SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ २६१० • अखिलानां गुरुगुणानां गानम् अशक्यम् 0 ૨૭/૧૦ સ તસ ગુણ = તેહ જે મારા ગુરુ તેહના (સઘલાક) સંપૂર્ણ ગુણ એક જિલ્લાએ કરીને કિમ ગાઈ સકાઈ? ત્ર અને મારું મન તો ગાવાને ગહગહી રહ્યું છે = આતુર થયું છઈ. ૧૭/૧૦ના तदखिलगुणगाने = तस्य श्रीनयविजयविबुधस्य सद्गुरुदेवस्य कृत्स्नगुणानामेकयैव जिह्वया ५ उत्कीर्त्तने मे गानरक्तस्य = गुरुगुणगानाऽऽतुरस्याऽपि कुतः शक्तिः सम्भवति? (१) जिह्वाया रा एकत्वात्, (२) आयुषोऽतिपरिमितत्वात्, (३) वाचः क्रमवर्तित्वात्, (४) गुरुगुणानाञ्चाऽपरिमितत्वान्नैव - गुरुगुणगानाऽऽतुरस्याऽपि मम कृत्स्नगुरुगुणगाने शक्तिरिति तात्पर्यमवसेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुरुकृतलालन-मनोरमोपकरणप्रदानादिका न तात्त्विकी गुरुकृपा स किन्तु गुरुगुणानुराग-तदनुवाद-तद्भक्ति-विनय-बहुमानादिना गुरूपास्तिरेव सा। तयैव गूढशास्त्राणि क सुगमतामापद्यन्ते। ततश्च 'गुरुणा मत्कृते किं कृतम् ?' इत्यविमृश्य 'अहं गुरुकृते किं कर्तुं शक्नोमि ?' इति विचारणां प्रधानीकृत्य सदा सद्गुरूपासनालीनतया भाव्यमिति सूच्यते । तद्बलेन च आवश्यकनियुक्तिवृत्तौ मलयगिरिसूरिदर्शितः “मोक्षः सर्वथा अष्टविधकर्ममलवियोगलक्षणः” (आ.नि.१०३/ T મ..કૃ.૭૮૨) સુત્તમ ચાતુI9૭/૧૦ના (તત્તિ .) તે સદ્દગુરુદેવ શ્રીનયવિજય પંડિતના ગુણગાનમાં હું અત્યંત આતુર છું. તેમ છતાં પણ તે ગુરુદેવશ્રીના તમામ ગુણોનું એક જ જીભથી ઉત્કીર્તન કરવાની શક્તિ મારામાં ક્યાંથી સંભવે ? કારણ કે (૧) જીભ એક છે, (૨) મારું આયુષ્ય અત્યંત પરિમિત છે, (૩) એકીસાથે તમામ શબ્દો બોલી શકાતા નથી. પરંતુ એક શબ્દ બોલાયા પછી ક્રમસર બીજો શબ્દ બોલાય છે, બીજો શબ્દ બોલાયા બાદ ત્રીજો શબ્દ બોલાય છે. આમ વાણી ક્રમવર્તી છે. તથા (૪) મારા ગુરુદેવશ્રીના ગુણો અપરિમિત છે. છે તેથી હું (= મહોપાધ્યાયજી યશોવિજય મહારાજ) ગુરુદેવના ગુણગાનમાં ગમે તેટલો આતુર હોઉં છતાં વા પણ તેમના તમામ ગુણોને ગાવાની મારી શક્તિ નથી જ. આ પ્રમાણે ગ્રંથકારશ્રીનું અહીં તાત્પર્ય જાણવું છે. તાત્વિક ગુરુકૃપાની ઓળખ છે સ આધ્યાત્મિક ઉપના :- ગુરુ માત્ર માથે હાથ ફેરવે કે સારી સારી ગોચરી, કામળી વગેરે વસ્તુ આપણને આપે, માંદગીમાં આપણી સંભાળ કરે તે તાત્ત્વિક ગુરુકૃપા નથી. પરંતુ આપણે ગુરુ ભગવંતના ગુણનો અનુરાગ, ગુરુગુણાનુવાદ, ગુરુ ભગવંતની ભક્તિ, વિનય, બહુમાનાદિથી ગુરુદેવની ઉપાસના કરીએ તે જ તાત્ત્વિક ગુરુકૃપા છે. આવી ગુરુકૃપા થકી જ જટિલ શાસ્ત્રો સરળ બને છે. તેથી “ગુરુએ મારા માટે શું કર્યું ?' તે વિચારવાના બદલે, “હું ગુરુદેવ માટે શું કરી શકું તેમ છું ?” - આવી વિચારણાને આપણા જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવી સદ્ગુરુની ઉપાસનામાં સદા લયલીન રહેવાની પાવન પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા જેવી છે. સદ્દગુરુની ઉપાસનાના બળથી આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ સર્વથા આઠ કર્મમલનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૭/૧૦)
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy