________________
२५५६
• अभेदोपासनोपदर्शनम् . एकशताऽधिकसहस्रद्वयभङ्गगर्भितप्रातिस्विकैतादृशनिषेधपरिणतिसामर्थ्येण तु स्वद्रव्य-गुण-पर्यायेषु एव ज्ञानोपयोगविश्रान्तितः ‘अहमेव अखण्डानन्तानन्दादिपरिपूर्णतया (१) ज्ञेयो ज्ञाता च, (२) दृश्यो દૃષ્ટા ઘ, (૩) રોઃ વિતા , (૪) શ્રદ્ધેય શ્રદ્ધાના ઘ, (૬) અનુમાવ્યઃ અનુમવિતા ઘ, (૬)
નવ પ્રકારે અભેદોપાસના છે, (વિ.) ઉપરોક્ત રીતે અભ્યાસ કરવાથી ૨૧૦૦ પ્રકારોથી ગર્ભિત પ્રત્યેક નિષેધપરિણતિ જ્વલંત અને જીવંત થાય છે. તેના સામર્થ્યના લીધે સાધક ભગવાનનો ઉપયોગ પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી ખસીને સ્વદ્રવ્ય -ગુણ-પર્યાયમાં જ ઠરતો જાય છે. પરપરિણામમાં ઉપયોગ ખોટી થતો નથી. સ્વપરિણામમાં, સ્વદ્રવ્ય-ગુણ -પર્યાયમાં જ્ઞાનોપયોગ વિશ્રાન્ત થતો જાય છે. તેથી સાધકને અંદરમાં અબ્રાન્ત પ્રતીતિ થાય છે કે :
60 -જ્ઞાતા વચ્ચે અભેદ થઈ (૧) “હું જ શેય છું અને હું જ જ્ઞાતા છું. મારા સિવાય બીજું કશું પણ મારે જાણવા જેવું જ નથી. હું કાંઈ સામાન્ય વસ્તુ નથી. અખંડ-અનંત આનંદ વગેરેથી હું પરિપૂર્ણ છું. આનંદપૂર્ણરૂપે જ હું મને જાણું છું. અનંત આનંદપૂર્ણસ્વરૂપે જે જણાય છે, તે હું જ છું. તથા અનંતઆનંદપરિપૂર્ણરૂપે જે જાણે છે, તે પણ હું જ છું. જ્ઞાતા જ શેય છે. શેય અને જ્ઞાતા વચ્ચે આ રીતે અભેદ છે.”
કક દૃશ્ય-દ્રષ્ટા વચ્ચે તાદાક્ય . (૨) “મારા દ્વારા જોવા લાયક પણ હું જ છું. મારે ત્રિકાળવ્યાપક અખંડ અનંતાનંદપૂર્ણસ્વરૂપે છે મારા દર્શન કરવા છે. અનંતાનંદ વગેરેથી પરિપૂર્ણ સ્વરૂપે જોવા યોગ્ય પણ હું જ છું. તથા અનંતાનંદ G! વગેરેથી પરિપૂર્ણ સ્વરૂપે મને જોનાર પણ હું જ છું. દશ્ય એ દષ્ટાથી અતિરિક્ત નથી. દષ્ટા એ જ
દશ્ય છે. દશ્ય અને દષ્ટા વચ્ચે તત્ત્વથી તાદાભ્ય છે.” ૫ (૩) “સમગ્ર બ્રહ્માંડમાં ગમાડવા લાયક કોઈક ચીજ હોય તો તે હું જ છું. કારણ કે હું અનંત
આનંદ, અનંત જ્ઞાન, અનંત શક્તિ વગેરેથી પરિપૂર્ણ છું. અખંડ અનંત આનંદાદિથી પૂર્ણસ્વરૂપે ગમાડવા લાયક પણ હું છું અને તે સ્વરૂપે જેને ગમે છે તે પણ હું જ છું. ટૂંકમાં, અહીં રુચિનો વિષય અને રુચિનો આશ્રય (= રુચિકર્તા) આ બન્ને વચ્ચે ઐક્ય છે.”
/ શ્રદ્ધેય-શ્રદ્ધાળમાં અભિન્નતા છે (૪) “અનંત આનંદાદિથી પરિપૂર્ણપણે હું જ શ્રદ્ધેય છું. તથા તેવી શ્રદ્ધાને કરનાર પણ હું જ છું. મારું સ્વરૂપ અનંત આનંદાદિથી પરિપૂર્ણપણે જ શ્રદ્ધા કરવા યોગ્ય છે. હું પરમાત્મા જેવો જ છું. મારામાં અને પરમાત્મામાં કોઈ વૈજાત્ય નથી, વૈલક્ષણ્ય નથી. હું જ પરમાર્થથી અનંતગુણસંપન્ન પરમાત્મા છું. અનંત આનંદાદિથી પૂર્ણરૂપે જેની શ્રદ્ધા થાય છે અને તેવી શ્રદ્ધાને જે કરે છે, તે બન્ને વચ્ચે એકત્વપરિણતિ રહેલી છે. મતલબ કે હું જ અખંડઅનંતગુણમયસ્વરૂપે શ્રદ્ધેય અને શ્રદ્ધાકર્તા છું.”
(૫) “હવે મારે મારી જાતનો અનંત આનંદાદિથી પૂર્ણસ્વરૂપે ઝડપથી અનુભવ કરવો છે. પર પદાર્થનો અનુભવ કે પરસ્વરૂપે મારો અનુભવ મારે નથી કરવો. મારે તો અખંડઆનંદાદિરૂપે જ, મારો જ અપરોક્ષ અનુભવ અત્યંત ઝડપથી કરવો છે. અનંત આનંદાદિપૂર્ણરૂપે જેનો અનુભવ થાય છે અને તે પ્રમાણે જે અનુભવ કરે છે, તે બન્ને એક જ છે, જુદા નથી. તે બન્ને હું જ છું. મારામાં