________________
૨૬/૭
२५११
० द्विविधकाललब्धिपरिचयः । न वा सच्छ्रद्धागोचरीकृतम्। अज्ञानावरण-वीर्यान्तरायादिक्षयोपशमकरणेऽपि दर्शनमोहक्षयोपशमो नाऽकारि। प
(१) देशोनाऽर्धपुद्गलपरावर्तकालाऽधिकस्थितिकभवभ्रमणकालवशेन प्राथमिककाललब्धिविरहा- गा दप्येवं स्यात्।
(२) यद्वा देशोनाऽर्धपुद्गलपरावर्त्तकालन्यूनसंसारस्थितिकभव्यपञ्चेन्द्रियसंज्ञिपर्याप्तजीवस्याऽपि स् प्रककोटाकोटिसागरोपमाऽधिकस्थितिककर्मशेषवशेन अन्यविधकाललब्धिविरहाद् अपि एवं सम्भवेत् । श
(३) यद्वा तादृशजीवस्य अन्तःकोटाकोटिसागरोपमस्थितिककर्मशेषेऽपि प्रतिसमयम् अनन्तगुणा- क ऽधिकवर्धमानाऽऽत्मपरिणामविशुद्धिलक्षणभावलब्धिविरहादपि एवं भवेदिति कर्मप्रकृत्यनुसारेण જીવે પોતાના જ સહજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સાચો નિશ્ચય કે તેની તાત્ત્વિક શ્રદ્ધા ન કરી. અજ્ઞાનાવરણ, વર્યાતરાયાદિ કર્મનો ક્ષયોપશમ કરવા છતાં દર્શનમોહનો ક્ષયોપશમ પણ આ જીવે ન કર્યો. મતલબ કે ગ્રંથિભેદ કરીને આ જીવ સમ્યગ્દર્શન નથી મેળવી શકતો. તેના અનેક કારણો હોઈ શકે.
પ્રાથમિક કાળલબ્ધિનો પરિચય ક (૧) જેમ કે જીવની “પ્રાથમિક કાળલબ્ધિ ન હોવાના લીધે ગ્રંથિભેદજન્ય સમકિત ન મળે. કોઈ પણ ભવ્યાત્માનો વધારેમાં વધારે, કાંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ જેટલી સ્થિતિવાળો સંસાર બાકી હોય ત્યારે જ ગ્રંથિભેદકાલીન સમ્યક્તને પામવા માટે તે જીવ યોગ્ય બને છે. જીવની આ અવસ્થા પ્રથમ વાર સમકિત પામવા માટે જરૂરી હોવાથી પ્રાથમિક કાળલબ્ધિ' કહેવાય છે. પરંતુ દેશોન અર્ધ પુગલપરાવર્ત કાળથી અધિક કાળ સુધી જે જીવ ભવભ્રમણ કરવાનો હોય, તે જીવની પાસે આવી “પ્રાથમિક કાળલબ્ધિ ન હોય. તેથી પુરુષાર્થ કરવા છતાં પણ પોતાના સહજ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સાક્ષાત્કાર કે તેની યથાર્થ શ્રદ્ધા તે જીવ ન કરે તેવું પણ સંભવી શકે.
બીજી કાળલધિને સમજીએ છે (૨) જે જીવનો સંસાર દેશોન અર્ધ પુદ્ગલ-પરાવર્ત કાળ કરતાં ઓછો હોય તે ભવ્યાત્મા પંચેન્દ્રિય દી હોય, સંજ્ઞી હોય. આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષા-મન આ છ પર્યાપ્તિઓથી પર્યાપ્ત હોય તેની પાસે ઉપરોક્ત “પ્રાથમિક કાળલબ્ધિ” સંપૂર્ણપણે હાજર છે. તેમ છતાં પણ બીજા પ્રકારની “કાળલબ્ધિ' ની જો તે જીવ પાસે ન હોય તો તે જીવ સમ્યક્ત મેળવી શકતો નથી. બીજા પ્રકારની કાળલબ્ધિનો સંબંધ કર્મની સ્થિતિ સાથે છે. ૭૦ કોટાકોટી સાગરોપમ સ્વરૂપ ઉત્કૃષ્ટસ્થિતિવાળાં કર્મો તે જીવમાં હાજર હોય અથવા એક કોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિવાળાં કર્મો તે જીવમાં વિદ્યમાન હોય તો પણ ગ્રંથિભેદ-સમકિત વગેરેનો લાભ જીવને થઈ શકતો નથી. આ રીતે બીજા પ્રકારની કાળલબ્ધિને કર્મસ્થિતિસાપેક્ષ સમજવી. તે ન હોવાથી પણ જીવને સમકિત મળતું ન હોય તેવું પણ સંભવે છે.
/ અનંતગણ વદ્યમાન પરિણામવિશુદ્ધિને મેળવીએ / (૩) પરિપૂર્ણ પ્રાથમિક કાળલબ્ધિ અને બીજા પ્રકારની કાળલબ્ધિ હોય, અંતઃકોટાકોટી સાગરોપમ કરતાં ન્યૂન સ્થિતિવાળાં કર્મો હોય છતાં પણ તે જીવ પ્રતિસમય અનંતગુણ અધિક વર્ધમાન આત્મવિશુદ્ધિને -પરિણામવિશુદ્ધિને ધારણ ન કરે તો પણ ગ્રંથિભેદ કરીને સમકિત ન જ મેળવે. તેવું પણ પૂર્વે અનેક