________________
૨૫/-* • ज्ञानकृतकर्मनाश: निर्बीज: 2
२२६७ ज्ञानकृतः = गुर्वाज्ञापारतन्त्र्यव्यङ्ग्यसम्यग्ज्ञानजनितः कर्मनाश: निरुक्तः तु भस्मसमः = पावक- प प्लुष्टभेकभस्मसमानः, पुनरुत्पत्तिशक्तिविरहेण निर्बीजत्वात्।।
न च सम्यग्ज्ञानिनोऽपि कृत्स्नकर्मक्षयविरहे देवलोकाद्युत्पादश्रवणात्, ध्रुवबन्धिकर्मप्रकृत्यादिबन्धस्याऽपि अवश्यम्भावाच्च ज्ञानकृतकर्मक्षयस्यापि मण्डूकचूर्णकल्पत्वापत्तेरिति वाच्यम्,
ज्ञानस्य निरनुबन्धाशुभध्रुवबन्धिप्रकृत्युपहितपुण्यानुबन्धिपुण्यहेतुक्रियाकारकस्य आनुषङ्गिक-श diabetes) વગેરે રોગથી ઘેરાયેલ કોઈ વ્યક્તિને અત્યંત તીવ્ર ભૂખ લાગી હોય અને ભૂખને ભાંગવા માટે તે પેંડા વગેરે મીઠાઈનું ભોજન કરે તો તેની ભૂખની વેદના તાત્કાલિક જરૂર શાંત થાય છે. પરંતુ તે શાંતિ સ્મશાનની શાંતિ છે, બગીચાની શાંતિ નથી. તે શાંતિ વાસ્તવમાં શાંતિ નથી. કારણ કે તેનાથી તેની માંદગીની વેદના વધવાની જ છે. તેથી ફક્ત કાયિકક્રિયાજન્ય કર્મક્ષય દેડકાના ચૂર્ણ સમાન તથા અપથ્થભોજનથી થતી ભૂખની શાંતિ સમાન જ છે - આવું જાણવું.
૦ સમ્યફ જ્ઞાનની નિશાની છે (જ્ઞાન) ગુરુ આજ્ઞાની પરતંત્રતા દ્વારા સાધકમાં રહેલ સમ્યક જ્ઞાનને ઓળખી શકાય છે. આવા સમ્યક્ જ્ઞાનથી ઉત્પન્ન થનાર દ્રવ્યકર્મ, ભાવકર્મ વગેરેનો નાશ તે દેડકાની ભસ્મ સમાન છે. મરેલા દેડકાનું શરીર અગ્નિથી બળીને રાખ થાય તો તે રાખમાંથી ફરીથી દેડકા ઉત્પન્ન થતા નથી. કારણ કે દેડકાની રાખમાં ફરીથી દેડકાને ઉત્પન્ન કરવાની શક્તિ રહેતી નથી. તે જ રીતે સમ્યજ્ઞાન દ્વારા દ્રવ્યકર્મ, ભાવકર્મ, દુર્ગતિગમન વગેરેનો જે ક્ષય થાય છે, તેના નિમિત્તે નવા નવા દ્રવ્યકર્મ, ભાવકર્મ, દુર્ગતિ વગેરેની ભવિષ્યમાં ઉત્પત્તિ થવાની નથી. કારણ કે દ્રવ્યકર્મ વગેરેનો જે ક્ષય જ્ઞાનજન્ય હોય છે, છે તેમાં ફરીથી દ્રવ્યકર્મ વગેરેને ઉત્પન્ન કરવાની શક્તિ રહેતી નથી. તેથી દ્રવ્યકર્મ વગેરેનો તે ક્ષય સબીજ નહિ પરંતુ નિર્બીજ છે.
શંકા :- (1 a) જ્ઞાની પુરુષો પણ સંપૂર્ણ કર્મક્ષય ન કરે તો દેવલોક વગેરેમાં જાય છે – આવું શાસ્ત્રમાં સંભળાય જ છે. તથા તેઓ દેવલોક વગેરેમાં પૌગલિક સુખ વગેરેનો ભોગવટો પણ કરે જ છે. તેમજ જ્ઞાનાવરણ વગેરે “૪૭ ધ્રુવબંધી કર્મપ્રકૃતિઓને પણ તે જીવ દેવલોકમાં અવશ્ય બાંધે જ છે. તેથી જ્ઞાનજન્ય કર્મક્ષય દ્રવ્યકર્મની અને ભાવકર્મની ફરીથી ઉત્પત્તિ થવામાં નિમિત્ત તો બને જ છે ને ? તેથી જ્ઞાનજન્ય કર્મક્ષય પણ દેડકાની ભસ્મ સમાન બનવાને બદલે દેડકાના ચૂર્ણ સમાન જ બની જશે.
_) જ્ઞાન પૂર્ણતયા કર્મનાશક ) સમાધાન:- (જ્ઞાનચ) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જે જ્ઞાનાવરણીયાદિ અશુભ ધ્રુવબંધી પ્રકૃતિઓ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ગાઢ મિથ્યાત્વદશામાં સાનુબંધરૂપે પ્રતિક્ષણ અવશ્ય બંધાતી હતી, તે ધ્રુવબંધી પ્રકૃતિઓ સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ પછી નિરનુબંધ રૂપે બંધાય છે. તથા નિરનુબંધ અશુભ ધ્રુવબંધી પ્રકૃતિની સાથે સમ્યફ જ્ઞાનના પ્રભાવે પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ બને તેવા પ્રકારની ક્રિયાઓ પ્રવર્તે છે. તે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી દેવલોક વગેરેમાં જે સુખનો ભોગવટો થાય છે તે અનાસક્ત ભાવે થાય છે. તથા તે દેવલોક આદિના સુખની પ્રાપ્તિ પણ સમ્યફ જ્ઞાનનું મુખ્ય ફળ નથી. પરંતુ ગૌણ ફળ છે, આનુષંગિક ફળ છે, પ્રાસંગિક ફળ છે. તેવા પ્રાસંગિક સુખનો ભોગવટો કરાવવા દ્વારા વેદમોહનીય