________________
૨૬/૭ • निराचारपदप्राप्तिः ।
२४७३ दर्शितः अनाश्रवयोगः प्रकृष्यते । समीचीना सर्वोत्कृष्टा च योगदशा इह प्रादुर्भवति । योगदृष्टिसमुच्चयोक्तः (૧) સામર્થ્યથી Sત્ર વ્યાવસર?, શુદ્ધાત્મસ્વરૂપગ્રહિશ્નવીર્વોત્તીસોદ્રવાન્ા પૂર્વોર્જ (૧/૬ + 9૬/-૬) शुक्लध्यान-समापत्ति-क्षपकश्रेण्यादिकमत्राऽऽविर्भवति । इह अतिचारवर्जितो निराचारपदो योगी सम्पद्यते पु (योगदृष्टिसमुच्चय-१७९)। परायां योगदृष्टौ स्थितो योगी इत्थमपवर्गमार्ग समुपसर्पति। एतावता रा अनुभवस्तरप्रतीयमानबाह्याऽभ्यन्तराऽपवर्गमार्गकथेयमन्वयरूपेणाऽवसेया। अवशिष्टञ्च योगदृष्टिसमुच्चययोगबिन्दु-षोडशक-द्वात्रिंशिकाप्रकरणादितो विज्ञेयम् ।
साम्प्रतं व्यतिरेकमुखेन किञ्चिद् विमृश्यते ।
(१) पूर्वम् अनेकशः दीक्षां गृहीत्वा अपि अनेन जीवेन यथार्थरूपेण शुद्धस्वद्रव्य-गुण के -पर्यायज्ञानं नैव लब्धम् ।
(२) तादृशज्ञानोपलम्भेन स्वचित्तवृत्तिप्रवाहः अन्तर्मुखो नाऽकारि अनेन जीवेन ।
(३) इदं निजाऽऽवश्यककर्तव्यपालनं नानाप्रशस्तप्रवृत्तिभाराऽधःसञ्चूर्णितेन अनेन विस्मृतमुपेक्षितञ्च । ___(४) सद्गुरुप्रेरणायां सत्याम् अपि उपेक्षितम् इदं कर्तव्यपालनम् । પ્રકર્ષ થાય છે. તેનું વર્ણન યોગબિંદુમાં મળે છે. સમ્યફ અને સર્વોત્કૃષ્ટ યોગદશા અહીં પ્રગટે છે. શુદ્ધ આત્મસ્વરૂપને ગ્રહણ કરનારા વર્ષોલ્લાસની પરાકાષ્ઠા થવાથી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં વર્ણવેલ સામર્થ્યયોગને પ્રગટ થવાનો અહીં અવસર (chance) મળે છે. અહીં પૂર્વે (૧/૬ + ૧૬/ પ-૬) જણાવેલ શુક્લધ્યાન, સમાપત્તિ, ક્ષપકશ્રેણિ વગેરે આ અવસ્થામાં પ્રગટ થાય છે. પરા યોગદષ્ટિમાં રહેલા યોગી અતિચારશૂન્ય બનીને નિરાચારપદને સંપ્રાપ્ત કરે છે. આ રીતે આઠમી પરા દૃષ્ટિમાં રહેલા યોગી મોક્ષમાર્ગે આગળ વધે છે. આટલી પ્રરૂપણા દ્વારા અનુભવના સ્તરે પ્રતીયમાન બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગની આ કથા અન્વયમુખે = હકારાત્મકસ્વરૂપે જાણવી. આ અંગે બાકી રહેલી બાબતોને વિજ્ઞ વાચકવર્ગે સ યોગદષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, ષોડશક, દ્વાિિશકા પ્રકરણ વગેરેમાંથી જાણી લેવી.
હજુ સુધી સ્વાનુભૂતિ કેમ ન થઈ ? જ (ઋ.) હવે વ્યતિરેકમુખે કાંઈક વિચારીએ. (૧) પૂર્વે અનેક વખત સંયમજીવનને સ્વીકાર્યા બાદ પણ આ જીવે પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની યથાર્થ સ્વરૂપે સમજણ મેળવી નહિ.
૪ ચિત્તવૃત્તિપ્રવાહ અંતર્મુખ ન કર્યો જ (૨) તેવી સમજણ મેળવવાપૂર્વક પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને અંતર્મુખ કરવાનું કાર્ય આ જીવે કર્યું નહિ.
(૩) દીક્ષા જીવનમાં પણ વિભિન્ન પ્રશસ્ત પ્રવૃત્તિના ભારબોજ નીચે અટવાઈને, દબાઈને, કચડાઈને પોતાનું આ અંગત આવશ્યક મહત્ત્વપૂર્ણ કર્તવ્યપાલન આ જીવ ભૂલી ગયો, ચૂકી ગયો.
(૪) કદાચ સદગુરુએ તેવી પ્રેરણા કરી હોય તો પણ આ જીવે આ કર્તવ્યપાલનની ઉપેક્ષા કરી.