SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ • अभव्यत्वस्वभावमीमांसा 0 २००१ તે માટઈ ઈહાં અસ્તિ-નાસ્તિસ્વભાવની પરિઈ વૈ-પરદ્રવ્યાદિગ્રાહક નય ૨ પ્રવૃત્તિ ન હોઇ. રા भवति । अतोऽस्तिस्वभावे इव भव्यस्वभावे न स्वद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयप्रवृत्तिः। अतः स परमभावग्राहकनयग्राह्यः। अभव्यत्वञ्च उत्पन्नस्वकीयभाव-परभावसाधारणम्, उत्पन्नस्य स्वकीयभावस्य १ पुनः तेनैव स्वरूपेण अनुत्पादात्, परभावरूपेण च कस्यचिदप्यनुत्पादात् । न हि स्वस्मिन् = रा मृद्रव्ये यो घटादिः भावः उत्पन्नः स एव पुनः सामग्र्यन्तरयोगेऽपि तेनैव रूपेण उत्पद्यते, न वा म अनुत्पन्नो घटादिः भावो तन्त्वादिद्रव्यान्तरयोगेऽपि पटत्वादिरूपेण परभावेन उत्पद्यते जातुचित् । । इदञ्चाभव्यस्वभावविजृम्भितम् । इत्थं मृद्रव्ये उत्पन्नघटादिस्वकीयभावापेक्षया पटादिपरभावापेक्षया । चैवाऽभव्यस्वभावो वर्तते । अत एवाऽभव्यस्वभाव उत्पन्नस्वकीयभाव-परभावनिरूपितः, न तु नास्तिस्वभाववत् परद्रव्य-क्षेत्रादिचतुष्कनिरूपितः। अतो न नास्तिस्वभावे इव अभव्यस्वभावे परद्रव्यादि-णि ग्राहकद्रव्यार्थिकनयप्रवृत्तिरित्यवधेयम्। उपलक्षणात् पूर्वोक्तः (११/१२) स्वलक्षणीभूतः परमस्वभावोऽपि परमभावग्राहकनयग्राह्य છે, સહજ હોય છે, સહસિદ્ધ હોય છે. અસ્તિસ્વભાવ જેમ સ્વદ્રવ્યાદિચતુષ્કથી નિરૂપિત હોય છે, સ્વદ્રવ્યાદિને સાપેક્ષ હોય છે, તેમ ભવ્યત્વ સ્વદ્રવ્યાદિચતુષ્કથી નિરૂપિત નથી હોતું. તેથી સ્વદ્રવ્ય -સ્વક્ષેત્ર વગેરેના બોધક દ્રવ્યાર્થિકનયની પ્રવૃત્તિ જેમ અસ્તિસ્વભાવમાં થાય છે તેમ ભવ્યત્વમાં = ભવ્યસ્વભાવમાં થતી નથી. તેથી ભવ્યસ્વભાવ પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી જ ગ્રાહ્ય છે. અભવ્યત્વપરિણામ તો ઉત્પન્નસ્વકીયભાવમાં અને પરભાવમાં સાધારણ = અનુગત છે. કારણ કે ઉત્પન્ન થયેલા ભાવની ફરીથી તે જ સ્વરૂપે ઉત્પત્તિ થતી નથી. તેથી ઉત્પન્ન સ્વભાવરૂપે પદાર્થમાં અભવ્યત્વ છે હોય છે. તથા કોઈ પણ પદાર્થની પરભાવસ્વરૂપે ઉત્પત્તિ થતી નથી. તેથી અભવ્યસ્વભાવ પરભાવસાપેક્ષ પણ છે. ખરેખર, માટીસ્વરૂપ સ્વદ્રવ્યમાં એક વાર જે ઘટાદિ ભાવ પદાર્થ ઉત્પન્ન થઈ ચૂકેલ છે તે જ છે ઘટાદિભાવ બીજી વાર દંડ-ચક્ર વગેરે સામગ્રી મળે તો પણ ફરીથી તે જ સ્વરૂપે ઉત્પન્ન થતા નથી. તેથી ઉત્પન્ન થયેલ પોતાના ભાવાત્મક પદાર્થમાં તે જ સ્વરૂપે પુનઃ ઉત્પન્ન થવાની યોગ્યતા ન હોવાથી રોગ અભવ્યસ્વભાવ હોય છે. તથા ઉત્પન્ન ન થયેલ ઘટાદિ ભાવ પદાર્થ તંતુ વગેરે અન્ય દ્રવ્યનો યોગ થવા છતાં પણ પરસ્વરૂપે = પટાદિસ્વરૂપે ક્યારેય પણ ઉત્પન્ન થતા નથી. આ તેના તથાવિધ અભવ્યસ્વભાવનો મહિમા છે. આમ ઉત્પન્ન થયેલ સ્વકીય ઘટાદિસ્વરૂપ ભાવાત્મક પદાર્થની અપેક્ષાએ તથા પટાદિ પરભાવની અપેક્ષાએ જ માટીદ્રવ્યમાં અભવ્યસ્વભાવ રહેલો છે. તે જ કારણથી અભવ્યસ્વભાવ એ ઉત્પન્ન થયેલ સ્વકીય ભાવ પદાર્થથી અને પરભાવથી જ નિરૂપિત હોય છે. નાસ્તિસ્વભાવની જેમ અભવ્યસ્વભાવ પદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ-પરભાવથી નિરૂપિત નથી. તે કારણથી નાસ્તિસ્વભાવની જેમ અભવ્યસ્વભાવને વિશે પરદ્રવ્યાદિગ્રાહક નયની પ્રવૃત્તિ થતી નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. * પરમસ્વભાવગ્રાહક નયની વિચારણા . (ઉપનિ.) પરમભાવગ્રાહક નય ભવ્ય-અભવ્યસ્વભાવને ગ્રહણ કરે છે. આ વાત ઉપલક્ષણ તરીકે ૪ આ.(૧)માં “સ્વ-પરભાવગ્રા...' પાઠ.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy