________________
૨૬/૨-૧? • साधुद्वेषिण उभयभ्रष्टता 0
२३३५ ज्ञानिनोऽपि = अवगताऽनुष्ठेयतत्त्वार्थस्यापीति । एवम्भूतस्यापि सतः किमित्याह प्रमादतः = प्रमादेन विकथादिना, प विकलः = असम्पूर्णः कालादिवैकल्यमाश्रित्य, धर्मयोगो = धर्मव्यापारः, यः इति योऽर्थः वन्दनादिविषयः, स . રૂછાયો ઉધ્યતે, રૂછાપ્રધાનવં વાડી તથાડવાનાવીવીપ રાષ્ટ્ર(યો...રૂ, ૩) તિા
एतावता संविग्नपाक्षिकस्य ज्ञानयोगप्राधान्यमुपपादितम्, शुद्धप्ररूपणालक्षणज्ञानयोगप्रधानेच्छा- म योगेनैव भवार्णवतरणात् । यथार्थाचरणाऽसम्भवे उत्सूत्रभाषण-सुसाधुद्वेषादिकारिणस्तूभयभ्रष्टतैव। र्श ઈચ્છાય છે. તેથી અર્થ એટલે આગમ. આગમશાસ્ત્રોને સાંભળનાર જીવ પણ કદાચ અજ્ઞાની હોઈ શકે. કારણ કે દરેક જીવનો ક્ષયોપશમ અલગ અલગ પ્રકારનો હોય છે. આથી ઈચ્છાયોગના અધિકારી જીવનું ત્રીજું વિશેષણ લગાવવું જરૂરી છે. તે વિશેષણ એ છે કે તે જ્ઞાની હોવો જોઈએ.' આચરવા યોગ્ય તાત્ત્વિક પદાર્થને તેણે જાણેલો પણ હોવો જોઈએ. આવા પ્રકારનો જીવ જ્ઞાની હોય તો પણ તેનાથી તમે શું કહેવા માંગો છો? – એ બાબત આગળ જણાવાય છે કે “નિર્દભપણે ક્રિયા કરવાની ઈચ્છાવાળા, આગમને સાંભળનાર તથા આચરવા યોગ્ય પદાર્થના જાણકાર એવા પણ સાધકની ગુરુવંદનાદિ વિષયક જે ધર્મપ્રવૃત્તિ વિકથા, નિદ્રા વગેરે પ્રમાદના કારણે, કાળ વગેરે સંબંધી ત્રુટિને આશ્રયીને અધૂરી હોય તે અપૂર્ણ ધર્મપ્રવૃત્તિ ઈચ્છાયોગ કહેવાય છે. આ યોગ શાસ્ત્રાણાપ્રધાન નહિ પણ ઈચ્છાપ્રધાન હોવાનું કારણ એ છે કે તથાવિધ અકાળમાં પણ સ્વાધ્યાયાદિ ધર્મપ્રવૃત્તિને તે જીવ કરે છે.”
સ્પિણ :- “કાલે વિણએ બહુમાણે...” આ ગાથામાં જ્ઞાનના જે આઠ આચાર બતાવેલા છે, તેને જેણે સાંભળેલા હોય, સારી રીતે જાણેલા હોય તથા તેને આચરવાની ઈચ્છા પણ હોય તેમ છતાં તેઓ | જે પ્રમાદના કારણે ક્યારેક અકાળે ભણવા બેસી જાય, ક્યારેક વંદન કર્યા વિના ભણે, ક્યારેક વંદન કરવા છતાં સંડાસા પૂંજવા વગેરેની વિધિ ન સાચવે, વાતચીત દરમિયાન પ્રમાદથી ક્યારેક વિદ્યાગુરુ || પ્રત્યે બહુમાન ન રાખે, ક્યારેક તપ-ઉપધાન-જોગ વગેરે કર્યા વિના ભણે. આવું પ્રમાદવશ ઘણી વાર થતું હોય છે. તેથી તે સ્વાધ્યાયાદિ ધર્મપ્રવૃત્તિ ખામીવાળી બની જાય છે. આવી ધર્મપ્રવૃત્તિમાં શાસ્ત્રની છે સંપૂર્ણતયા મુખ્યતા નથી હોતી પરંતુ પોતાની ઈચ્છાની મુખ્યતા હોય છે. તેથી આ સ્વાધ્યાયાદિ યોગ શાસ્ત્રપ્રધાન નહિ પરંતુ ઈચ્છાપ્રધાન બને છે. તેથી તેના સ્વાધ્યાયાદિ યોગને ઈચ્છાપ્રધાન યોગ = ઈચ્છાયોગ કહેવાય છે. ક્રિયાયોગાત્મક ગુણનો અભ્યાસ કરનાર સાધક પ્રસ્તુત ઈચ્છાયોગથી ભવસાગરને તરી જાય છે. કારણ કે તેના જીવનમાં પ્રમાદ, અવિધિ, અલના વગેરે હોવા છતાં તે સાધક પ્રમાદની ઈચ્છા, અવિધિની ઈચ્છા કે અલનાની ઈચ્છા નથી કરતો. પરંતુ સ્વાધ્યાયાદિ યોગની જ તે ઈચ્છા કરે છે. પ્રમાદ વગેરે હોવા છતાં સાધકની ઈચ્છા પ્રમાદાદિને પોષવાની નથી પરંતુ ધર્મયોગને સાધવાની છે. આમ ઈચ્છાયોગથી = યોગની ઈચ્છાથી તે પ્રમાદી સાધક ભવસાગરને તરી જાય છે' - આ અહીં આશય છે.
સંવિઝપાક્ષિક જ્ઞાનયોગને મુખ્ય બનાવે છે (ત્તાવતા.) આવું કહેવાથી “સંવિગ્નપાક્ષિક સાધકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતા હોય છે... - આ બાબતનું સમર્થન કરવામાં આવેલ છે. કારણ કે મોક્ષમાર્ગની શુદ્ધપ્રરૂપણા નામના જ્ઞાનયોગની મુખ્યતા સ્વરૂપ ઈચ્છાયોગથી જ સંવિગ્નપાક્ષિક ભવસાગર તરી જાય છે. સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત ધર્મનું આચરણ સંભવિત ન હોય તેવા સંયોગમાં મૂળભૂત માર્ગનું સમર્થન કે સુસાધુ પ્રત્યે સહાયકભાવાદિ ગુણોને કેળવવાના બદલે ઉસૂત્રભાષણ કરનાર અને સુસાધુ પ્રત્યે દ્વેષ-ગુસ્સો કરનાર સાધુવેશધારી તો સાધુધર્મ