________________
२२७४ ० भिन्नग्रन्थिकोत्कृष्टस्थितिबन्धविचार:
૨૫/-૬ प सैद्धान्तिकमतञ्चैतत् । तदुक्तं शतकवृत्तौ देवेन्द्रसूरिभिः “भिन्नग्रन्थिकस्य मिथ्यादृष्टेः अपि उत्कृष्टः स्थितिबन्धः रा प्रतिषिध्यते तत् सैद्धान्तिकमतमेव” (श.४८ वृ.) इति। तदुक्तं धर्मसङ्ग्रहण्याम् अपि श्रीहरिभद्रसूरिभिः -- “તું વંધેળ ન વોત્ત વયરૂ” (ઇ.૪.૭૫૪) તિા
यथोक्तं धर्मसङ्ग्रहवृत्तौ मानविजयवाचकेन अपि “यावती ग्रन्थिभेदकाले सर्वकर्मणाम् आयुर्वर्जानां स्थितिः अन्तःसागरोपमकोटिकोटिलक्षणा अवशिष्यते, तावत्प्रमाणाम् एव असौ सम्यगुपलब्धसम्यग्दर्शनो जीवः क कथञ्चित् सम्यक्त्वाऽपगमात् तीव्रायाम् अपि तथाविधसङ्क्लेशप्राप्तौ बध्नाति । न पुनः तां बन्धेन अतिक्रामति” [ પ (ઇ.સ.મા.9/શ્નો.99/.પૃ.૪૮) તિા. का इदमत्राकूतम् - सम्यग्ज्ञानं सहजमलह्रासविशेष-ग्रन्थिभेदाऽकरणनियम-सत्संस्काराद्यानयनद्वारा
નથી કરતો – આ પ્રમાણે આગમમાં જણાવેલ છે.” આ સૈદ્ધાંતિક મત (= આગમિક સિદ્ધાંત) સમજવો. શતક નામના પાંચમા કર્મગ્રન્થની વ્યાખ્યામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “પ્રન્થિભેદ કરીને સમકિતને પ્રાપ્ત કરનાર જીવ સમકિતભ્રષ્ટ બની મિથ્યાષ્ટિ થાય તો પણ તે કર્મની ૭૦ કોટાકોટી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતો નથી. આ પ્રમાણે જે ઉત્કૃષ્ટકર્મબંધનિષેધ કરવામાં આવે છે તે સૈદ્ધાન્તિકમત = આગમિકમત જ છે.' શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મસંગ્રહણિ ગ્રન્થમાં પણ જણાવેલ છે કે “પ્રન્થિભેદ કર્યા પછી જીવ ક્યારેય કર્મબંધ દ્વારા ગ્રન્થિનું = ગ્રન્થિદેશનું = પ્રન્થિભેદકાલીન કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરતો નથી.'
સ્પષ્ટતા :- “ગ્રંથિનું ઉલ્લંઘન કરીને કર્મબંધ કરવો' - આવું કહેવાનો અર્થ એ છે કે “ગ્રંથિભેદ કરતી વખતે મોહનીયાદિ કર્મની જે સ્થિતિ હોય તેની સ્થિતિ કરતાં વધુ સ્થિતિવાળા કર્મને બાંધવા.”
ગ્રંથિભેદ કરતી વખતે અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળા કર્મને જીવ બાંધે છે. સમકિતથી તા ભ્રષ્ટ થયા પછી ક્યારેય પણ તેનાથી વધુ સ્થિતિવાળા કર્મને તે જીવ બાંધે નહિ. અર્થાત્ એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ પણ સ્થિતિવાળા મોહનીયાદિ કર્મને તે જીવ બાંધતો નથી.
૪ સમકિતપતિત અંતઃકોટાકોટીસાગરોપમથી વધુ કર્મ ન બાંધે છે (ચો.) આ અંગે ઉપાધ્યાય શ્રીમાનવિજયજીએ પણ ધર્મસંગ્રહવૃત્તિમાં જણાવેલ છે કે “આયુષ્ય સિવાયના તમામ કર્મોની સ્થિતિ ગ્રંથિભેદસમયે અંતઃકોટાકોટીસાગરોપમ જેટલી બાકી રહે છે. એક વાર સમ્યગ્દર્શન સાચી રીતે મળી જાય પછી કોઈ પણ કારણસર સમકિત રવાના થવાથી તેવો તીવ્ર સંકલેશ એ જીવને આવી જાય તો પણ તે સમકિતભ્રષ્ટ જીવ ગ્રંથિભેદકાલીન અંતઃકોટાકોટીસાગરોપમ પ્રમાણવાળી જ કર્મસ્થિતિને બાંધે છે. પરંતુ તથાવિધ કર્મસ્થિતિને કર્મબંધ દ્વારા સમકિતભ્રષ્ટ જીવ ઓળંગતો નથી. તેવી કર્મસ્થિતિને ઉલ્લંઘીને અધિક કર્મસ્થિતિને તે જીવ બાંધતો નથી.”
/ સ્વરૂપતઃ નષ્ટ જ્ઞાન સંસ્કાર દ્વારા હાજર f/ (મત્રા.) અહીં તાત્પર્ય એ છે કે વિશેષ પ્રકારનો સહજમલહાસ, ગ્રંથિભેદ, અકરણનિયમ, સારા સંસ્કાર વગેરેને સમ્યગુજ્ઞાન ખેંચી લાવે છે. તેના દ્વારા તથાવિધ કર્મબંધની યોગ્યતા નાશ પામે છે.
1. તે વન્થન ન ચવતીયતે
|િ