________________
२५५९
० अन्तरात्मदशाशुद्धि-वृद्धिविमर्शः ० पुष्टि-शुद्धि-वृद्धिकृते कात्स्न्र्येन उपयुज्यते न वा ? यदुत अल्पांशत उपयुज्यते ? कस्मादेवं प भवति ? कोऽत्र परमार्थतोऽपराध्यते ?" इति प्रतिदिनम् अन्वेषणीयं भावसंयमार्थिना ।
_ किन्तु तादृशशक्तिप्रवाहं मनागपि शासनप्रभावनादिविभिन्नबाह्यप्रवृत्तौ ऋद्धि-रस-सातगारव । -रागादिविभावपरिणामादौ वा व्ययीकृत्य ममत्व-महत्त्वाकाङ्क्षा-मद-मदन-मानादिकं नैव पोषणीयं म जातुचिद् ग्रन्थिभेद-षष्ठ-सप्तमगुणस्थानकस्पर्शनाऽर्थिभिः, अन्यथा भवभ्रमणवृद्धिः न दुर्लभा। र्श कर्मोदयधाराविश्रान्तिर्हि क्षतिः, अहंभाव-पुण्योदयाऽऽकर्षणादिकञ्चाऽपराधः । एतादृशक्षत्यपराधवशतो है महामोहावर्ते न्यमज्जि अनेन जीवेन असकृत् ।
ततश्च षष्ठ-सप्तमगुणस्थानस्पर्शनात्मकं निजं वर्तमानकालीनं महिष्ठं कर्त्तव्यं दीक्षितेन आदौ । पालयितव्यम् एतद्बाधकाऽन्यविधप्रवृत्तिरुचित्यागेन, न तु प्रथमत एव धर्मोपदेशदानादौ यतनीयं का -તપ-શાસ્ત્રાભ્યાસાદિથી જે સાત્ત્વિક ઊર્જા પ્રવાહ પ્રગટ થયો, તે અંતર્મુખતાનું પોષણ-શોધન-સંવર્ધન કરવા માટે પૂરેપૂરો વપરાય છે કે નહિ ? કે પછી એમાં અધકચરો જ વપરાય છે ? આવું શા માટે થાય છે ? આ બાબતમાં પરમાર્થથી કોણ અપરાધી છે ? હું જ કે બીજું કોઈ ?'
કિનારે આવેલો સાધક પણ બાહ્ય પ્રવૃત્તિથી તણાઈ જાય છે (7િ) પરંતુ શાસનપ્રભાવના વગેરે વિભિન્ન બાહ્ય પ્રવૃત્તિમાં કે ઋદ્ધિગારવ-રસગારવ-સાતાગારવ, રાગાદિ વિભાવપરિણામાદિમાં તે શક્તિપ્રવાહને આંશિક રીતે પણ ખર્ચીને આઠ મદ, મદન (કામવાસના), માનકષાય વગેરેનું પોષણ સંયમીએ ક્યારેય પણ કરવું નહિ, જો ગ્રન્થિભેદની અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરવાની ભાવના હોય તો. બાકી સાધનાજન્ય સાત્ત્વિક શક્તિપ્રવાહનો બાહ્ય પ્રવૃત્તિમાં કે વિભાવદશામાં ઉપયોગ કરીને પોતાના મમત્વ-મહત્ત્વાકાંક્ષા-મદ-મદન-માન-અધિકારવલણ વગેરેને જ પુષ્ટ કરવામાં આવે તો ભવભ્રમણમાં વધારો થવો દુર્લભ ન ગણાય. ખરેખર, મોહરાજાના છે મોજાં સંસારસાગરના કિનારે આવેલા સાધકને પણ તાણી જાય છે. કર્મોદયધારામાં = ઔદયિકધારામાં વા ખોવાઈ જવું-ખોટી થવું એ ભૂલ છે. જ્યારે અહંકારમાં સ્વયમેવ તણાવું કે બાહ્ય પુણ્યોદયની ઝાકઝમાળમાં ખેંચાવું તે અપરાધ છે. ભલભલાને મૂંઝવી નાંખે તેવી મોહરાજાની આ ભૂલભૂલામણી છે. આ એક ગ્ર પ્રકારની સતામણી છે. મહામોહની જોહુકમી છે. આવી ભૂલ અને અપરાધને વશ થઈને આ જીવ અનેક વખત મહામોહના વમળમાં ડૂબેલો છે.
શાસનપ્રભાવનાદિના રૂડા-રૂપાળા નામે બહિર્મુખતા ન પોષવી જ (તત.) તેથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરવામાં અડચણ-અવરોધ પેદા કરનારી જુદી -જુદી બાહ્ય પ્રવૃત્તિની રુચિને છોડીને, દીક્ષિત સાધકે છઠ્ઠા-સાતમા ગુણઠાણાની કમ સે કમ એક વખત સ્પર્શના કરવાનું પોતાનું અંગત અને સાંપ્રતકાળે સૌથી મહાન કર્તવ્ય સૌપ્રથમ પાળવું જોઈએ. SAFETY FIRST. આમ ને આમ બાહ્ય પ્રવૃત્તિઓની આળ-પંપાળમાં, શાસનપ્રભાવનાદિના નામે વિભાવદશાને જ પોષવામાં, બહિર્મુખતાને તગડી કરવામાં આ ભવ પૂરો થઈ ન જાય તેની કાળજી રાખવી. પ્રત્યેક