________________
२३२२ • अगीतार्थ-कुशीलादयः त्याज्या: 0
૨૫/ર-૨ प परायणतया तन्नाशयन्ति। अतः ते त्रिविध-त्रिविधरूपेण त्याज्या: हि = एव।। ग अत्र च अर्थे प्रमाणविधया गच्छाचारवचनानि बलवन्ति विद्यन्ते । तदुक्तं गच्छाचारप्रकीर्णके છે. તેથી તેવા કપટી જડ જીવોનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ જ કરવો જોઈએ.
છે જેનેતર દર્શનની ત્રણ ખામી છે સ્પષ્ટતા :- (૧) સાંખ્ય દર્શન પ્રકૃતિ-પુરુષ વગેરે પચ્ચીસ તત્ત્વની વાત કરે છે. વૈશેષિકો દ્રવ્યાદિ સાત તત્ત્વોની વાત કરે છે. નૈયાયિક દર્શન પ્રમાણ, પ્રમેય વગેરે સોળ પ્રકારના તત્ત્વને દર્શાવે છે. વળી જૈનેતર દર્શનો આત્માદિ તત્ત્વને એકાંત નિત્યરૂપે કે એકાંત અનિત્યરૂપે બતાવે છે. જ્યારે જૈન દર્શન જીવાદિ નવ તત્ત્વને નિત્યાનિત્ય, વાચ્યાવાચ્ય, ભિન્નભિન્ન, સતુ-અસત્ આદિ સ્વરૂપે જણાવે છે. આ અનેકાંતવાદ સ્વરૂપ સત્યવચન એ જૈન દર્શનની જૈનેતર દર્શનો કરતાં આગવી વિશેષતા છે.
(૨) “યજ્ઞમાં પશુ વગેરેની હિંસાથી પશુ અને યજ્ઞકર્તા બને સ્વર્ગ વગેરે મળે છે. મશ્કરીમાં જૂઠું બોલવામાં આવે, લગ્ન નિમિત્તે જૂઠું બોલવામાં આવે તો જૂઠું બોલનારને પાપ લાગતું નથી. મદ્ય -માંસ-મૈથુનમાં કોઈ દોષ નથી - આવી વાહિયાત વાતો અન્ય દર્શનોમાં જોવા-સાંભળવા મળે છે. મતલબ કે જે પ્રકારની ક્રિયાથી જે પ્રકારનું ફળ અન્યદર્શનકારો બતાવે છે તેવા પ્રકારનું ફળ હકીકતમાં
મળતું નથી. આ બાબતનું વિસ્તારથી નિરૂપણ અમે બત્રીસી પ્રકરણની નયેલતા વ્યાખ્યામાં તથા સ અધ્યાત્મોપનિષતુની અધ્યાત્મવૈશારદી વ્યાખ્યામાં કરેલ છે. ત્યાંથી આ બાબતને વાચકવર્ગે સમજી લેવી.
જ્યારે જૈન દર્શન “નાની-મોટી, સારી-ખોટી, શારીરિક-માનસિક આદિ તમામ ક્રિયાનું તથાવિધ નાનું Gી –મોટું, શુભ-અશુભ, બાહ્ય-આંતરિક ફળ અવશ્ય મળે છે' - આ પ્રમાણે જણાવે છે. આવી અવિસંવાદી
ક્રિયા બતાવવાના કારણે પણ જૈન દર્શન અન્ય દર્શન કરતાં ચઢિયાતું છે. રસ (૩) આલોચના, પ્રતિક્રમણ, તદુભય વગેરે દસ પ્રકારના પ્રાયશ્ચિત્તનું સૂક્ષ્મ નિરૂપણ જે રીતે
જૈનશાસનમાં જોવા મળે છે, તે રીતે જૈનેતર દર્શનમાં જોવા મળતું નથી. જૈનશાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્તને વહન કરવાથી આલોચક જીવને પાપથી પાછા ફરવાની બુદ્ધિ જાગે છે. જ્યારે માંસભક્ષણ વગેરે મોટા અપરાધોના સાવ નગણ્ય પ્રાયશ્ચિત્ત વિનયપિટક વગેરે બૌદ્ધગ્રંથોમાં જણાવેલ છે. તેના લીધે માંસાહારી માણસ માંસાહારને છોડે તેવી શક્યતા ખૂબ ઓછી છે. પાપ પણ ચાલુ અને પ્રાયશ્ચિત્ત પણ ચાલુ રહે તેવી વૃત્તિ તેનાથી જન્મે તેવી સંભાવના પ્રબળ રહે છે. જૈનશાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્તની પ્રણાલિકા તેવી નથી.
આમ આ ત્રણેય બાબતમાં જૈનશાસન જૈનેતર દર્શન કરતાં ચઢિયાતું છે. પરંતુ માયાવી, બહિર્મુખી સાધુ પોતાના સ્વાર્થને સાધવા અજ્ઞાનવશ જીવાદિ તત્ત્વને વિશે અસત્ય ભાષણ પણ કરી બેસે છે. તેના પંચાચાર માયાચારસ્વરૂપ હોવાના કારણે જિનોક્ત ફળની દૃષ્ટિએ વિસંવાદ છે. તથા તે અજ્ઞાની હોવાથી યથાર્થ પ્રાયશ્ચિત્ત પણ આપી શકતા નથી. આમ જિનશાસનની ત્રણેય વિશેષતાનો ઉચ્છેદ અજ્ઞાની, દંભી, બહિર્મુખી સાધુ કરે છે. તેથી મન-વચન-કાયાથી તેનો સંગ કરવાની, કરાવવાની અને અનુમોદન કરવાની અહીં ના પાડેલ છે.
જ કુશીલસંગને છોડીએ જે (સત્ર.) પ્રસ્તુત બાબતમાં “ગચ્છાચાર પન્ના' નામના આગમના વચનો પ્રમાણ રૂપે વિદ્યમાન છે. પ્રસ્તુત ગચ્છાચાર પન્ના ગ્રંથ આગમ સ્વરૂપ હોવાના લીધે તેના વચનો અત્યંત બળવાન છે. ગચ્છાચાર