SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ २५५८ ० भूमिकौचित्येन अभेदोपासना कर्त्तव्या 0 ए च' इत्येवं नवधा जायमाना अभेदोपासना केवलज्ञानाऽऽक्षेपिका प्रकृष्यते । स प्रकृते “अहमेव मयोपास्यो मुक्ते/जमिति स्थितम्” (अ.बि.२/२५) इति अध्यात्मबिन्दूक्तिः, “मदन्यो न मयोपास्यो मदन्येन च नाप्यहम्” (ध्या.दी.१७३) इति ध्यानदीपिकोक्तिश्च दृढतया गम्भीरतया च " भावनीया स्वभूमिकौचित्येन । श एवं संयमजीवने जप-तपः-शास्त्राभ्यासादिजन्यः सात्त्विकशक्तिप्रवाहः तीव्रप्रणिधानपूर्वम् क अन्तःकरणाऽऽर्द्रता-संवेदनशीलता-स्वात्मसन्मुखतादिषु पूर्णतया प्रामाणिकतया च स्थाप्यः। ततश्च षष्ठ-सप्तमगुणस्थानकस्पर्शना अस्मिन्नेव भवे सुलमा स्यात् । अतः “तादृशशक्तिप्रवाहः अन्तर्मुखताછે તે હું અને જે આવિષ્કાર કરે છે તે પણ હું. મતલબ કે આવિર્ભાવનો વિષય અને આવિર્ભાવનો કર્તા હું પોતે જ છું. અનંતગુણમય સ્વરૂપે આવિર્ભાવ કરવા યોગ્ય અને તેવા આવિર્ભાવને કરનાર - આ બન્ને જુદા નથી.” આમ નવ પ્રકારે જે ઉપાસના થાય તે અભેદોપાસના કહેવાય. તેવી અભેદોપાસના કેવળજ્ઞાનને એક-બે ભવમાં જ ખેંચી લાવે છે. પૂર્વોક્ત ૨૧૦૦ પ્રકારે નિષેધપરિણતિને જેટલી જીવંત અને જ્વલંત બનાવી હોય, તેના બળથી આ પારમાર્થિક અભેદોપાસના પ્રકર્ષને પામે છે. જ પોતાની જ ઉપાસના કર્તવ્ય છે (9) પ્રસ્તુતમાં પોતાની ભૂમિકાને અનુરૂપ બને તે રીતે નિમ્નોક્ત બે શાસ્ત્રવચનની દઢપણે અને ગંભીરપણે ભાવના કરવી. (૧) શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુમાં જણાવેલ છે કે હું જ મારા દ્વારા ઉપાસના કરવા યોગ્ય છું - આવી પરિસ્થિતિ = આત્મદશા એ મુક્તિનું બીજ છે. આ છે સિદ્ધાન્ત છે.” (૨) શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ ધ્યાનદીપિકામાં જણાવેલ છે કે “મારાથી ભિન્ન કોઈ ઘા પણ વ્યક્તિ કે વસ્તુ મારા દ્વારા ઉપાસના કરવા યોગ્ય નથી. તેમજ મારા સિવાયની કોઈ વ્યક્તિ દ્વારા હું પણ ઉપાસના કરવા યોગ્ય નથી.” કેટલી અણિશુદ્ધ તાત્ત્વિક વાત છે ! ખરેખર (a) “મારી સ પ્રશંસા-પૂજા-ભક્તિ સેવા કોઈ કરે' - એવી ઘેલછા સાચા સાધકને સતાવે નહિ. (b) પોતાના ફોટાની પ્રભાવના કરવાની તમન્ના વિરક્ત મહાત્માને કદિ ડગાવે નહિ. (c) કે ઉપાશ્રયાદિમાં ક્યાંક પોતાનો ફોટો ગોઠવવાની મહત્ત્વાકાંક્ષા આત્માર્થી યોગીને ક્યારેય દબાવે નહિ. (0) અવનવા અપૂર્વ વિશેષણોથી પોતાની જાતને નવાજવાનું પ્રલોભન આધ્યાત્મિક સત્પરુષને કદાપિ નડે નહિ. (e) પોતાના નામવાળા લેટરપેડ, સ્ટીકર, શિલાલેખ, ફૂલેક્સ બેનર વગેરેનું આકર્ષણ ભાવસંયમીમાંથી વિદાય લે છે. જ શક્તિને આત્મકેન્દ્રિત કરીએ , (ઉં.) એ જ રીતે દીક્ષા જીવનમાં જપ, તપ, શાસ્ત્રાભ્યાસ વગેરે સાધનાથી જે સાત્ત્વિક શક્તિપ્રવાહ ઉત્પન્ન થાય તેને પ્રણિધાનપૂર્વક અંતઃકરણની આર્દ્રતા, સંવેદનશીલતા, સ્વાત્મસન્મુખતા વગેરે તરફ પૂર્ણપણે વાળવાનો પ્રામાણિકપણે પ્રયત્ન કરવો. તે શક્તિપ્રવાહને પૂર્ણપણે અંતઃકરણની આદ્રતા, સંવેદનશીલતા વગેરેમાં સ્થાપવો-જોડવો એ અત્યંત જરૂરી છે. તે શક્તિપ્રવાહને શુદ્ધ સ્વાત્મદ્રવ્ય તરફ કેન્દ્રિત કરવાનું પ્રણિધાન તીવ્ર કરવું. તેનાથી આ જ ભવમાં છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકની સ્પર્શના થઈ શકે છે. આથી ભાવસંયમના અર્થી સાધકોએ રોજે રોજ વારંવાર આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે “જપ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy