SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ २२९० * घोरमिथ्यात्वोन्मूलनप्रक्रियाप्रदर्शनम् /-૮ म प - स्वानुभवसम्पन्नयोगिसमागमादिबलेन यथा यथा शुद्धात्मद्रव्यदृष्टिः परिणमति तथा तथा सा 'बहि:रा सुखदृष्टिलक्षणं मिथ्यात्वं हि मम निराकुल- नीरव - निःसङ्ग-निरालम्बन-निरुपाधिक-प्रशान्ताऽनन्ताऽऽनन्दमयशुद्धचैतन्यस्वभावमुपमर्दयति अन्तर्मुखता - ज्ञानगर्भविरक्तपरिणती च निहन्ति । अतो मिथ्यात्वमेव मे घोरशत्रुः । समुन्मीलनीयमेवेदमाशु मया' इति प्रणिधानं योगिनि समुत्पाद्य मिथ्यात्वं समूलम् उन्मूलयति । ग्रन्थिभेदोत्तरकालमपि सादरं सोत्साहञ्च तदनुसरणेनैव " रोग - मृत्यु- जराद्यर्त्तिहीना अपुनरुद्भवाः । अभावात् कर्महेतूनां दग्धे बीजे हि नाऽङ्कुरः । । ” ( द्र. लो. प्र. २ / ८२ ) इति द्रव्यलोकप्रकाशे विनयविजयवाचकोक्तं र्णि सिद्धस्वरूपं प्रत्यासन्नतरं स्यात्।।१५/१-८।। માટે તે તત્પર બને છે. કર્મસત્તાને ત્યાં ગીરવે મૂકેલ કેવલજ્ઞાનને અત્યંત જલ્દીથી છોડાવવા માટે તે તલસે છે. પોતાની પ્રકૃતિને તે શાંત કરે છે. પ્રત્યેક કાર્યને તે આકુળ-વ્યાકુળ ચિત્તથી કરવાના બદલે ધીરજથી શાંત ચિત્તે કરે છે. તે આત્મસ્વભાવગ્રાહક પ્રજ્ઞાને પ્રગટાવે છે. ચરમ યથાપ્રવૃત્તકરણ તે સમયે પ્રવર્તતું હોય છે. તેવા અવસરે સ્વાનુભવસંપન્ન યોગીનો પ્રાયઃ તેને ભેટો થાય છે. આવા તમામ પરિબળોના સામર્થ્યથી ત્યારે જેમ જેમ સાધક ભગવાનમાં દ્રવ્યદૃષ્ટિ શુદ્ધાત્મદ્રવ્યગ્રાહક દૃષ્ટિ પરિણમતી જાય, તેમ તેમ તે દ્રવ્યદૃષ્ટિ સાધક પ્રભુમાં મિથ્યાત્વને મૂળમાંથી ઉખેડી નાંખવાનું પ્રણિધાન કરાવે છે અને તેને મૂળમાંથી ઉખેડે છે. દ્રવ્યદૃષ્ટિપરિણમનના પ્રતાપે આત્માર્થીને ખ્યાલ આવે છે કે “બહારમાં = બાહ્ય વિષયોમાં સુખની દૃષ્ટિ-રુચિ-શ્રદ્ધા-આસ્થા એ મિથ્યાત્વનું જ એક સ્વરૂપ છે. તે મિથ્યાત્વ મારા મૌલિક શુદ્ધચૈતન્યસ્વભાવને દબાવે છે. શાસ્ત્રાધારે, સત્સંગપ્રભાવે અને આંશિક સ્વપ્રતીતિના આધારે જણાય છે કે મારો મૂળ સ્વભાવ આકુળતા-વ્યાકુળતા વગરનો છે. નીરવ, નિઃસંગ, નિરાલંબન અને નિરુપાધિક છે. મારો મૂળસ્વભાવ શાંત-પ્રશાંત-ઉપશાંત છે. અનન્ત આનંદનો મહોધિ મારામાં જ રહેલો ॥ છે. આનંદ મેળવવા માટે મારે બહારમાં ભટકવાની જરૂર નથી. બાહ્ય વસ્તુ-વ્યક્તિ પાસે સુખની ભીખ માગવાની મારે બિલકુલ આવશ્યકતા નથી. પરંતુ અનન્ત આનંદમય મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવને ઘોર | મિથ્યાત્વ દબાવી રહ્યું છે. ‘બહારમાં સુખ મળશે' - તેવી મિથ્યા શ્રદ્ધા મારી અંતર્મુખપરિણતિને હણે છે. બાહ્ય સાધનો દ્વારા સુખને મેળવવાની અને ભોગવવાની અતૃપ્ત મનોદશાથી વણાયેલું મિથ્યાત્વ મારી જ્ઞાનગર્ભિત વૈરાગ્યપરિણતિને ખતમ કરે છે. તેથી મિથ્યાત્વ એ જ મારો ઘોર શત્રુ છે. અનાદિ કાળથી ભવચક્રમાં મને પીલી-પીલીને, પીસી-પીસીને તેણે દુઃખી કર્યો છે. ભયંકર નુકસાન કરનારા આ મિથ્યાત્વને મારે મૂળમાંથી ઉખેડી જ નાંખવું છે. આ કાર્યમાં વિલંબ મને પાલવે તેમ નથી. મિથ્યાત્વના ઉચ્છેદ માટે મરણિયો થઈને મચી પડવું છે” આવું પ્રણિધાન આત્માર્થી યોગીમાં ઉત્પન્ન કરીને તે દ્રવ્યદૃષ્ટિ તે યોગીમાંથી મિત્રાદિદષ્ટિવાળા સાધકમાંથી મિથ્યાત્વને મૂળથી ઉખેડીને ફેંકી દે છે. = = (પ્ર.) ગ્રંથિભેદ થયા પછી પણ તે દ્રવ્યદૃષ્ટિને આદરભાવે ઉત્સાહપૂર્વક અનુસરવામાં આવે તો જ દ્રવ્યલોકપ્રકાશમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે ‘સિદ્ધ ભગવંતો રોગ, મૃત્યુ, ઘડપણ વગેરેની પીડા વગરના છે. કર્મબંધનના કારણો (મિથ્યાત્વાદિ) ન હોવાથી તેઓનો પુનર્જન્મ થતો નથી. બીજ બળી જાય તો અંકુરો ન ઉગે તેમ કર્મબીજ બળી જવાથી તેમને ફરીથી જન્માદિની પરંપરા ઊભી થતી નથી.' (૧૫/૧-૮)
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy