________________
१६/ ७
० निजनिष्कषायादिस्वरूपं दृढतया श्रद्धातव्यम् 0 २४९७ (८) स्वात्मानं विस्मृत्य देह-गेह-पुद्गलेन्द्रिय-मनः-कायक्रिया-विभावपरिणाम-विकल्प-विचारादिषु प अनाभोगेनाऽपि क्षणमात्रमपि स्वत्व-स्वीयत्व-सुन्दरत्व-स्वकार्यत्व-स्वभोग्यत्वादिबुद्धिः नाऽऽविर्भावनीया। रा
(९) मुमुक्षुतामुख्यतया सकलवर्त्तन-वाणी-विचारेषु परमौदासीन्यतः साक्षी ज्ञाता दृष्टा स्वात्मा । नैव विस्मर्तव्यः क्षणमपि।
(१०) परद्रव्य-गुण-पर्यायविश्रान्तिम् अशुद्धस्वद्रव्य-गुण-पर्यायविश्रान्तिञ्च परित्यज्य शुद्धस्वद्रव्य -TUT-પર્યાયવિશ્રન્તિઃ ૦ર્તવ્યા |
(११) विभावदशा-विकल्पदशा-बन्धदशादिषु तीव्रदुःखरूपतासंवेदनेन स्वान्तः ‘निष्कषाय-निर्वि-णि कल्प-निर्बन्ध-निराश्रय-निरालम्बनाऽनन्ताऽऽनन्दमयशुद्धचेतनतत्त्वम् अहमिति श्रद्धा-प्रतीति-स्मृति का -जागृतिपरायणतया सर्वदा सर्वत्र भाव्यम् ।
દેહાદિમાં “હુંપણાની બુદ્ધિને તજીએ જ (૮) આત્માને ભૂલી, શરીર-ઘર-પુદ્ગલ-ઈન્દ્રિય-મન-દેહચેષ્ટા-રાગાદિ વિભાવ પરિણામ -વિકલ્પ-વિચાર વગેરેમાં અજાણતાં પણ “હુંપણાની બુદ્ધિ, મારાપણાની મતિ, સારાપણાની લાગણી ઉઠવા ન દેવી. “રાગાદિ મારું કાર્ય છે, દેહાદિ મારા માટે ભોગ્ય છે' - ઈત્યાદિ બુદ્ધિ અંદરમાં વેદવી નહિ.
) આત્માને ક્ષણ વાર પણ ના ભૂલીએ ) | (૯) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વગેરે બંધનોમાંથી છૂટવાની વૃત્તિને (= મુમુક્ષુતાને) મુખ્ય કરી તમામ વર્તન, વાણી, વિચારમાં પ્રબળતમ અંતરંગ ઉદાસીનતા કેળવીને કેવળ સાક્ષી સ્વરૂપ જ્ઞાતા-દષ્ટા આત્માને ક્ષણ વાર પણ ભૂલવો નહિ. મતલબ કે પ્રવૃત્તિ વગેરે બહારમાં ચાલતી હોય ત્યારે તેને પણ જાણતાંજોતાં અંદરમાં જાણનાર-જોનારનું વિસ્મરણ થવા ન દેવું. ચિત્તવૃત્તિને સતત સ્વ તરફ વહેવડાવવી. છે.
• શુદ્ધ-સ્વદ્રવ્યાદિમાં વિશ્રાન્તિ કરીએ , (૧૦) શુદ્ધ આત્મા સિવાય બીજે ક્યાંય પરદ્રવ્ય, પરગુણ, પરપર્યાયમાં ખેંચાવું નહિ, ખોટી થવું નહિ, વિશ્રાન્તિ કરવી નહિ. તથા પોતાના કષાયાત્મા વગેરે અશુદ્ધ દ્રવ્ય, અશુદ્ધ જ્ઞાનાદિ ગુણ રસ અને સંસારિપણું વગેરે અશુદ્ધ પર્યાયમાં પણ અટકવું નહિ, રોકાવું નહિ. વિભાવદશામાં લીનતા-એકતા -તન્મયતા કરવાની કાળી મજૂરી બંધ કરવી. કેવળ પોતાના શુદ્ધ ચેતનદ્રવ્યમાં, અતીન્દ્રિયજ્ઞાનાદિ શુદ્ધ ગુણમાં, સિદ્ધવાદિ શુદ્ધ પર્યાયમાં જ એકરૂપતા-લયલીનતા-મગ્નતા-સ્થિરતા-તન્મયતા-ઓતપ્રોતતા કેળવવી.
જ વિભાવાદિમાં તીવદુઃખરૂપતાદિનું સંવેદન કરીએ કે (૧૧) વિભાવદશા, વિકલ્પદશા, બંધદશા, આશ્રવદશા વગેરેમાં તીવ્ર દુઃખરૂપતાનું હૃદયથી સંવેદન કરીને સર્વદા, સર્વત્ર પોતાના અંતરમાં સાચી શ્રદ્ધા પ્રગટાવવી કે “હું તો નિષ્કષાય, નિર્વિકલ્પ, નિર્બન્ધ, નિરાશ્રય-સ્વાશ્રયી, નિરાલંબન-સ્વાવલંબી, અનંત આનંદમય શુદ્ધ ચેતન તત્ત્વ છું.” આવી શ્રદ્ધા મુજબ અંદરમાં પોતાને પ્રતીતિ થાય તેવી પોતાની આત્મદશા કેળવવી. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વારંવાર યાદ કરવું. “હું શુદ્ધાત્મા છું - આવી જાગૃતિ વિષય-કષાયના તોફાન વખતે પણ ટકવી જોઈએ. તે સમયે પોતાના નિષ્કષાય, નિર્વિકાર શુદ્ધ સ્વરૂપને યાદ કરીને વિષય-કષાયથી અંદરમાં છૂટા પડી જવા