SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ? દ/ . प्रज्ञाप्रतिष्ठाप्रभावप्रद्योतनम् । २४५१ तादृशप्रज्ञाबलेन ‘(१) मया उपयोगपरिणतेः कात्स्न्येन रागादयो द्रुतं पृथक् कार्याः। (२) नैव ते मत्स्वरूपाः। (३) चैतन्यस्वभावोपद्रवकारिभिः तैः मम अलम्' इति संवेग-श्रद्धा-निर्वेदपूर्वं निजोपयोगपरिणतेः सकाशात् प्रशस्ताऽप्रशस्तरागादिभावानां पृथक्करणाय निरन्तरम् अन्तरङ्गोद्यम- ५ प्रवर्त्तनतः तस्य शुद्धोपयोगपरिणतिः प्रादुर्भवति प्रबलीभवति च। “सद्धा खमं णे विणइत्तु रागं” (उत्त.१४/२८) इति उत्तराध्ययनसूत्रोक्तिः प्रकृतेऽनुसन्धेया । ‘रागादयः नैव मत्स्वरूपाः, न मत्स्वभावाः, र्श नैव मम गुणाः, न मे कार्यभूताः, न मे भोग्याः, नैव 'विश्वसनीयाः, न वा सुखहेतवः' इति क श्रद्धादाढ्य उपयोगात् ते पलायन्ते एवेति भावः। રૂહ ઘ ચોળી (૧) માશુપ્રજ્ઞા, (ર) તીવ્રપ્રજ્ઞ, () તીપ્રજ્ઞ, (૪) મહાપ્રજ્ઞા, (૨) नैषेधिकप्रज्ञश्च सजायते । - આપણા ઉપયોગમાંથી રાગાદિને છૂટા પાડીએ : (ત૬) આત્મસ્વરૂપગ્રાહક સ્થિર પ્રજ્ઞાના બળ દ્વારા, (૧) “મારી ઉપયોગપરિણતિમાંથી મારે અત્યંત ઝડપથી રાગાદિ ભાવોને પૂરેપૂરા જુદા પાડી દેવા છે. વિભાવ પરિણામોના બંધનમાંથી મારા ઉપયોગને સંપૂર્ણપણે મુક્ત કરવો છે' - આવા સંવેગપૂર્વક તથા (૨) “રાગાદિ પરિણામો મારું સ્વરૂપ નથી જ - આવી શ્રદ્ધાપૂર્વક તથા (૩) “મારે રાગાદિનું કાંઈ જ કામ નથી. મારા ચૈતન્યસ્વભાવમાં એ માત્ર ઉપદ્રવને કરનારા છે. રાગાદિથી હું તો ત્રાસી ગયો છું – આવા નિદપૂર્વક તમામ શુભાશુભ રાગાદિ ભાવોને પોતાની ઉપયોગપરિણતિમાંથી જુદા પાડવાનો અંતરંગ ઉદ્યમ નિરંતર પ્રવર્તવાથી શુદ્ધ ઉપયોગ પરિણતિ પ્રગટે છે તથા પ્રબળ બને છે. પરિણતિમાંથી “અમારા રાગને દૂર કરવા શ્રદ્ધા સમર્થ છે' - શું આવી ઉત્તરાધ્યયનસૂત્રની વાતનું અહીં અનુસંધાન કરવું. “રાગાદિ (૧) મારું સ્વરૂપ નથી, (૨) મારો સ્વભાવ નથી, (૩) મારો ગુણધર્મ નથી, (૪) મારું કાર્ય પણ નથી, (૫) મારે ભોગવવા યોગ્ય પણ Cી. નથી, (૬) વિશ્વાસ કરવા યોગ્ય નથી કે (૭) મારા સુખનું કારણ પણ નથી જ' - આવી દઢ શ્રદ્ધા આવે તો ઉપયોગમાં રાગ કેમ ભળી શકે ? તેને ઉપયોગમાંથી નીકળે જ છૂટકો. એવો આશય છે. તે પાંચ પ્રકારની પ્રજ્ઞાને પ્રગટાવીએ (દ.) આ અવસ્થામાં યોગી (૧) આશુપ્રજ્ઞ = સર્વત્ર તાત્કાલિક આત્મગ્રાહી બોધ પ્રગટે તેવી ક્ષમતાવાળા બને છે. (૨) તીવ્રપ્રજ્ઞ = તીવ્રતાથી, તન્મયતાથી, એકાકારતાથી આત્મતત્ત્વને કેન્દ્રમાં રાખી શાસ્ત્રને ગ્રહણ કરનારી પ્રજ્ઞાવાળા બને છે. (૩) તીક્ષ્ણપ્રજ્ઞ = શાસ્ત્રવચનના અને ગુરુવચનના ગૂઢ મર્મને-રહસ્યને-તાત્પર્યને પકડનારી દૃષ્ટિવાળા-પ્રજ્ઞાવાળા બને છે. (૪) મહાપ્રજ્ઞ = ક્ષુદ્રતા-તુચ્છતા-સંભ્રમ -કુતૂહલ-ઉત્સુકતાદિથી રહિત, ગંભીર, શાંત અને ઉદાત્ત એવી પ્રજ્ઞાવાળા થાય છે. તથા (૫) નૈષધિકપ્રજ્ઞા = નૈષેલિકીપ્રજ્ઞાવાળા = “દેહ-ઈન્દ્રિય-મન-વિભાવ-વાણી-વિકલ્પ-વિચાર-કર્મ વગેરે મારું સ્વરૂપ નથી. અશુદ્ધ ગુણો, અશુદ્ધ પર્યાયો પણ મારું સ્વરૂપ નથી, પરપરિણામોનું કર્તૃત્વ, ભોફ્તત્વ, જ્ઞાતૃત્વ કે દમૃત્વ (જુઓ-૧૨/૧૦) પણ પરમાર્થથી મારામાં નથી' – આવી સર્વકાલીન સાર્વત્રિક જીવંત ભેદવિજ્ઞાનની 1. શ્રદ્ધા ક્ષમા ના વિનેલું રાખ્યું
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy