________________
• પ્રસ્તાવના
આ બે કારણથી તેઓ સકલસાધુસમુદાયમાં દેદીપ્યમાન હતા.
એ જ રીતે વિજયસેનસૂરિ મહારાજ, વિજયદેવસૂરિ મહારાજ, વિજયસિંહસૂરિ મહારાજનું વર્ણન આગળની ગાથાઓમાં ચાલે છે. એમાં પણ વિજયસિંહસૂરિ મહારાજ તો પોતાના સાક્ષાત્ ઉપકારી હોઈ પોતાની ગીતાર્થતા-પોતાનો જ્ઞાનયોગ અને દ્રવ્યાનુયોગરૂપ પ્રસ્તુત શાસ્ત્રની સિદ્ધિ.. આ બધું એ મહાપુરુષને આભારી છે - એમ કહીને ઉપાધ્યાયજી મહારાજ પોતાનો બધો જશ એ પૂજ્યપુરુષને સમર્પે છે.
ગચ્છનાયક આચાર્યભગવંતોની મહિમાવંતી પરંપરા વર્ણવીને નિજગુરુપરંપરા વર્ણવી છે. શ્રી કલ્યાણવિજય મહારાજ, શ્રીલભવિજય મહારાજ, શ્રીજીતવિજય મહારાજનું વર્ણન કરી સ્વગુરુ શ્રી વિજય મહારાજે પોતાના અભ્યાસાર્થે કેવો પરિશ્રમ ઉઠાવ્યો. તેનું વર્ણન કર્યું છે. ગણીશ્રીએ પણ નયવિજયજી મહારાજની શિષ્યની જ્ઞાનરુચિને પોષવાની અદ્ભુત મહેનતને નજર સામે રાખીને વર્તમાન ગુરુઓએ સ્વશિષ્યોના અધ્યયનાદિમાં રુકાવટ ન આવે એ માટે ગાથા ૯ ના આધ્યાત્મિક ઉપનયમાં સપ્તર્ષિના સાત તારા જેવી સાત સુંદર હિતશિક્ષાઓ બતાવી છે તથા શિષ્યના જ્ઞાનયોગમાં પૂરક બનનાર શ્રીનવિજયજી મહારાજનું જીવંત ઉદાહરણ બતાવ્યું છે. જે વર્તમાનકાલીન ગુરુજનો માટે અત્યંત મનનીય છે.
ગાથા દસમાં - ગુરુની સેવાના પ્રભાવે તત્ત્વચિંતામણિ નામનો નવ્યન્યાયનો ગ્રંથ પ્રાપ્ત થયો. એનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. (આના પરથી બે વાત ફલિત થાય છે. (૧) એ કાળમાં બ્રાહ્મણોને જૈનો પ્રત્યેનો કેવો તેજોદ્વેષ હશે ? જેથી એમના ગ્રંથો અધ્યયનાર્થે મળવા દુર્લભ બની ગયા હતા. (૨) ઉપાધ્યાયજી મહારાજને ચિંતામણિ જેવા આકર-ગહન ગ્રંથના અધ્યયનની કેવી તમન્ના હશે ? જાણે કોઈ યાચકને ચિંતામણિ રત્ન મળી જાય અને જેવો આનંદ થાય. એથી વિશેષ આનંદ આ ગ્રંથ પામીને ઉપાધ્યાય મહારાજને થયો છે. જે આનંદને તેઓ છૂપાવી શક્યા નથી.)
અંતમાં સહુને હિતશિક્ષા આપતા મહોપાધ્યાયજી કહે છે : ગુરુભક્તિના પ્રભાવે સ્વાનુભવદશા સ્વરૂપ શુભશક્તિ મારા આત્મામાં પ્રગટી છે. એ શુભશક્તિથી જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગ રૂપ વાણીને પ્રકાશિત કરી છે. તે ભવ્યજીવો ! તમે પણ દિન-પ્રતિદિન ખૂબ ખૂબ મહેનત કરીને આ ગ્રન્થનો અભ્યાસ કરજો.
છેલ્લે કળશની રચના કરીને ગ્રંથની સમાપ્તિ કરી છે.
રાસગ્રંથોમાં આગવું સ્થાન ધરાવનાર, નિગૂઢતત્ત્વજ્ઞાનને પ્રકટ કરતા ગ્રંથરાજમાં શિરમોર સ્થાન પ્રાપ્ત કરનાર, દ્રવ્યાનુયોગના ગ્રંથરત્નોમાં કોહીનૂર સમાન આ ગ્રંથરાજ ખરેખર મોક્ષમાર્ગમાં ઉત્તમ ભોમિયા સમાન છે. ગણી શ્રીયશોવિજયજીએ તેને ખૂબ જ સમૃદ્ધ કરેલ છે. તેમને તો જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પ્રાન્ત, આ ગ્રંથરાજના રસાસ્વાદ દ્વારા આપણે સહુ આત્માનુભૂતિના અમૃતાસ્વાદને માણીએ એ જ મંગલકામના. પોષદશમી, પાર્શ્વજન્મકલ્યાણક, તા. ૨૬-૧૨-૨૦૦૫, અણસ્તુતીર્થ (જિ. વડોદરા).