________________
२४५०
* भेदविज्ञानाद्यभ्यासप्रभावः
૬/૭
(૧૨) બદ્રોદારી, (૧૩) સ્ત્યાખાડ્યા:, (૧૪) શ્રાદ્ધ, (૧૯) સ્થિરઃ, (૧૬) સમુપસમ્પન્નશ્વતિ” (ધ.વિ. घु ४ / ३) इत्येवं ये प्रव्रज्यार्हगुणा दर्शिताः, ते इह बाहुल्येन प्रादुर्भवन्ति । न हि अनीदृशो ज्ञानयोगप्रतिपत्तिरूपां प्रव्रज्याम् आराधयति । न चेदृशो नाऽऽराधयतीति व्यक्तं योगदृष्टिसमुच्चयवृत्ति (१०) - દ્વાત્રિંશિાવૃત્તિ(૧૬/૧૨)પ્રભુતૌ ।
ग
तत्पश्चात् प्रभायां प्रविष्टस्तु स भेदविज्ञानाऽसङ्गसाक्षिभाव-ध्यानाऽभ्यासबलेन शरीर-करणाऽन्तःकरण-वचन-कर्म-पुद्गलादौ अहन्त्व - ममत्वबुद्धिविलयात् ज्ञानावरणादिद्रव्यकर्म-रागादिभावकर्म -देहादिनोकर्मविप्रमुक्तं निजात्मद्रव्यं पूर्णतया प्रकटयितुम् अभिलषतितराम् । अत एव तदन्यकार्यरुचिः अत्यन्तं निवर्त्तते । तदन्यसकलवस्तुमाहात्म्यम् अन्तःकरणाद् निःसृतं भवति । अत एव आपतितणि शुभाशुभनिमित्तबलेनोत्कटराग-द्वेषौ नोपजायेते। अतः तस्य आत्मस्वरूपग्रहणप्रवणा प्रज्ञा प्रतिष्ठते। का तदुक्तम् अध्यात्मसारे “यः सर्वत्राऽनभिस्नेहः, तत् तत् प्राप्य शुभाशुभम् । नाऽभिनन्दति न द्वेष्टि, तस्य પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા।।” (અ.સ.૧૬/૬૬) કૃતિ
દ્રોહકારી ન હોય. (૧૩) કલ્યાણકારી અંગોપાંગવાળો હોય. (૧૪) શ્રદ્ધાસંપન્ન હોય. (૧૫) સ્થિર હોય તથા (૧૬) દીક્ષા લેવા માટે સામે ચાલીને, સમર્પિત થઈને જે હાજર થયેલ હોય.”
ચંદ્રની સોળ કળા જેવા સોળ ગુણો દ્વારા પ્રવ્રજ્યાયોગ્ય સાધક પૂરેપૂરો ખીલી ઉઠે છે. આ સોળ ગુણો મોટા ભાગે કાંતા દૃષ્ટિમાં પ્રગટ થાય છે. પ્રવ્રજ્યા એ જ્ઞાનયોગનો સ્વીકાર કરવા સ્વરૂપ છે. ખરેખર, ઉપરોક્ત ગુણોથી જે યુક્ત ન હોય, તે જ્ઞાનયોગને - પ્રવ્રજ્યાને આરાધી શકતો નથી. તથા ઉપરોક્ત સોળ ગુણોથી જે પરિપૂર્ણ હોય, તે સાધક જ્ઞાનયોગને - પ્રવ્રજ્યાને આરાધ્યા વિના રહેતો નથી. આ વાત યોગષ્ટિ સમુચ્ચયવૃત્તિ, દ્વાત્રિંશિકાવૃત્તિ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવેલ છે. ઊ પ્રભાવૃષ્ટિમાં પ્રવેશ H
(તત્ત્વ.) ભાવપ્રવ્રજ્યા માટે જરૂરી ઉપરોક્ત ગુણવૈભવને મેળવીને ‘પ્રભા’ નામની સાતમી યોગદૃષ્ટિમાં પ્રવેશેલા યોગીને ભેદવિજ્ઞાનના અભ્યાસના પ્રભાવથી, અસંગ સાક્ષીભાવની સાધનાના બળથી તથા ધ્યાનસાધનાના સામર્થ્યથી શરીર, ઈન્દ્રિય, મન, વચન, કર્મ, પુદ્ગલ વગેરેમાં અહંભાવ, મમત્વબુદ્ધિ છૂટે છે. તેથી કર્મમુક્ત આત્મદ્રવ્યને પૂર્ણતયા પ્રગટાવવાની પ્રબળ પ્યાસ તેના અંતરમાં પ્રગટે છે. જ્ઞાનાવરણ વગેરે દ્રવ્યકર્મથી, રાગ-દ્વેષાદિ ભાવકર્મથી અને શરી૨-ઈન્દ્રિયાદિ નોકર્મથી પોતાના આત્મદ્રવ્યને સદા માટે મુક્ત બનાવવાની, પૂર્ણપણે પ્રગટ કરવાની અભિલાષા તીવ્ર બને છે. તેથી જ તે સિવાયના અન્ય કાર્યોમાં તેને બિલકુલ રસ રહેતો નથી. બીજી તમામ ચીજનું મહત્ત્વ તેના અંતરમાંથી ખરી પડેલું હોય છે. તે જ કારણે સામે ચાલીને આવી પડેલા સારા-નરસા નિમિત્તોના બળથી ઉત્કટ રાગ-દ્વેષ તેને ઉત્પન્ન થતા નથી. તેથી જ આત્મસ્વરૂપને ગ્રહણ કરવામાં તત્પર એવી તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે, સ્થિર થાય છે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે ‘જેને સર્વત્ર (= ક્યાંય પણ) સ્નેહ ઉછળતો નથી, તે-તે શુભવસ્તુ પામીને જે ખુશ થતા નથી અને તે-તે અશુભ વસ્તુને પામીને જે નારાજ થતા નથી, તે જ સાધકની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત
સ્થિર થયેલી છે.'
=