SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ * गुरुसेवाप्रसादेन महाविद्यासिद्धि: જસ સેવા સુપસાયઈ સહજુિં, ચિંતામણિ મઈ લહિઉં; તસ ગુણ ગાઇ શકું કિમ સઘલા ? ગાવાનઈ ગહહિઓ રે ।।૧૭/૧૦(૨૮૩) હ. રી જસ સેવા = તેહની સેવા રૂપ જે સુપ્રસાદ, તેણે કરીને સહજમાંહે ચિંતામણિ શિરોમણિ નામે મહા સ ન્યાય શાસ્ત્ર, તે (મઈ = મેં) લહ્યો પામ્યો. = १७/१० पुनरपि स्वगुरुदेवोपकारमेव स्मृतिपटमुपनयति - 'यदि'ति । यत्सेवाप्रसादेन चिन्तामणिशिरोमणिर्हि सुलब्धः । तदखिलगुणगाने मे शक्तिः कुतो गानरक्तस्य ? ।।१७/१० ।। प रा प्रकृते दण्डान्वयस्त्वेवम् – यत्सेवाप्रसादेन हि चिन्तामणिशिरोमणिः सुलब्धः, तदखिलगुणगाने म् मे गानरक्तस्य कुतः शक्तिः ? ।।१७/१० । । र्श यदीयोपासनालक्षणसुप्रसादेन मया हि = क सेवाप्रसादेन खलु चिन्तामणिशिरोमणिः गङ्गेशोपाध्यायरचिततत्त्वचिन्तामणिनामको नव्यन्यायपरिभाषापरि गुम्फितोऽतिजटिलो महाग्रन्थः रघुनाथशिरोमणिभट्टाचार्यरचितदीधितिव्याख्यासमेतः सुलब्धः अतिसौकर्येणोपलब्धः। दीधितिव्याख्या ि हि महातार्किकरघुनाथशिरोमणिकृतत्वात् ‘शिरोमणिग्रन्थ' इत्यप्यभिधीयते । ततश्च तत्त्वचिन्तामण्युपरि का शिरोमणिग्रन्थः सुलब्ध इत्यपि योज्यम् । अर्थस्तु न परमार्थतः कश्चिद् भिद्यते । = અવતરશિકા :- ફરીથી પણ પોતાના ગુરુદેવના ઉપકારને જ ગ્રંથકારશ્રી સ્મૃતિપટ ઉપર લાવે છે # સંપૂર્ણ ગુરુગુણગાન અશક્ય = २६०९ = = = K - જેમની સેવા સ્વરૂપ પ્રસાદથી ચિંતામણિ-શિરોમણિ મને સારી રીતે મળ્યો. હું તો તેમના ગુણગાનમાં અનુરક્ત છું. પરંતુ તેમના તમામ ગુણોને ગાવાની મારી શક્તિ ક્યાંથી હોય !(૧૭/૧૦) જેમની ઉપાસના સ્વરૂપ સુંદર પ્રસાદથી મને (= મહોપાધ્યાયજીને) ચિંતામણિશિરોમણિ ગ્રંથ અત્યંત સરળતાથી પ્રાપ્ત થયો. ‘ગંગેશ ઉપાધ્યાય' નામના નવ્ય નૈયાયિકે તત્ત્વચિંતામણિ નામનો સુ એક ગ્રંથ રચેલો છે. નવ્યન્યાયની પરિભાષામાં સંપૂર્ણ રીતે ગૂઢ પદ્ધતિએ ગૂંથાયેલ હોવાથી તે મહાગ્રંથ અત્યંત જટિલ બની ગયેલ છે. ‘રઘુનાથ શિરોમણિ' નામના ભટ્ટાચાર્યએ તેના ઉપર ‘દીદ્ધિતિ’ નામની ઘા વ્યાખ્યા રચેલ છે. તત્ત્વચિંતામણિની દીદ્ધિતિ વ્યાખ્યા મહાતાર્કિક રઘુનાથ શિરોમણિએ કરેલ હોવાથી स. તે દીદ્ધિતિ વ્યાખ્યાનું બીજું નામ શિરોમણિ ગ્રંથ' પણ કહેવાય છે. તેથી ‘તત્ત્વચિંતામણિ’ ગ્રંથ ઉપર શિરોમણિ વ્યાખ્યા ગ્રંથ ગુરુસેવાપ્રસાદથી મને (=મહોપાધ્યાયજીને) અત્યંત સરળતાથી મળ્યો. આ રીતે પણ અર્થની સંકલના કરી શકાય છે. અર્થની દૃષ્ટિએ પરમાર્થથી ઉપરોક્ત બન્ને પ્રકારના અર્થઘટનમાં કોઈ ભેદ નથી. (૧) શિરોમણિરચિત દીદ્ધિતિ વ્યાખ્યાયુક્ત ચિંતામણિ ગ્રંથ મળ્યો. (૨) તત્ત્વચિંતામણિ ઉપર શિરોમણિ નામનો વ્યાખ્યાગ્રંથ સમૂલ મૂળગ્રંથસહિત મળ્યો. આ બેય રીતે અર્થઘટન કરવામાં પરમાર્થથી કોઈ પ્રકારનો અર્થભેદ અહીં વિદ્યમાન નથી. * પુસ્તકોમાં ‘મેં’ પાઠ. સિ.+કો.(૬+૯+૭)માં ‘મિં’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. * આ.(૧)માં ‘ગાઉં કિમ’ પાઠ.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy