________________
१६/ ७ ० विहित-निषिद्धयोः अपि परमार्थतः समत्वम् उपादेयम् । २५६७ “मोक्षे भवे च सर्वत्र निःस्पृहोऽयं सदाशयः” (यो.श.२० वृ.उद्धृत) इति। एतादृशी शुद्धपर्यायगौणता शुद्धद्रव्यदृष्टिपरिणतौ सहजतः सम्पद्यते ।
तस्य मोक्ष-संसारयोरिव व्यवहारे विहित-निषिद्धयोः अपि समत्वं वर्त्तते । एवञ्च सामायिकचारित्रं रा न्यक्षेण शुध्यति । प्रकृते - “पडिसिद्धेसु य देसे, विहिएसु य इसिरागभावेऽपि। सामाइयं असुद्धं, सुद्धं प्र समयाए दोसुं पि।।” (यो.श.१७) इति योगशतकगाथाऽनुसन्धेया।
विहिताऽनुष्ठानरागादिना जीवः पुण्यकर्मणा बध्यते, न तु कर्मणा मुच्यते । ततश्च स्वर्गलाभेऽपि । न मोक्षलाभसम्भवः। इदमभिप्रेत्योक्तम् अध्यात्मसारे “आवश्यकादिरागेण वात्सल्याद् भगवद्गिराम् । क प्राप्नोति स्वर्गसौख्यानि, न याति परमं पदम् ।।” (अ.सा.१२/४) इति। प्रशस्तरागादिभावेष्वपि स्वत्वर्णि -ममत्वादिबुद्धिकरणान्नैव रागादिमुक्तिः सुलभा, किमुताऽप्रशस्तरागादिष्विति भावः। प्रकृते - “आरोप्य .... केवलं कर्मकृतां विकृतिमात्मनि। भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ।।" (अ.सा.१८/१६) इति છે કે “નિર્મળ આશયવાળા આ સાધક મોક્ષમાં કે સંસારમાં સર્વત્ર સ્પૃહા વગરના છે.” મોક્ષ વગેરે શુદ્ધ પર્યાયની પણ આટલી બધી ગૌણતા શુદ્ધદ્રવ્યદૃષ્ટિની આત્મલક્ષી પરિણતિમાં સહજપણે થઈ જાય છે.
* શુદ્ધ સામાયિકચારિત્રની ઓળખાણ (તસ્વ.) અસંગદશાવાળા ભાવનિર્ઝન્થને જેમ મોક્ષ અને સંસાર બન્નેમાં સમ દષ્ટિ હોય છે, તેમ વ્યવહારની અંદર શાસ્ત્રવિહિત અને શાસ્ત્રનિષિદ્ધ બાબતમાં પણ સમ દષ્ટિ જ તેમને હોય છે. તે રીતે તેમનું સામાયિકચારિત્ર સંપૂર્ણપણે શુદ્ધ થાય છે. પ્રસ્તુતમાં યોગશતક ગ્રંથની ગાથાનું અનુસંધાન કરવું. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “શાસનનિષિદ્ધ વિષયો પ્રત્યે દ્વેષ હોય અને શાસ્ત્રવિહિત બાબતમાં કાંઈક રાગ હોય તો પણ સામાયિક અશુદ્ધ થાય છે. શુદ્ધ સામાયિક તો શાસ્ત્રનિષિદ્ધ – શાસ્ત્રવિહિત ! બન્નેય વિશે સમદષ્ટિ હોય તો જ સંભવે.'
જ શુભાશુભ રાગાદિમાં સ્વત્વ-મમત્વવૃદ્ધિને ન કરીએ જ (વિદિ.) શાસ્ત્રવિહિત અનુષ્ઠાન પ્રત્યે પણ રાગ કરવાથી જીવ પુણ્યકર્મથી બંધાય છે, પરંતુ કર્મથી ! છૂટતો નથી. તેથી તે જીવને સ્વર્ગનો લાભ થવા છતાં મોક્ષનો લાભ સંભવતો નથી. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “પ્રતિક્રમણાદિ આવશ્યક અનુષ્ઠાન વગેરેના રાગથી તથા જિનવાણીના વાત્સલ્યથી જીવ સ્વર્ગના સુખોને પામે છે. પરંતુ પરમપદને = મોક્ષને પામતો નથી.' અહીં કહેવાનો આશય એ છે કે પ્રશસ્ત એવા રાગાદિ પરિણામોમાં “હું પણાની બુદ્ધિ કે મારાપણાની બુદ્ધિ કરવાથી રાગાદિ વિભાવપરિણામોમાંથી મુક્તિ મળવી સહેલી નથી જ, શક્ય નથી જ. તો પછી અપ્રશસ્ત રાગાદિ પરિણામોમાં “હું પણાની-મારાપણાની-સારાપણાની બુદ્ધિ કરવાથી તો અજ્ઞાની જીવની શી હાલત થાય? અહીં અધ્યાત્મસારનો એક શ્લોક યાદ કરવો. ત્યાં શ્રીમહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “કર્મજન્ય રાગાદિ વિકૃતિને જ પોતાના આત્મામાં “હું રાગી-દ્વેષી-ક્રોધી-કામી...' વગેરે સ્વરૂપે આરોપિત કરે તેવા જીવો સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ થઈને ભયંકર ભવસાગરમાં ભટકે છે.” તેથી 1. प्रतिषिद्धेषु च द्वेष, विहितेषु चेषद्रागभावेऽपि। सामायिकम् अशुद्धम्, शुद्धं समतया द्वयोरपि।।