SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २५७६० मोहक्षोभशून्या शुद्ध आत्मपरिणामः = चारित्रम् ० १६/७ ऽनारतं कार्यः। एतादृशाऽन्तरङ्गज्ञानपुरुषकारतीव्रतायां शुद्धा परिणतिः प्रादुर्भवति। निजपरिणतो प यावती शुद्धता तावानेव स्वान्तः मोक्षमार्गः ज्ञेयः। चतुर्थगुणस्थानकादारभ्य सर्वदैव शुद्धा परिणतिः र प्रवर्तते, उपयोगस्तु चतुर्थगुणस्थानके क्वचित् शुभः, क्वचिद् अशुभः, क्वचिच्च शुद्धः । _' सप्तमगुणस्थानकादारभ्य उपयोगस्तु सर्वदा शुद्ध एव भवति । चतुर्थादिगुणस्थानककालीनशुद्धात्म- परिणतिपराकाष्ठायां सत्यां मोहक्षोभशून्यशुद्धोपयोगपरिणामस्वरूपं नैश्चयिकं चारित्रम् आविर्भवति । श “मोहक्षोभविहीनो हि आत्मनः परिणामः शुद्धः, पराऽनुपनीतत्वात् । स एव हि चारित्रशब्दवाच्यः” (स्या.रह. भाग-३/पृ.१९६) इति मध्यमस्याद्वादरहस्यवचनं प्रकृतेऽनुसन्धेयम् । ततश्च निजस्वभावसमवस्थितिः आविर्भवति । ततः परज्ञेयौदासीन्येन स्वात्मकज्ञेय-ज्ञातारौ ज्ञानण गोचरताम् आपद्यते । ज्ञान-ज्ञातृभिन्नज्ञेयपदार्थप्रकाशनं हि न स्वाश्रयभूतात्मद्रव्यविश्रान्तज्ञानस्य मुख्यः स्वभावः । स्वं स्वाऽभिन्नञ्च ज्ञातारमेव मुख्यतया ज्ञानं प्रकाशयति । अतो ज्ञाने स्वप्रकाशकत्वभावस्य निरुपचरितत्वं परप्रकाशकत्वस्वभावस्य चोपचरितत्वमित्युक्तं प्राक् (१२/१३) सविस्तरम् अत्र विभावनीयम् । -પ્રબળ બને ત્યારે શુદ્ધ પરિણતિ પ્રગટે છે. પોતાની પરિણતિમાં જેટલી શુદ્ધતા હોય તેટલો જ પોતાની અંદર મોક્ષમાર્ગ જાણવો. ચોથા ગુણસ્થાનકથી માંડીને સર્વદા માત્ર શુદ્ધ પરિણતિ હોય છે. કેમ કે અનંતાનુબંધી કષાયાદિનો ત્યાં ક્ષયોપશમ થયેલ હોય છે. ચોથા ગુણસ્થાનકે સમકિતીનો ઉપયોગ તો ક્યારેક શુભ હોય, ક્યારેક અશુભ હોય તથા ક્યારેક શુદ્ધ હોય.પરંતુ સાતમા ગુણસ્થાનકથી માંડીને તો ઉપયોગ સર્વદા શુદ્ધ જ વર્તતો હોય. ચોથા વગેરે ગુણસ્થાનકે વર્તતી શુદ્ધ આત્મપરિણતિનું બળ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મોહક્ષોભશૂન્ય શુદ્ધોપયોગપરિણામસ્વરૂપ નૈૠયિક ચારિત્ર અંદરમાં પ્રગટ થાય છે. મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ અંગે જણાવેલ છે કે “મોહનીય કર્મના ખળભળાટ વગરનો આત્મપરિણામ એ શુદ્ધ છે. કારણ કે તે અનાત્મતત્ત્વથી છવાયેલ ધ નથી, વણાયેલ નથી. તે જ ખરેખર ‘ચારિત્ર' શબ્દનો અર્થ છે.” આ વાતનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. $ ય પ્રત્યે જ્ઞાનને ઉદાસીન બનાવીએ CS (તતક્ઝ.) તથા આવું નૈક્ષયિક ચારિત્ર પ્રગટ થયા પછી પોતાના સ્વભાવમાં જ સમ્યક પ્રકારે રહેવાની દશા પ્રગટે છે. ત્યાર બાદ આત્મભિન્ન પર શેય પદાર્થો સામે ચાલીને નિર્મળ જ્ઞાનમાં જણાવા માટે ઉપસ્થિત થાય તો પણ જ્ઞાન તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન રહે છે. જ્ઞાનનો વિષય બાહ્ય શેય પદાર્થ નહિ પણ સ્વાત્મક શેય અને જ્ઞાતા જ બને છે. અર્થાત્ જ્ઞાન પોતે જ પોતાને જાણે છે અને પોતાનાથી અભિન્ન એવા શુદ્ધચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ જ્ઞાતાને તે જ્ઞાન જાણે છે. સ્વાત્મક જ્ઞાન અને જ્ઞાતા - આ બન્નેથી ભિન્ન એવા બાહ્ય જોય પદાર્થને પ્રકાશવું-જાણવું એ જ્ઞાનનો મુખ્ય સ્વભાવ નથી. કારણ કે જ્ઞાન તો પોતાના આશ્રયભૂત અને પોતાનાથી અભિન્ન એવા આત્મદ્રવ્યમાં વિશ્રાન્ત છે, તૃપ્ત છે. મતલબ કે મુખ્યતયા જ્ઞાન માત્ર પોતાને જાણે છે અને પોતાનાથી અભિન્ન એવા જ્ઞાતાને જ જાણે છે, પ્રકાશે છે. તેથી જ્ઞાનમાં જે સ્વપ્રકાશકત્વ સ્વભાવ છે, તે નિરુપચરિત છે. તથા જે પરપ્રકાશકત્વ સ્વભાવ છે, તે ઉપચરિત છે. આ વાત પૂર્વે (૧૨/૧૩) વિસ્તારથી જણાવેલ છે. તેની અહીં ઊંડી ભાવના કરવી.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy