________________
२४९८ . विचारादिषु परमौदासीन्यं भावनीयम् ।
૨૬/૭ प (१२) साधकदशायां जायमाना अनादिकालीनसहजमल-कर्मोदय-प्रमाद-भवितव्यता-कालादिप्रेरितेष्टा- ऽनिष्टकल्पना अमूढभावेन, असङ्गसाक्षिभावेन, अतन्मयभावेन, विरक्ततया, उदासीनतया, स्वतन्त्रतया ___ च केवलं ज्ञातव्या कर्मादिसूत्रधारसूत्रसञ्चाराऽनुसृतनाटकविधया।
(१३) कर्मोदयादिजनिता अनिवार्याः स्व-पराऽशुद्धपर्यायाः बलात्कारेण न परावर्त्तनीयाः, न २ वा निष्काशनीयाः किन्तु तेषु भासमानाऽऽरोपितता-तादात्म्यबुद्धि-स्वामित्वबोधाऽधिकारवृत्ति-लीनता क -तन्मयतैकरूपता-कर्तृत्वधी-भोक्तृत्वपरिणत्यादिकं निजनिरालम्बन-निरुपाधिक-सहजानन्दमयाऽमूर्त्त-शुद्धજોમ કરવું. આ અભ્યત્તર પુરુષાર્થમાં સતત સર્વત્ર લીન રહેવું. થોડો પુરુષાર્થ કરીને અટકી ન જવું.
ઈષ્ટાનિષ્ટ કલ્પનાને સાક્ષીભાવે માત્ર જાણીએ . (૧૨) સાધકદશામાં વર્તતા જીવને પણ અનાદિકાલીન સહજમળ (= આત્મસ્વભાવવિરોધી બળ), કર્મોદય, અનુપયોગાદિ સ્વરૂપ પ્રમાદ, ભવિતવ્યતા, કાળ વગેરેના જોરદાર ધક્કાથી ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના તો ઊભી થઈ જાય. પરંતુ સાધક તે કલ્પનાથી મૂઢ ન બને. તેમાં પોતાના અસંગ સાક્ષીભાવને સાધક ટકાવી રાખે. તેમાં તે બિલકુલ મોહાઈ ન જાય, ખેંચાઈ ન જાય, તન્મય થઈ ન જાય, રંગાઈ ન જાય, ભળી ન જાય. તે સમયે પણ તે કલ્પના પ્રત્યે વૈરાગ્યભાવ, ઉદાસીનતા ટકાવીને તે ઈષ્ટઅનિષ્ટપણાની કલ્પનાને કર્મસત્તાના નાટક તરીકે જાણવાની-જોવાની પોતાની સ્વતંત્રતાને સાધક ભગવાન ન ગુમાવે. કર્મથી પોતાની સ્વતંત્રતાને માન્યતામાં ઊભી કરીને, ટકાવીને, ઈનિષ્ટપણાની કલ્પનાને કર્મસત્તા વગેરે સૂત્રધારોના દોરી સંચાર મુજબ થતા નાટક સ્વરૂપે તે સાધક વિરક્તભાવે, ઉદાસીનપણે માત્ર જાણે, જુએ. પણ તેમાં ભળે નહિ. આ રીતે તે ચીકણા કર્મ નિર્જરી જાય છે.
અશુદ્ધ પર્યાયોમાં તાદાભ્યબુદ્ધિ વગેરેને છોડીએ ૪ (૧૩) કર્મોદયાદિથી ઉત્પન્ન થયેલા સ્વ-પરના અમુક અશુદ્ધ પર્યાયો એવા હોય છે કે જેને હટાવી Tી ન જ શકાય. જન્મથી મળેલ કાળી ચામડી, ઘોઘરો કે કર્કશ અવાજ, ઠીંગણાપણું વગેરેને બદલવા માંગો
કે કાઢવા માંગો તો પણ ન તેને બદલી શકાય કે ન કાઢી શકાય. આવા અનિવાર્ય અશુદ્ધ પર્યાયોને બળાત્કારથી-જબરજસ્તીથી બદલવા માટે કે બહાર હાંકી કાઢવા માટે સાધક પ્રયત્ન ન કરે. તેમાં સફળતા પણ ન મળી શકે. તથા પર્યાયની અદલા-બદલી કે હેરા-ફેરી એ પરમાર્થથી મોક્ષપુરુષાર્થ પણ નથી. પરંતુ તે અશુદ્ધ પર્યાયોમાં ભાસતી આરોપિતતા-ઈષ્ટનિષ્ટતા, તાદાભ્યબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ, અધિકારવૃત્તિ, લીનતા, તન્મયતા, એકરૂપતા, એકરસતા, કર્તુત્વબુદ્ધિ, ભોસ્તૃત્વપરિણતિ વગેરેને તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની વિશેષ પ્રકારે ભાવના કરીને છોડવી. “હું તો નિરાલંબન છું. શરીર વગેરે વિના પણ મોક્ષમાં રહેનારો છું. શરીર, રાગાદિ ઉપાધિ એ મારું સ્વરૂપ નથી. તો હું તો માલિક કઈ રીતે? હું તો સહજાનંદમય છું. તો દુઃખમય એવા કામરાગ, સ્નેહરાગ વગેરેને મારે શું ભોગવવાના? શીતળ બરફ કદાપિ ઉકળાટનો કર્તા-ભોક્તા નથી. તો આનંદમય એવો હું દુઃખમય રાગાદિનો કર્તા-ભોક્તા કઈ રીતે બની શકું? દુઃખમાં સુખનો આરોપ મારે શા માટે કરવો? તેનો અધિકાર મને કઈ રીતે મળી શકે? હું તો અમૂર્ત છું. તો મૂર્ત એવા શરીરાદિ કઈ રીતે મારું સ્વરૂપ બની શકે ? હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું. તેથી મારે દેહ, રાગ, દ્વેષ, વાસના, લાલસા, વિકલ્પ વગેરેમાં શા માટે લીન-તલ્લીન-તન્મય-એકરૂપ