________________
. ब्रह्मसूत्रशाङ्करभाष्यनिराकरणम् ०
१९६५ द्रव्यार्थिकनयेन कक्षीक्रियते, परद्रव्य-क्षेत्र-काल-भावैः चार्थक्रियाकारित्वाभावेन नास्तिस्वभावः परद्रव्यादिग्राहकद्रव्यार्थिकनयेन अभ्युपगम्यत इति यावत् तात्पर्यमत्र बोध्यम् । प्रकृते “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् । यच्च नार्थक्रियाकारि तदेव परतोऽप्यसत् ।।” (त.नि.प्रा.उद्धृत-पृ.७०२) इत्येवमुद्धरणरूपेण तत्त्वनिर्णयप्रासादे विजयानन्दसूरिभिः यदुक्तं तदनुसन्धेयम् ।
यत्तु “नैकस्मिन्नसम्भवाद्” (ब्र.सू.२/३३) इति ब्रह्मसूत्रस्य शाङ्करभाष्ये “जीवादिषु पदार्थेषु एकस्मिन् श धर्मिणि सत्त्वाऽसत्त्वयोः विरुद्धयोः धर्मयोः असम्भवात्, सत्त्वे चैकस्मिन् धर्मेऽसत्त्वस्य धर्मान्तरस्य असम्भवात्, - સર્વે વૈવં સર્વોચ્ચ સન્મવાન્ સાતવિમ્ માર્યત મતમ્” (ત્ર તૂ..ર/પૂ.રૂરૂ શા.ભ.પૂ.૬૦) રૂત્યુમ્,
तत्तु अपेक्षाभेदेन विरोधपरिहारात् प्रत्याख्यातम् । पूर्वोक्तं (४/२-८) युक्तिवृन्दमत्र स्मर्तव्यम् । ण
દ્રવ્યાર્થિકનય વસ્તુમાં અસ્તિસ્વભાવને સ્વીકારે છે. તથા પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વસ્તુ અર્થક્રિયાકારી નથી. તેથી પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય વસ્તુમાં નાસ્તિસ્વભાવ માને છે - ત્યાં સુધી ગ્રંથકારનું તાત્પર્ય સમજવું. તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથમાં વિજયાનંદસૂરિજીએ (= આત્મારામજી મહારાજે) એક કારિકા ઉદ્ધત કરેલી છે. તે પ્રસ્તુતમાં ઉપયોગી હોવાથી તેનું અહીં અનુસંધાન કરવું. તેનો અર્થ એવો છે કે “જે અર્થક્રિયાકારી હોય, તે જ પરમાર્થથી સત્ (= અસ્તિસ્વભાવવાળું) હોય છે. જે અર્થક્રિયાકારી નથી હોતું, તે પરતઃ અસત્ (= નાસ્તિસ્વભાવયુક્ત) જ હોય છે.” આ કારિકા વસ્તુમાં અર્થક્રિયાકારિત્વના લીધે જ અસ્તિત્વને તથા અર્થક્રિયાશૂન્યતાના કારણે જ નાસ્તિત્વને જણાવે છે.
# શંકરાચાર્યનો અનેકાંતમાં આક્ષેપ & (7) બ્રહ્મસૂત્રમાં “એક વસ્તુમાં બે વિરુદ્ધધર્મો ન હોય. કારણ કે તેનો અસંભવ છે' - આવા છે અભિપ્રાયથી “નૈમિત્ર સમવાત્' - આવું જણાવેલ છે. તેના ઉપર આદ્ય શંકરાચાર્યે શાંકરભાષ્ય બનાવેલ હતા છે. તેમાં તેમણે જણાવેલ છે કે “જીવ વગેરે પદાર્થોમાં કોઈ પણ એક ધર્મીમાં = વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ નામના પરસ્પરવિરુદ્ધ ગુણધર્મો સંભવતા નથી. જો સત્ત્વ નામનો એક ગુણધર્મ વસ્તુમાં રહે . તો અસત્ત્વ નામનો બીજો ગુણધર્મ ત્યાં રહી ન શકે. તથા જો અસત્ત્વ ત્યાં હોય તો સત્ત્વનો ત્યાં અસંભવ હોય. તેથી આ આઈટમત = જિનેશ્વરમત અસંગત છે.”
# શંકરાચાર્યના આક્ષેપનું નિરાકરણ ૪ | (g) શંકરાચાર્યે અનેકાન્તવાદમાં જે ઉપરોક્ત આક્ષેપ કરેલ છે, તે વ્યાજબી નથી. આનું કારણ એ છે કે અમે જૈનો એક જ વસ્તુમાં એક જ અપેક્ષાએ સત્ત્વ-અસત્ત્વ = અસ્તિ-નાસ્તિસ્વભાવ માનતા જ નથી. તથા જુદી-જુદી અપેક્ષાએ એક વસ્તુમાં તે બન્નેનો સમાવેશ કરવામાં કોઈ વિરોધ આવતો નથી. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી જ્યાં અસ્તિસ્વભાવ રહે છે, ત્યાં પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી નાસ્તિસ્વભાવને માનવામાં પૂર્વે જણાવ્યા મુજબ વિરોધનો પરિહાર થઈ જાય છે. માટે શંકરાચાર્યનો ઉપરોક્ત આક્ષેપ નિરાધાર છે. પૂર્વે ચોથી શાખાના ૨ થી ૮ શ્લોક સુધીમાં વિરોધપરિવાર માટે જે યુક્તિઓ બતાવેલી છે, તેનું પણ અહીં વિજ્ઞ વાચકવર્ગે અનુસંધાન કરવું.