SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ २५१२ • भावलब्धिपरिचय: ૨૬/૭ ५ (उपशमनाकरण-गाथा ३+९) ज्ञायते। तत्र च कारणं तथाविधमोक्षार्थशास्त्रतात्पर्यबोधविरहः, निजशुद्धात्मप्राप्तिगोचरचिन्तामयज्ञानाऽभावः, पूर्वोक्तेन (१५/१/१) अवञ्चकयोगेन स्वानुभवसम्पन्नम सद्गुरुसमागमस्य अयोगः, निजभवितव्यताप्रातिकूल्यम्, तादात्विकविषय-कषायाधुद्रेकाधीनत्वम्, पूर्वोक्तવાર બન્યું હોય - તેવું સંભવી શકે છે. શ્રીશિવશર્મસૂરિજીએ રચેલ કર્મપ્રકૃતિ (કમ્મપયડી) ગ્રંથ મુજબ આ બાબત જણાય છે. બન્ને પ્રકારની કાળલબ્ધિ મળવા છતાં પ્રતિસમય અનંતગુણ અધિક વર્ધમાન પરિણામવિશુદ્ધિ = ભાવલબ્ધિ પ્રગટ ન થવાના કારણો પણ અનેક બની શકે છે. જેમ કે A મોક્ષાર્થશાસ્ત્રના તાત્પર્યને સમજ્યો નહિ (A) તેવા પ્રકારના મોક્ષપ્રયોજનસાપેક્ષ-મોક્ષઉદેશ્યક એવા શાસ્ત્રો જ જીવને મળેલા ન હોય. અથવા (B) તેવા શાસ્ત્રોને સાંભળવા છતાં તેના તાત્પર્યને સમજવા આ જીવે પ્રયાસ ન કર્યો હોય. અથવા (C) તેવા શાસ્ત્રના ભાવાર્થને-ગૂઢાર્થને સમજવાનો પ્રયત્ન કરવા છતાં તેનો યથાર્થ બોધ, સાચી સમજણ (understanding power), આંતરિક ઓળખાણ મળેલ ન હોય, શાસ્ત્રતાત્પર્યાનુસારી ઠરેલ ડહાપણ (wisdom) પ્રાપ્ત થયેલ ન હોય. તેથી સમકિતપ્રાપક વર્ધમાન વિશુદ્ધિ મળી ન હોય તેવું સંભવે. આ આત્મપ્રાપ્તિની ચિંતા કરી નહિ જ. (D) કદાચ તેવો યથાર્થ બોધ વગેરે જીવને પ્રાપ્ત થયેલ હોય છતાં હું મારા શુદ્ધ આત્માને ક્યારે પ્રાપ્ત કરીશ? ક્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પ્રગટ કરીશ? કેવી રીતે મારા પરમાનંદમય આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થશે ? મારું શાશ્વત શાંતિમય શીતળ શુદ્ધ આત્મતત્ત્વ નિત્યસન્નિહિત હોવા છતાં કેમ અપરોક્ષપણે અનુભવાતું નથી?' - આ પ્રમાણે પોતાના શુદ્ધ આત્માની પ્રાપ્તિ-અનુભૂતિ ન થવાની વેદના C -ચિંતાથી જ્ઞાન વણાયેલું ન હોય. તેના લીધે ચોથા ગુણસ્થાનકની જીવે સ્પર્શના ન કરી હોય તેવું સંભવે. | (E) કદાચ તેવી આત્મપ્રાપ્તિની ચિંતાથી વ્યાપ્ત થયેલું જ્ઞાન જીવના અંતરમાં છવાયેલું હોય તો પણ અપરોક્ષ સ્વાનુભૂતિથી સંપન્ન એવા સદ્ગુરુનો સમાગમ ન થયો હોય તો પણ ગ્રંથિભેદ ન થયો હોય તેવું બને. ૪ અવંચકયોગથી સદગુરુસંયોગ થયો નહિ ૪ (F) કદાચ તેવા સદ્ગુરુ મળેલા હોય પણ પૂર્વોક્ત (૧૫/૧/૧) અવંચક્યોગથી તેની પ્રાપ્તિ ન થઈ હોય તો પણ પ્રતિસમય અનંતગુણ વર્ધમાન પરિણામવિશુદ્ધિ જન્મ નહિ આવી પણ પ્રબળ સંભાવના છે. તેવા સદ્દગુરુના ગુણોની પરખપૂર્વક, તેમની તારકશક્તિની ઓળખપૂર્વક, તેમના પ્રત્યે બિનશરતી શરણાગતિભાવ જન્મે, તેમની અનુભવવાણી મુજબ સાધનામાર્ગનો બાહ્ય-અત્યંતર પુરુષાર્થ કરવાની તૈયારી આવે એ પ્રતિસમય અનંતગુણ વર્ધમાન પરિણામવિશુદ્ધિનું = ભાવલબ્ધિનું અંતરંગ મુખ્ય કારણ છે. અવંચકયોગથી સદ્ગુરુસમાગમ ન થયો તો તેવું ન બની શકે. (G) કદાચ અવંચકયોગથી સ્વાનુભવી સદ્દગુરુનો ભેટો થયો હોય પણ પોતાની જ ભવિતવ્યતા પ્રતિકૂળ હોય તો પણ તેવી વર્ધમાન વિશુદ્ધ ભાવધારા ન પ્રગટે તેવી સંભાવના નકારી શકાતી નથી. (H) અથવા નિમિત્તાધીન કર્મવશ તાત્કાલિક વિષય-કષાયના ઉછાળા આવેગ-આવેશ આવે તેની સામે જીવનું બળ ઓછું પડે, જીવ તેની સામે ઢીલો પડીને તેને આધીન થઈ જાય તો પણ તેવો વર્ધમાન વિશુદ્ધ અધ્યવસાય પ્રવાહ = ભાવલબ્ધિ ન જન્મે. આ પણ શક્ય છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy