________________
२३६२ ० निच्छिद्रेभ्यो ज्ञानं देयम् ।
१६/२ તેહને = તેહવા પ્રાણીને, એ શાસ્ત્રાર્થ (દેજ્યો =) આપવો, જેહની મતિ કાણી = છિદ્રાળી ન હોઈ. આ છિદ્રસહિત જે પ્રાણી તેહને સૂત્રાર્થ ન દેવો.
કાણું ભાજન, તે પાણીમાં રાખીઈ તિહાં સુધી ભર્યું દિસઈ, પછે ખાલી થાઈ. प गुर्वदत्तादिदोषशून्या हि शास्त्रवाणी सद्गुरूपासना-विनयभक्त्यादिना ग्राहकोपरि प्रसीदति । ततश्च - विनयादिपुरस्सरं गीतार्थगुरुसन्निधावेव आत्मार्थिना ग्रन्थार्थो ग्राह्य इति हितोपदेशोऽत्र लभ्यते । ત૬ વિશેષાવરમાળવૃત્ત “શ્રુતીવાતો મૂત્તોપત્વિ પુરાધના” (વિ...૧૬૦ મા..) તિા
तथा अयं गुरुगमगृहीतः स्थिरीभूतश्च ग्रन्थार्थः निश्छिद्रेभ्यः = निश्छिद्रमतिशालिभ्यः देयः । २. सच्छिद्रमतिमते तु सूत्रार्थो न दातव्यः, यतः यथा सच्छिद्रभाजनं जलमध्यगतं जलपूर्णं दृश्यते क बहिर्निष्काशने तु रिक्तमेव तथैव सच्छिद्रमतिः ग्रन्थाभ्यासकालं यावद् ग्रन्थार्थपरिज्ञानान्वितो दृश्यते णि अध्ययनोत्तरकालन्तु तच्छून्य एव । अत एवाऽर्थधारणाशून्यमतिमते महता प्रबन्धेन द्रव्यानुयोगाद्यर्थका कथनं हि गुरोः कण्ठ-ताल्वादिशोषमात्रफलमन्यत्र निगद्यते।
ગુરુ-અદત્ત વગેરે દોષ લાગવાના કારણે પોતાને મળેલી શાસ્ત્રીય વાણી અશુદ્ધ બની જાય. તેથી તેવી અશુદ્ધ શાસ્ત્રવાણી દ્વારા પોતાને તાત્ત્વિક લાભ ન થાય. ગુરુ-અદત્ત વગેરે દોષથી રહિત એવી જ શાસ્ત્રવાણી સદ્ગુરુની ઉપાસના, વિનય, ભક્તિ વગેરે કરવા પૂર્વક જો ગ્રહણ કરવામાં આવે તો ગ્રહણ કરનાર આત્માર્થી જીવ ઉપર તેવી શાસ્ત્રવાણી પ્રસન્ન થાય છે. તેથી વિનય, ભક્તિ વગેરે પૂર્વક ગીતાર્થ ગુરુના સાન્નિધ્યમાં જ શાસ્ત્રના પદાર્થોને આત્માર્થી જીવે ગ્રહણ કરવા જોઈએ. આ પ્રમાણેનો હિતોપદેશ અહીં પ્રાપ્ત થાય છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં જણાવેલ છે કે “શ્રુતની પ્રાપ્તિમાં ગુરુની આરાધના મૂળભૂત કારણ છે.”
જ ભૂલકણાને બહુ ન ભણાવવા રસ (તથા) તેમજ ગુરુગમથી ગ્રહણ કરેલ અને સ્થિર થયેલ એવા ગ્રંથના પદાર્થો નિચ્છિદ્રમતિવાળા
જીવોને આપવા જોઈએ. છિદ્રનો અર્થ છે કાણું. બુદ્ધિમાં કાણું પડવું એટલે જાણેલી બાબત વહેલી તકે Cી વિસરાઈ જવી. જેની બુદ્ધિ કાણી હોય તેને શાસ્ત્રના અર્થ આપવા નહિ. કારણ કે જેમ કૂવાના પાણીમાં
ઉતારેલી કાણી બાલદી કે ઘડો વગેરે વાસણ ઉપરથી જોવામાં આવે તો પાણીથી ભરાઈ ગયેલ હોય જો તેમ દેખાય છે. પણ કૂવાની બહાર કાઢવામાં આવે તો તે કાણાવાળા વાસણ ખાલી જ થઈ જાય
છે. તેમ જેની બુદ્ધિ કાણી = છિદ્રાળી હોય તેવા જીવને શાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવે તેટલા સમય સુધી તે વિદ્યાર્થી ગ્રંથના પદાર્થની જાણકારીવાળો દેખાય છે. પરંતુ શાસ્ત્રનો અભ્યાસ પૂરો થઈ ગયા પછીના સમયમાં તો તે શાસ્ત્રાર્થગોચર જાણકારીથી રહિત જ હોય છે. આ જ કારણથી જેની બુદ્ધિ શાસ્ત્રના પદાર્થોની ધારણા કરવાની શક્તિ ન ધરાવતી હોય તેને ઘણી બધી મહેનત કરીને વિસ્તારથી દ્રવ્યાનુયોગ વગેરેના પદાર્થો કહેવામાં આવે તો ગુરુને માત્ર ગળું શોષાય-છોલાય અને તાળવામાં શોષ પડે એટલું જ તેનું ફળ મળે છે - આવું અન્ય ગ્રંથોમાં જણાવેલ છે.
છે તેમાં પાણી રાખઈ. ભાવ