SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ २५४६ क्रिया ज्ञानिनो ध्यानाऽविघातिनी । क्रिया सा ज्ञानिनोऽसङ्गान्नैव ध्यानविघातिनी ।।” (अ.सा.१५/११) इत्युक्तम् । “नास्ति काचिदसौ क्रिया, यया साधूनां ध्यानं न भवति” (आ.नि.ध्यानशतक-१०५ वृ.) इति आवश्यकनियुक्तिहारिभद्रीवृत्तिवचनं रा ध्यानशतकविवरणवर्ति प्रकृतेऽनुसन्धेयम् । दर्शितरीत्या बुद्धेः नीरवत्वे निष्क्रियत्वे च अन्तःकरणस्य तु शान्तत्वे शुद्धत्वे च जायमानया श पुष्कलया ज्ञानावरणादिकर्मनिर्जरया भूम्ना स्वान्तः प्रभुप्रसादविधया प्रचुरा लोकोत्तरा आत्मानुभवैक- गम्याऽर्थगोचरा अपूर्वा अनुप्रेक्षावृष्टिः स्वयमेव वर्षतीत्यनुभूयते। किन्तु तादृशाऽनुप्रेक्षाप्रदर्शन -प्रकाशनादौ व्यग्रता अग्रेतनगुणस्थानकाऽऽरोहणकामिभिः नैव कार्या, ततो बहिर्मुखताऽहङ्कारादिपुष्ट्या महामोहव्यामोहनिमज्जनसम्भवात् । न वा तादृशानुप्रेक्षाविचारा अपि लब्धिमनसि सङ्ग्रहीतव्याः किन्तु निजाऽन्तःकरणं હોય તે અસંગભાવથી - અનાસક્તિથી પ્રવર્તતી હોવાથી ધ્યાનનો વ્યાઘાત ન જ કરે.” તથા “કોઈ તેવી ક્રિયા (સાધુ જીવનમાં) નથી કે જેનાથી સાધુને ધ્યાન ન થાય' - આ મુજબ આવશ્યકનિર્યુક્તિ વ્યાખ્યામાં ધ્યાનશતકનું વિવરણ કરતાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે, તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. છે અપૂર્વ અનુપ્રેક્ષાના પ્રકાશનમાં ન અટવાઈએ છે (ઉ.) ઉપર જણાવેલી પદ્ધતિ અનુસાર બુદ્ધિને નીરવ અને નિષ્ક્રિય કરવામાં આવે તથા અંતઃકરણને શાંત અને શુદ્ધ કરવામાં આવે ત્યારે જ્ઞાનાવરણાદિ કર્મોની પુષ્કળ નિર્જરા થાય છે. તેના કારણે ઘણી વાર પોતાના અંતઃકરણમાં પ્રભુના પ્રસાદસ્વરૂપે ઢગલાબંધ અનુપ્રેક્ષાનો વરસાદ વરસતો હોય - તેવું એ સાધક અનુભવે છે. તે અનુપ્રેક્ષા પણ કદિ પૂર્વે ન સાંભળેલ, ન વિચારેલ, ન વાંચેલ એવા અપૂર્વ - અભિનવ અર્થનો આવિષ્કાર કરનારી લોકોત્તર હોય - તેવું પણ બનતું હોય. તથા તે અનુપ્રેક્ષાના Cી પદાર્થો પણ માત્ર આત્માનુભૂતિ દ્વારા જ ઓળખી શકાય તેવા હોય છે. તેથી તેવી અનુપ્રેક્ષા બીજાને જણાવવાની ભાવના-લાલચ જાગે તે સ્વાભાવિક છે. પરંતુ ઉપર-ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢવાની એ કામનાવાળા સાધકે તેવી અનુપ્રેક્ષાના પ્રદર્શન કે પ્રકાશન વગેરેમાં મોહાઈ ન જવું, અટવાઈ ન જ જવું. કારણ કે તેવી સાત્ત્વિક પ્રવૃત્તિના માધ્યમે પણ પોતાની બહિર્મુખતા પોષાઈ જવાથી, અહંકાર -મહત્ત્વાકાંક્ષાદિ ભાવો મજબૂત થઈ જવાથી મહામોહની ભૂલભૂલામણીમાં અટવાઈ જવાય, ડૂબી જવાય - તેવી સંભાવના ઊભી જ રહે છે. તેવી પ્રવૃત્તિ સાધકને ફસાવે તેવી સંભાવના નકારી શકાતી નથી. એ માર્ગ લપસણો અને જોખમ ભરેલો છે. પરને માટે પાવન પદાર્થપ્રકાશને પાથરનારી તેવી પણ પ્રવૃત્તિ પોતાના માટે આગના ભડકાસ્વરૂપે સાબિત થઈ શકે છે. નમ્રતા-લઘુતા-અંતર્મુખતાદિ ગુણવૈભવને ભસ્મીભૂત કરનારી પણ તે પ્રવૃત્તિ બની શકે છે. # અપૂર્વ અનુપ્રેક્ષાને અંતઃકરણમાં પરિણમાવીએ છે (વા.) તથા તેવી અલૌકિક અપૂર્વ અનુભવગમ્ય અનુપ્રેક્ષાના વિચારોને પણ લબ્ધિમનમાં સંઘરી રાખવાના નથી. પરંતુ પોતાના અંતઃકરણને તે સ્વાનુભૂતિગમ્ય અનુપ્રેક્ષાથી પરિણત કરવાનું છે. કેમ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy