SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-૬ • नष्टमपि सज्जानं संस्कारद्वारा सत् ० २२७५ એ અભિપ્રાય ઈ નંદિષણનઈ અધિકારઈ મહાનિશીથઈ જ્ઞાનગુણઈ અપ્રતિપાતી (સાખીક) કવિઓ तथाविधकर्मबन्धप्रतिबन्धकतया समाम्नातम् । तथा च सकृद् उत्पद्य सम्यग्ज्ञानं स्वरूपतो विनष्टमपि सत् सत्संस्कारादिद्वारा तथाविधस्वकार्यकारि भवत्येव, अन्यथा सम्यग्ज्ञानादिभ्रष्टस्य सप्ततिकोटि-प कोटिसागरोपमप्रमितकर्मबन्धापत्तेः। अतः कर्मोदय-प्रमादादिबलेन स्वरूपतः क्वचित् कदाचित् प्रणष्ट-गा मपि तत् संस्कारादिस्वकार्यद्वारा दानमिव पुण्यद्वारा अवस्थितमेव मन्तव्यम् । ___ सम्यग्दर्शन-ज्ञानभ्रष्टस्यापि अन्तःकोटिकोटिसागरोपमाधिककर्मस्थितिबन्धकत्वाऽभावेन सप्ततिकोटिकोटिसागरोपमप्रमितकर्मस्थितिबन्धलक्षणप्रतिपाताभावात् सज्ज्ञानस्याऽप्रतिपातित्वम् । एतदभिप्रायेणैव श महानिशीथे गीतार्थविहारनाम्नि षष्ठाध्ययने नन्दिषेणे = नन्दिषेणाधिकारे ज्ञानं = सम्यग्ज्ञानम् क अप्रतिपाति प्रोक्तम् । नन्दिषेणस्य तु स्वरूपतोऽपि सम्यग्ज्ञानं वेश्यागृहे सदेव। अत एवाऽमोघતેથી સમ્યજ્ઞાન જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી તો તથાવિધ દીર્ઘસ્થિતિવાળા કર્મ બંધાતા નથી જ. (આથી લાંબીસ્થિતિવાળા કર્મબંધ પ્રત્યે સમ્યજ્ઞાન પ્રતિબંધકસ્વરૂપે શાસ્ત્રકારોને માન્ય છે.) પરંતુ એક વખત સમ્યજ્ઞાન ઉત્પન્ન થયા પછી સ્વરૂપથી નાશ પામે તો પણ સંસ્કારરૂપે તે આત્મામાં હાજર જ રહે છે. તેથી તથાવિધ સંસ્કાર વગેરે દ્વારા દીર્ઘસ્થિતિવાળા કર્મબંધને અટકાવવા સ્વરૂપ પોતાનું કાર્ય તે સમ્યજ્ઞાન કરે જ છે. જો નાશ પામેલ સમ્યજ્ઞાન સંસ્કાર વગેરે દ્વારા અતિદીર્ઘ કર્મબંધ પ્રત્યે પ્રતિબંધક ન બનતું હોય તો સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ થયેલ જીવ ૭૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળા કર્મને ક્યારેક બાંધી દેશે - તેવું માનવાની આપત્તિ આવશે. પરંતુ સમ્યજ્ઞાન-દર્શનથી ભ્રષ્ટ થયેલ જીવ ભવિષ્યમાં ક્યારેય પણ ઉત્કૃષ્ટસ્થિતિવાળા કર્મને બાંધતો નથી. આ વાત આગમમાં પ્રસિદ્ધ જ રા છે. તેથી માનવું જોઈએ કે કર્મોદય કે પ્રમાદ વગેરે કારણના પ્રભાવે ક્યાંક, કોઈ જીવમાં, ક્યારેક સમ્યજ્ઞાન સ્વરૂપથી નાશ પામેલું હોય તો પણ પોતાના સંસ્કાર વગેરે કાર્ય દ્વારા તે હાજર જ છે. તે જેમ કે દાન ક્રિયા ક્ષણિક હોવાથી સ્વરૂપઃ તરત નાશ પામી જાય છે પરંતુ પુણ્ય દ્વારા તે દીર્ઘકાળ પછી પણ હાજર જ હોય છે. તો જ દાતાને દાન કર્યા બાદ ૫૦/૬૦ વર્ષ પછી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. જેમ સ્વરૂપથી નષ્ટ થયેલ દાન કાલાન્તરમાં પુણ્ય દ્વારા હાજર રહીને સ્વર્ગપ્રાપ્તિસ્વરૂપ સ્વકાર્યને કરે છે, તેમ સમ્યજ્ઞાન સ્વરૂપતઃ કદાચ નષ્ટ થયેલ હોય તો પણ સંસ્કાર આદિ સ્વકાર્ય દ્વારા હાજર રહીને તથાવિકર્મબંધપ્રતિરોધાત્મક સ્વકાર્યને કરે જ છે. આવું માનવું વ્યાજબી છે. A સમ્યજ્ઞાન અપ્રતિપાતી આ (સગ્ન.) સમ્યગ્દર્શન-જ્ઞાનથી ભ્રષ્ટ થયેલો જીવ ક્યારેય પણ મિથ્યાત્વાદિ કર્મની અંતઃ કોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિને બાંધતો નથી. તેથી તેનો ૭૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ મોટી સ્થિતિને બાંધવા સ્વરૂપ પ્રતિપાત તો કદાપિ નથી જ થતો. માટે સમ્યજ્ઞાન અપ્રતિપાતી છે. આ જ અભિપ્રાયથી મહાનિશીથ ગ્રંથના “ગીતાર્થવિહાર' નામના છઠ્ઠા અધ્યયનમાં “નંદિષેણ મુનિના અધિકારમાં સમ્યગુજ્ઞાનને અપ્રતિપાતી જણાવેલ છે. વેશ્યાના ઘરે રહેલા નંદિષેણને તો સ્વરૂપથી પણ સમ્યગું જ્ઞાન હાજર જ હતું. દસપૂર્વધર મહાત્માઓને અમોઘ દેશનાલબ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રેણિક મહારાજાના પુત્રમુનિ નંદિષેણ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy