય કરીને વસ્તુને જાણતો નથી, તે ધ્યાનની ભાવના હોવા છતાં પણ નિયમા આરાધક નથી બનતો.” આથી સમાપત્તિ મળે તે રીતે પ્રમાણ-નયગર્ભિત દ્રવ્યાનુયોગના પરિશીલનમાં લાગી જવું જોઈએ. જ્ઞાનયોગમાં વર્તતા એવા જીવને જ સમાપત્તિ સુલભ બને છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં શ્રીમહોપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે કે “આ જ્ઞાનયોગમાં વર્તતા આત્માને પરમાત્મામાં સ્પષ્ટ રીતે એકતાની પ્રાપ્તિ થશે. તેથી આ અભેદઉપાસનારૂપ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે.” આમ અહીં ઊંડાણથી ભાવન કરવું.
1. ध्यानस्य भावनेऽपि च न हि स आराधको भवेद् नियमात् । यो न विजानाति वस्तु प्रमाण-नयनिश्चयं कृत्वा ।।