SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २५६६ ० तत्त्वज्ञानं परं हितम् । ૨૬/૭ ऽपवर्गोपायतया समाम्नातम् । इदमेवाऽभिप्रेत्योक्तं सिद्धसेनीयद्वात्रिंशिकायां “न दोषदर्शनाच्छुद्धं वैराग्यं विषयात्मसु। मृदुप्रवृत्त्युपायोऽयं तत्त्वज्ञानं परं हितम् ।।” (सि.द्वा.१०/११) इति। तादृशतत्त्वज्ञानादिरा बलेनैवाऽयं पद-प्रसिद्धि-प्रमाणपत्र-परिवारवृद्ध्यादिप्रलोभनेन जलकमलवद् नैव लिप्यते। शासन म -सङ्घ-समुदाय-गच्छ-ग्राम-नगरादिमध्ये निजमहत्त्वप्रस्थापनादिकं नैव अभिलषति, सदैव निजनिष्कृत्रिमा- ऽनन्ताऽऽनन्दमयशुद्धाऽऽत्मद्रव्ये विश्रामात् । 'अनुभूयमानपरमानन्दमयमात्मद्रव्यं मोक्षो नाऽतिशेते' इत्यनुभवाद् मोक्षस्पृहाऽपि निवर्त्तते । क यथोक्तं योगशास्त्रे “मोक्षोऽस्तु माऽस्तु यदि वा, परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि ही प्रतिभासन्ते न किञ्चिदिव ।।” (यो.शा.११/५१) इति । तदुक्तम् अध्यात्मसारे अपि “हृदये न शिवेऽपि लुब्धता सदनुष्ठानमसङ्गमङ्गति। पुरुषस्य दशेयमिष्यते सहजानन्दतरङ्गसङ्गता ।।” (अ.सा.७/२५) इति । का यथोक्तं योगशतके '“भव-मोक्खाऽपडिबद्धो” (यो.श.२०) इति । तदुक्तं योगशतकवृत्तौ अपि उद्धरणरूपेण શક્તિ વગેરે પ્રત્યે વૈરાગ્ય = પરવૈરાગ્ય લાવવા દ્વારા શુદ્ધ દ્રવ્યદૃષ્ટિનું સંપાદન કરે છે. તેથી તે તત્ત્વજ્ઞાન જ મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય છે. આ જ અભિપ્રાયથી સિદ્ધસેનીય દ્વાત્રિશિકા પ્રકરણમાં જણાવેલ છે કે ‘વિષયાત્મક ઈન્દ્રિયસુખોમાં દોષનું દર્શન કરવાથી આવનાર વૈરાગ્ય શુદ્ધ નથી. લોકોને સન્માર્ગે લાવવાનો એ એક સરળ ઉપાય છે. ખરું હિત તો તત્ત્વની હાર્દિક અને વાસ્તવિક સમજણ જ છે.” આવા તત્ત્વજ્ઞાન વગેરેના બળ વડે જ પદવી, પાટ, પ્રસિદ્ધિ, પ્રમાણપત્ર, પરિવારવૃદ્ધિ વગેરે પ્રલોભનથી ભાવનિર્ઝન્થ જલકમલવત્ નિર્લેપ - અસંગ રહે છે. શાસનમાં, સંઘમાં, સમુદાયમાં, ગચ્છમાં, ગામમાં, નગરાદિમાં પોતાના મહત્ત્વની મહોર છાપ મારવાની ઈચ્છા કદાપિ ભાવનિર્ઝન્થ કરતા નથી. તેવી ઈચ્છા કરે તે ભાવનિર્ઝન્થ ન હોય. લોકોમાં પોતાનું મૂલ્યાંકન કરાવવાની કે બીજાનું મૂલ્યાંકન કરવાની લેશ પણ છે આવશ્યકતા નિગ્રંથ ભગવાનને હોતી નથી. કેમ કે બીજાને માપવાના બદલે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વા પરિપૂર્ણપણે પામવાની જ પરિણતિ તેમનામાં વણાયેલી હોય છે. પોતાના સ્વાભવિક અનન્તાનંદમય શુદ્ધ આત્મદ્રવ્યમાં જ તે સદૈવ વિશ્રામ-આરામ કરતા હોય છે. સ છે ગુણવૈરાગીને મોક્ષકામના પણ ન હોય છે (અનુ.) અરે ! પોતાને અનુભવાતા આનંદમય આત્મદ્રવ્ય કરતાં મોક્ષ લેશ પણ ચઢિયાતો નથી - તેવું અંદરમાં પ્રતીત થવાથી તેમને મોક્ષની પણ ઈચ્છા થતી નથી. તેથી જ તેવા મહાત્માની દશાનું વર્ણન કરતાં શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં જણાવેલ છે કે “મોક્ષ થાવ કે ન થાવ. મને તો ખરેખર તે પરમાનંદ અનુભવાય છે કે જેમાં તમામ સાંસારિક સુખો બિલકુલ નગણ્ય લાગે છે, તુચ્છ લાગે છે.” અધ્યાત્મસારમાં પણ જણાવેલ છે કે “હૃદયમાં મોક્ષને વિશે પણ આસક્તિ હોતી નથી. તેમનું સદનુષ્ઠાન પણ અસંગ બને છે. ગુણવૈરાગ્યવાળા પુરુષની આ દશા સહજાનંદ સાગરના જ્ઞાનતરંગોથી વણાયેલી હોય છે. યોગશતકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ ઉત્કૃષ્ટ સાધકદશાનું વર્ણન કરતા જણાવેલ છે કે “સાધક સંસારમાં કે મોલમાં બંધાયેલો-આસક્ત હોતો નથી.” યોગશતકવૃત્તિમાં પણ ઉદ્ધરણરૂપે જણાવેલ 1. ભવ-મક્ષMતિવદ્ધ:
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy