________________
२४७४
० निजचित्तवृत्तिप्रवाहः अन्तर्मुखः कार्यः
o ૬/૭
q
(५) शास्त्राऽध्ययनाऽध्यापन- तपश्चर्यादिकरणकालेऽपि 'निजचित्तवृत्तिप्रवाहः शीघ्रं स्वात्मद्रव्याऽभिमुखः कार्य' इति प्रणिधानमपि नाऽकारि ।
रा
(६) "लोककल्याण-जनजागृति- शासनप्रभावना- सङ्घसेवा- गच्छसञ्चालन-समुदायव्यवस्था न -“शिष्यसंवर्धन-"जीर्णोद्धार-प्रतिष्ठा- 'तीर्थरक्षा- "नूतनतीर्थसर्जन- 'श्रुतसंरक्षण-"धर्मकथा-"विहारधामनिर्माण र्शु -श्रावकोत्कर्षयोजना-जैनविद्यालयनिर्मापणयोजना- 'जैनपाठशालाद्रव्यसञ्चयाभियान- "जीवदयाद्रव्यनिधियोजना -पशुरोगचिकित्सायज्ञ-'नेत्ररोगचिकित्सायज्ञ - कृत्रिमपादारोपणशिबिर- जैनचिकित्सालयनिर्मापण
w
- राष्ट्ररक्षाद्रव्योपार्जनाऽभियान- मानवाऽनुकम्पायोजना- नानाविधमहोत्सव- तीर्थयात्रासङ्घोपधानर्णि मालारोपणादिनिश्राप्रदानादिमोहकनाम्ना अपि प्रवृत्तिग्रहेण अहङ्कारपोषणतः बहिर्मुखतैव संवर्धिता का साधुजीवने अनेन । “सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मो धर्मार्थिभिः नरैः । अन्यथा धर्मबुद्ध्यैव तद्विघातः * આત્મસન્મુખ ચિત્તવૃત્તિ ન કરી
(૫) અરે ! શાસ્ત્રાભ્યાસ કરતી વખતે, બીજાને શાસ્ત્રો ભણાવતી વખતે કે તપશ્ચર્યા વગેરે કરતી વેળાએ પણ ‘મારે મારી ચિત્તવૃત્તિના પ્રવાહને અત્યન્ત ઝડપથી મારા ચેતનદ્રવ્યની સન્મુખ કરવો છે’ આ મુજબનું પ્રણિધાન (= સંકલ્પ) પણ આ જીવે ન કર્યું.
0 ધર્મના નામે બહિર્મુખતા વધારી !
-
C
(૬) (a) લોકકલ્યાણ, (b) જનજાગૃતિ, (c) શાસનપ્રભાવના, (d) સંઘસેવા, (e) ગચ્છસંચાલન, (f) સમુદાયવ્યવસ્થા, (g) શિષ્યસંવર્ધન, (h) જીર્ણોદ્ધાર, (i) પ્રતિષ્ઠા, () તીર્થરક્ષા, (k) નૂતનતીર્થસર્જન, (I) શ્રુતસંરક્ષણ, (m) ધર્મકથા, (n) વિહારધામ નિર્માણ, (o) શ્રાવકઉત્કર્ષ યોજના, (p) જૈન વિદ્યાલય નિર્માણ યોજના, (૫) જૈન પાઠશાળા ભંડોળ અભિયાન, (r) જીવદયા ભંડોળ યોજના, (s) પશુરોગ ચિકિત્સા યજ્ઞ, (t) નેત્રરોગ ચિકિત્સા યજ્ઞ, (u) કૃત્રિમ પગ આરોપણ શિબિર (જયપુર ફૂટ કેમ્પ), (v) જૈન હોસ્પિટલ નિર્માણ, (w) યુદ્ધાદિ સમયે રાષ્ટ્રરક્ષા માટે ધન ભેગું કરાવવાનું અભિયાન, (x) માનવ અનુકંપા ભંડોળ યોજના, (y) અનેકવિધ મહોત્સવ, (z) તીર્થયાત્રા, છરી પાલિત સંઘ,ઉપધાન માળા આરોપણ, નવાણું યાત્રા વગેરેમાં નિશ્રા પ્રદાન કરવી... વગેરે મનમોહક રૂડા-રૂપાળા નામે પણ એક યા બીજી પ્રવૃત્તિને વળગવા દ્વારા અહંભાવને પુષ્ટ કરીને આ જીવે સાધુજીવનમાં ય બહિર્મુખતાને જ તગડી કરી. (અહીં વ્યક્તિગત રીતે કોઈના પણ ઉપર દોષારોપણ કરવાનો કે આંગળીચીંધણું કરવાનો મારો લેશમાત્ર પણ આશય નથી. અનેક રીતે આ બાબત મને પણ લાગુ પડે છે જ - એની ખાસ આત્માર્થી વાચક વર્ગે નોંધ લેવી. માટે આ બાબતમાં કોઈએ પણ ક્યાંય કોઈના વિશે ટીકા-ટિપ્પણ વગેરે કરવી નહિ. માત્ર પોતાના જીવનમાં સાવધાની રાખવા પૂરતી જ આ વાતને સીમિત રાખવી. ચર્ચામંચ ઉપર આ બાબતને કોઈએ લાવવી નહિ. મારા આશયને સમજવાનો પ્રયત્ન કરજો. પ્લીઝ !) ધર્મને ઝંખતા માણસોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મને જાણવો જોઈએ. સ્થૂલ બુદ્ધિથી ધર્મને સમજવા જતાં – કરવા જતાં તો ધર્મબુદ્ધિથી જ ધર્મનો નાશ-ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાય' આ પ્રમાણે
-